Monsoon Tourism: દેશના આહ્લાદક ચોમાસું સૌંદર્યને માણવા માંગો છો ? અમદાવાદ એરપોર્ટ દ્વારા કરવામાં આવેલી ખાસ વ્યવસ્થા વિશે જાણી લેવુ જરૂરી છે

|

Jul 02, 2022 | 7:40 AM

Monsoon Tourism: ચોમાસામાં લોકો પ્રાકૃતિક સુંદરતાને માણવા વિવિધ સ્થળોએ ફરવા જવાનું પસંદ કરે છે ત્યારે (SVPI )ખાતેથી વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે પ્રવાસીઓ આ ફ્લાઇટ્સ દ્વારા હિમાચલ પ્રદેશથી માંડીને બાગડોગરા, ઉદયપુર સહિતના પ્રવાસન સ્થળોએ ફરવા જવાની મજા માણી શકો છો.

Monsoon Tourism: દેશના આહ્લાદક ચોમાસું સૌંદર્યને માણવા માંગો છો ? અમદાવાદ એરપોર્ટ દ્વારા કરવામાં આવેલી ખાસ વ્યવસ્થા વિશે જાણી લેવુ જરૂરી છે
Monsoon Tourism: Want to enjoy the delightful monsoon beauty of the country? Special arrangements have been made by Ahmedabad Airport, Learn the whole details

Follow us on

ચોમાસામાં (Monsoon)પ્રવાસન અને પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ લેવાનો ઉત્તમ અવસર આપતા અમદાવાદ એરપોર્ટ ખાતે થી વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા  કરવામાં આવી છે જેના દ્વારા ચોમાસામાં ફરવા માંગતા અને દેશના વિવિધ શહેરોમાં કેવું ચોમાસું હોય છે  તે જાણવા માંગતા પ્રવાસીઓ(Tourist) આ ફ્લાઇટ દ્વારા  ગોવા, હિમાચલ, ઉદયપુર, બાગડ઼ોગરા, કાસની ફ્લાવર વેલી  જેવા સ્થળોએ  સરળતાથી જઈ શકે છે. વરસાદની સાથે પ્રવાસનનો આનંદ માણવા ઈચ્છતા લોકો અમદાવાદના SVPI (Sardar Vallabhbhai Patel International Airport)એરપોર્ટ પરથી ભારતભરના વિવિધ મોન્સૂન ડેસ્ટીનેશનની મુલાકાત લઈ શકે છે.

આ ચોમાસામાં પ્રવાસીઓ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અનેક સ્થળોને જોડતી ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે જેથી પ્રવાસીઓ ચોમાસામાં ભારતના વિવિધ સ્થળોએ ફરવાનો આનંદ માણી શકે છે. ચોમાસામાં પ્રવાસન માટે ભારતમાં અનેક ઉત્તમ સ્થળો આવેલા છે, સહેલાણીઓ આવા સ્થળો પર સરળતાથી જઈ શકે તેવી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વ્યવસ્થા કરવામાં આવી છે.

મુસાફરો આ મોન્સૂન સિઝનમાં પ્રાકૃતિક સૌંદર્યને મન ભરીને માણી શકે તે માટે જાગૃતિ લાવવાનો  તેમજ દેશના  પ્રવાસનને વેગ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે  તે અંતર્ગત  SVPI એરપોર્ટ પર વિવિધ એરપોર્ટ્સની મુલાકાત લઈ શકાય તેવા સુંદર સ્થળોનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.  દાખલા તરીકે, અમદાવાદથી ગુવાહાટી વાયા પટના જતી દૈનિક વન-સ્ટોપ ફ્લાઈટ છે. ગુવાહાટીથી, અરુણાચલ પ્રદેશમાં તેજુ અને પાસીઘાટ સુધીની ફ્લાઈટ્સ છે. જો તમે શિલોંગનો પ્રવાસ કરવાનું વિચારી રહ્યા હોવ તો, તો તમે આ રુટ પસંદ કરી શકો છો કારણ કે ગુવાહાટી અને શિલોંગ વચ્ચેનું અંતર 100 કિમી છે અને મુસાફરીનો સમય ત્રણ કલાક નો છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

ચોમાસામાં રંગબેરંગી ફૂલોની પ્રાકૃતિક સજાવટનો આનંદ માણવા ઈચ્છતા પ્રવાસીઓ માટે કાસ સ્થિત ફૂલોની ખીણનો પ્રવાસ પણ હાથવગો બનાવાયો છે. પ્રવાસીઓ અમદાવાદથી પુણેની સીધી ફ્લાઇટનો વિકલ્પ પસંદ કરી શકે છે. પુણેથી કાસ માત્ર 2 કલાકના અંતરે છે.

તદુપરાંત લોનાવાલા, અલીબાગ અને માલશેજ ઘાટ જેવા મુંબઈ નજીકના તમારા મનપસંદ મોનસૂન ડેસ્ટીનેશન સુધી પહોંચવા SVPI એરપોર્ટ મુંબઈ સાથે સુપેરે જોડાયેલું છે. ગોવા અને બાગડોગરા માટે નોન-સ્ટોપ ડેઈલી ફ્લાઈટ્સ પણ ઉપલબ્ઘ છે, વળી ધર્મશાલા, દેહરાદૂન, જયપુર અને ઉદયપુર માટે પણ વન-સ્ટોપ ડેઈલી ફ્લાઈટ્સ અને બીજી ઘણી બધી ફ્લાઈટ્સ પણ ઉપલબ્ધ છે. ચોમાસું પ્રવાસન માટે  એરપોર્ટ્સ પર ટ્રાફિક ફ્લોમાં વધારો થતા વધારાની ફ્લાઇટ ફ્રીક્વન્સીઝ ઉભી કરાશે, અને વધારાના ટ્રાફિકને સુરક્ષિત કરવા વિવિધ એરલાઇન્સ સાથે ભાગીદારી પણ કરવામાં આવશે.

Published On - 7:36 am, Sat, 2 July 22

Next Article