Monsoon : લાંબા વિરામ બાદ ગુજરાતમાં મેઘરાજાની થશે રીએન્ટ્રી, 10 જુલાઈથી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે

|

Jul 07, 2021 | 9:34 PM

હવામાન વિભાગના કહેવા પ્રમાણે 11 જૂલાઈ બાદ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ઉદ્દભવી શકે છે. આ દબાણના કારણે ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં (Gujarat) ચોમાસાની (Monsoon) ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, પરંતુ ત્યારબાદ વરસાદમાં (Rain) વિરામ જોવા મળ્યો છે. પરંતુ 10 જૂલાઈ બાદ ગુજરાતમાં ફરી મેઘરાજાની રીએન્ટ્રી થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે 11 જૂલાઈ બાદ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ઉદ્દભવી શકે છે. આ દબાણના કારણે ગુજરાતમાં વરસાદ પડી શકે છે. 10 જૂલાઈ સુધી ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના ખુબજ ઓછી થશે, પરંતુ 10 જૂલાઈ બાદ ગુજરાતમાં વરસાદની રિએન્ટ્રી થશે.

ચોમાસાની શરૂઆતમાં વરસાદ (Rain) સારો આવતા ખેડૂતોએ ખેતીની શરૂઆત હતી. પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતો જે ચોમાસા આધારિત ખેતી કરતા હોય છે તેમની ચિંતા વધી છે. જો આગામી દિવસોમાં વરસાદ ન આવે તો ખેડૂતોને નુકશાની જવાની શક્યતા છે.

 

આ પણ વાંચો : Ahmedabad : કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ 10 જુલાઈના રોજ અમદાવાદ આવશે, 12 તારીખે જગન્નાથજીની મંગળા આરતીમાં લેશે ભાગ

Published On - 8:36 pm, Wed, 7 July 21

Next Video