
Ahmedabad: ઉનાળો (Summer 2023) શરૂ થાય એટલે આગના બનાવોમાં વધારો જોવા મળતો હોય છે. આગના (fire) બનાવોમાં કેવી તકેદારી રાખવી અને આગના બનાવોને રોકવા અંગે શું કરવું જોઈએ તેને લઈને નેશનલ ઇલેક્ટ્રિકલ કોડ ઓફ ઇન્ડિયા (National Electrical Code of India) દ્વારા લોકોને જાગૃત કરવા પ્રયાસ હાથ ધરાયો. અમદાવાદમાં નેશનલ ઈલેક્ટ્રીકલ કોડ ઓફ ઈન્ડિયા દ્વારા બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ફાયર બ્રિગેડના અધિકારી, BISના સભ્ય તેમજ ઇલેક્ટ્રિકલ એન્જીનીયર હાજર રહ્યા હતા.
આ પણ વાંચો-Gujarati Video : જામનગરમાં માછીમારો અને દરિયાઇ પટ્ટીના ગામડાઓને સાવચેત રહેવા અપીલ, જુઓ Video
વર્કશોપમાં આગની ઘટનાને લઈને ચર્ચાઓ કરવામાં આવી. આ દરમિયાન ખાસ શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના પર વિશેષ ચર્ચા કરવામાં આવી. ચર્ચા દરમિયાન તારણ બહાર આવ્યું કે શોર્ટ સર્કિટના બનાવ અંગે લોકોમાં રહેલી જાગૃતિના અભાવના કારણે આગના બનાવ બનતા હોય છે. જેમાં હલકી ગુણવત્તાના વાયર અને મીટરના લોડ કરતા વધુ પડતા લોડનો ઉપયોગ કરવો અને અયોગ્ય ફિટિંગના કારણે આગ લાગવાનું તારણ મનાઈ રહ્યું છે. જેમાં ક્યાંક વાયરમેન અને કોન્ટ્રકટરની પણ બેદરકારીના કારણે આગ લાગતી હોવાનું પણ અનુમાન લગાવાયું છે.
એક અંદાજ પ્રમાણે આ તમામ બાબતોના કારણે દેશમાં એક વર્ષમાં 24 હજાર આગના બનાવ બન્યા છે. જે અંગે આજે નેશનલ ઇલેક્ટ્રિકલ કોડ ઓફ ઇન્ડિયા 2023ના વર્કશોપમાં માહિતી જાહેર કરવામાં આવી. જે બનાવો ન બને માટે વર્કશોપમાં હાજર BISના અધિકારીએ લોકોને જાગૃત બનવા અને યોગ્ય ગુણવત્તાવાળા વાયરનો ઉપયોગ કરવા, યોગ્ય ફિટિંગ કરવા પર ભાર મુક્યો. જેથી શોર્ટ સર્કિટના બનાવો ને ટાળી શકાય.
આ ઉપરાંત વર્કશોપમાં ઉપસ્થિત ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજાએ તાજેતરમાં મીઠાખડી વિસ્તારમાં આદિત્ય કોમ્પ્લેક્સમાં લાગેલી ઇલેક્ટ્રિક આગ દરમિયાન કેવી રીતે રેસ્ક્યુ કરાયુ તેનું ઉદાહરણ આપી. લોકોને જાગૃત બનવા અપીલ કરી તેમજ ઇલેક્ટ્રિકલ આગ નિવારણના સરળ ઉપાયો પણ જણાવ્યા હતા. જે નીચે મુજબ છે.
આ રીતે ગ્રાઉન્ડ લેવલની ટીમ અને અમલદારોને જરૂરી સાધનો અને અદ્યતન મીટર્સ સાથે મજબૂત કરવાની જરૂર છે. જેથી લાંબા ગાળે જોખમ ઊભું કરતા નબળા કામોને રોકવા માટે રક્ષણ અને સરળ અમલીકરણ સુનિશ્ચિત થાય. અને તેના પરથી આગના બનાવોને ટાળી શકાય.