Gujarati Video: નવરંગપુરામાં આંગડિયાકર્મી સાથે થયેલી 50 લાખની લૂંટનો ઉકેલાયો ભેદ, 35 લાખની રોકડ સાથે બે આરોપીની ધરપકડ

|

May 27, 2023 | 6:20 PM

Ahmedabad: નવરંગપુરામાં આંગડિયાકર્મી સાથે થયેલી 50 લાખની લૂંટ કેસનો ભેદ ઉકેલાયો છે. લૂંટ કર્યા બાદ લૂંટારૂઓએ પોલીસથી બચવા અનેક તરકટ રચ્યા હતા. જેમા 150 કિલોમીટરમાં તેમણે 3 વાર કપડા બદલ્યા. આખરે ક્રાઈમ બ્રાંચે 2 લૂંટારૂઓને ઝડપી લઈ 35 લાખની રોકડ જપ્ત કરી છે.

Gujarati Video: નવરંગપુરામાં આંગડિયાકર્મી સાથે થયેલી 50 લાખની લૂંટનો ઉકેલાયો ભેદ, 35 લાખની રોકડ સાથે બે આરોપીની ધરપકડ

Follow us on

Ahmedabad: શહેરના નવરંગપુરામાં આંગડિયાકર્મી સાથે થયેલી 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓએ 50 લાખની લૂંટ કરી પોલીસથી બચવા અનેક તરકટ રચ્યા હતા. લૂંટારૂઓએ પોલીસથી બચવા 150 કિલોમીટરમાં 3 વાર કપડા બદલ્યા હતા. છતા ક્રાઈમબ્રાંચના હાથે બે આરોપી ઝડપાઈ ગયા અને તેમની પાસેથી 35 લાખની રોકડ જપ્ત કરી હતી. ક્રાઈમબ્રાંચે આરોપી વિશાલ સિંધી અને પ્રતીક પાનવેકરની લૂંટ કેસમાં ધરપકડ કરી છે.

આરોપીઓ લૂંટ કરી અલગ અલગ વિસ્તારમાં ફર્યા, પોલીસથી બચવા ત્રણવાર કપડા બદલાવ્યા

બન્ને આરોપી સહિત અન્ય બે ફરાર આરોપી ભેગા મળી નવરંગપુરામાં આંગડિયા પેઢી કર્મી પાસે રહેલ 50 લાખ રોકડની લૂંટ ચલાવી હતી. મુખ્ય આરોપી વિશાલ સિંધી પોતાની ગેંગ ચલાવે છે. તેને એવો વહેમ હતો કે તેને પોલીસ ક્યારે પકડી શકશે નહિ. પરંતુ ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે બન્નેની ઝડપી લીધા છે. સમગ્ર ઘટનાક્રમ મુજબ આરોપીએ ગત 28 એપ્રિલના રોજ આરોપી વિશાલે અન્ય સાગરીતો સાથે મળીને નવરંગપુરામાંથી 50 લાખની લુંટ કરી હતી.ત્યારબાદ ત્યાંથી અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ફર્યા બાદમાં મહેમદાવાદ હાથીજણથી આણંદ ભાગી ગયા હતા. જે બાદ નરોડામાં પાસે પૈસાનો ભાગ કરી બધા અલગ અલગ થયા હતા. આરોપી લગભગ 150 કિલો મીટર ફર્યા કારણકે પોલીસથી બચવા રસ્તામાં આરોપીઓ 3 વખત કપડાં બદલ્યા અને પોલીસને ગુમરાહ કરવા અનેક તરકીબો લગાવી હતી. જેનાથી આરોપીનો ચહેરો કોઈ સીસીટીવીમાં આવે નહિ.

આ પણ વાંચો : Gujarati Video : અમદાવાદના નહેરૂબ્રિજ વિસ્તારમાં લાખો રૂપિયાની લૂંટ, નવરંગપુરા પોલીસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પોલીસને ગેરમાર્ગે દોરવા અનેક તરકીબો અજમાવી

પકડાયેલ આરોપી મોડ્સ ઓપરેન્ડી વાત કર્યે તો આરોપીઓ રેકી કર્યા બાદ ઘટના ને અંજામ આપ્યો હતો. આરોપીઓ એટલા ચાલાક છે કે લુંટ કર્યા બાદ બીજા જિલ્લામાં જતા રહ્યા હતા અને એ પણ હાઈ વે નહિ પરંતુ અંદરના રસ્તે જતાં હતાં. આરોપીઓ પોલીસને ગેર માર્ગે દોરવા માટે વારંવાર કપડાં, જૂતા બદલી લેતા હતા. ચેહરો ના આવે તેનું પણ ધ્યાન રાખતા હતા. આરોપીઓને પકડવા પોલીસે 150 કિલો મીટર સુધી હજારો કેમેરા ચેક કર્યા હતા. આરોપી વિશાલે લુંટ ના રૂપિયાથી એક બાઈક પણ લીધી હતી. જોકે ચાર આરોપી લૂંટના પૈસા આ રીતે ભાગલા પાડ્યા હતા જેમાં મુખ્ય આરોપી વિશાલે 30 લાખ ,પ્રતીક 6 લાખ અને ફરાર આરોપી પવન 14 લાખ રૂપિયા લીધા હતા.

નોંધનીય છે કે આરોપી વિશાલ સિંધી આગાઉ પણ 2 લુંટ કરી ચૂક્યો હતો પરંતુ પકડાયેલ નહિ જેથી તેને એવું હતું કે તેને કોઈ પકડી શક્શે નહિ. હાલ પોલીસ ફરાર અન્ય આરોપી પવન સિંધી અને અને અન્ય એક આરોપી ની તપાસ તેજ કરી

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:00 am, Sat, 27 May 23

Next Article