અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દેશ વ્યાપી વાહન ચોરી અને RTO પાસીંગ કૌભાંડનો કર્યો પર્દાફાશ, 1.32 કરોડની લક્ઝ્યુરિયસ ગાડીઓ જપ્ત

|

Sep 15, 2023 | 4:35 PM

દેશ વ્યાપી વાહન ચોરી અને RTO પાસીંગ કૌભાંડનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને લક્ઝુરિયસ ગાડીની ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના માસ્ટર માઈન્ડ એવા 2 આરોપીની ધરપકડ કરાઈ. આ ગેંગએ દેશભરમાં 500થી વધુ ગાડીઓની ચોરી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દેશ વ્યાપી વાહન ચોરી અને RTO પાસીંગ કૌભાંડનો કર્યો પર્દાફાશ, 1.32 કરોડની લક્ઝ્યુરિયસ ગાડીઓ જપ્ત

Follow us on

અમદાવાદમાં ચોર ટોળીએ લક્ઝુરિયસ ગાડીઓની ચોરી કરીને આતંક મચાવ્યો હોવાની ઘટના અવાર નવાર  સામે આવતી રહે છે. આ ગેંગની મોડ્સ ઓપરેન્ડી કઇંક અલગ પ્રકારની હતી. ક્રાઇમ બ્રાન્ચે આ ગાડીઓની ચોરી કરનાર માસ્ટર માઈન્ડ એવા ઉત્તરપ્રદેશમાં મેરઠના અશરફસુલતાન ગાજી અને ઝારખંડમાં રાંચીના ઈરફાન ઉર્ફે પિન્ટુ પઠાણની ધરપકડ કરીને આંતરરાજ્ય વાહન ચોરી અને RTO પાસીંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

આ બંને આરોપીઓ ઉત્તરપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળના વાહન ચોર સાથે મળીને ગેંગ બનાવી હતી. જેમની ગેગમાં 20થી વધુ સભ્યો છે. જેઓ કાર ચોરી કરતા હતા અને ત્યાર બાદ પકડાયેલ આરોપી અશરફસુલતાન અને ઈરફાનને આપતા હતા.

આ ગાડીના બદલામાં આરોપીઓ પોતના સાગરીતોને 3 થી 4 લાખ રૂપિયા આપતા હતા અને આરોપીઓ અરુણાચલ પ્રદેશ, આસામ , નાગાલેન્ડ અને અન્ય સેવન સિસ્ટર રાજ્યોમાંથી RTO ના NOC લેટર તથા પાસીંગ કરાવીને કાર વેચી દેતા હતા. આ આરોપી અમદાવાદના એક ડીલરને ગાડી વેચવા આવ્યા અને ક્રાઇમ બ્રાન્ચના હાથે  ઝડપાઇ ગયા.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

લક્ઝ્યુરિયસ કારની ચોરી કરતી આ ગેંગની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીએ તો આ ગેંગ જુદા જુદા રાજ્યોમાં કારના સુરક્ષાને ડી કોડ કરીને 500થી વધુ પ્રીમિયમ કારની ચોરી કરેલી છે. કોઈ પણ કાર હોય તેનું ફીચર્સ ગમે તેટલી સુરક્ષા આપતી હોય તેને ટેક્નિકલ મદદથી સેન્સરવાળૂ લોક ડી કોડ કરતા હતા. જેમાં લેપટોપ દ્વારા ગાડીઓના લોકનો કોડ બદલીને નવો કોડ નાખીને લોક તોડીને ગાડીની ચોરી કરતા હતા.

ત્યાર બાદ આરોપીઓ ગાડીઓના એન્જીન ચેસીસ નંબરો બદલી નાખી અન્ય ગાડીઓના નંબરો નાખી દેતા હતા. જે સેવન સિસ્ટર રાજ્યોના RTOના અધિકારીની મિલીભગતથી NOC લેટર બનાવીને RTO પાસીંગ કરાવતા હતા. આ ગેંગ એક રાજ્યમાં ગાડીઓ ચોરી કરતી હતી અને બીજા રાજ્યોમાં વેચાણ કરતી હતી. જો કે ચોરીની ગાડીઓના ફોટો સોસીયલ મીડિયા મારફતે ગ્રાહકોને મોકલતા હતા અને ગાડીના વેચાણ કરવા ફ્લાઈટ માં ડીલ કરવા જતા હતા.

મહત્વનુ છે કે આ આરોપીઓ પોતાના ટ્રાવેલીગ ચાર્જ જેમાં રહેવા અને જમવાનો ખર્ચ વસુલતા હતા. આ પ્રકારે ગેંગ દ્વારા 500થી વધુ લક્ઝ્યુરિયસ ગાડીઓ ચોરી કરી છે. જેમાં ફોર્ચ્યુનર, ઇનોવા, સ્કોર્પિયો, ક્રેટા, બ્રેઝા અને અલકઝાર જેવી લક્ઝ્યુરિયસ ગાડીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : આગાહી વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ, વાતાવરણમાં પ્રસરી ઠંડક, જુઓ Video

મળતી માહિતી મુજબ એક અહેવાલ અનુસાર દિલ્હીમાં 12 મિનિટમાં એક ગાડી ચોરી થાય છે. આ ગેંગ દ્વારા છેલ્લા 3 વર્ષથી દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં અસંખ્ય ગાડીઓ ચોરી કરી છે. જો કે દિલ્હી શહેરની એન્ટી ઓટો થેફ્ટ સ્કોડ છેલ્લા દોઢ વર્ષથી અશરફ સુલતાને શોધી રહી હતી.

આરોપી અશરફસુલતાન અગાઉ 7 જેટલા ગુનામાં ઝડપાયો હતો. જયારે ઈરફાન પ્રથમ વખત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે 1.32 કરોડની લક્ઝ્યુરિયસ ગાડીઓ જપ્ત કરી છે. ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગ સાથે સંડોવાયેલા અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:34 pm, Fri, 15 September 23

Next Article