Monsoon 2022: દક્ષિણ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ, આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી

|

Jun 13, 2022 | 2:56 PM

હવામાન વિભાગના (Meteorological Department) ડાયરેકટરે મનોરમા મોહંતીએ માહિતી આપતા કહ્યુ હતું કે, આગામી 24 કલાક રાજ્યમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે છૂટો છવાયો વરસાદ (Rain) રહેશે. તો આગામી 17 જુનથી પુનઃ વરસાદ આવશે

Monsoon 2022: દક્ષિણ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ, આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી
પ્રતિકાત્મક ફોટો
Image Credit source: ફાઇલ ફોટો

Follow us on

રાજ્યવાસીઓ માટે સારા સમાચાર છે. ચોમાસુ (Monsoon) સત્તાવાર રીતે દક્ષિણ ગુજરાત પહોચી ગયુ હોવાની માહિતી હવામાન વિભાગે (Meteorological Department) આપી છે. જેના પગલે રાજ્યવાસીઓને ગરમીમાંથી (Heat) રાહત મળશે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં સત્તાવાર ચોમાસુ બેસી ગયું છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત સુધી ચોમાસુ પહોંચ્યુ છે. તો આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી (Rain) માહોલ રહેશે.

હવામાન વિભાગના ડાયરેકટરે મનોરમા મોહંતીએ માહિતી આપતા કહ્યુ હતું કે, આગામી 24 કલાક રાજ્યમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે છૂટો છવાયો વરસાદ રહેશે. તો આગામી 17 જુનથી પુનઃ વરસાદ આવશે. રાજ્યમાં અત્યાર સુધી પ્રિ મોનસૂન એક્ટિવિટી રહેતી હતી. તે હવે ચોમાસામાં પરિણમી છે. જેના કારણે હવે રાજયના વિવિધ વિસ્તારોમાં કોઈપણ સમયે છૂટો છવાયો વરસાદ આવી શકે છે. તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના નકારી શકાય નહિ તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું હતું.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ગરમીને લઈને પણ રાહતના સમાચાર

ચાલુ વર્ષે ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. જેના કારણે ગરમીથી લોકો પરેશાન થઈ ગયા હતા. જે બાદ વાતાવરણમાં પલટો આવતા અને વરસાદી ઝાપટા આવતા ગરમી હાલ ઘટી છે. મળતી માહિતી પ્રમાણે ગતકાલે 40 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. હવે ચોમાસુ બેસતા હજુ બે ડિગ્રી તાપમાન ઘટી શકે છે. જેના કારણે લોકોને ગરમીમાં રાહત મળી શકશે. જોકે બફારાને કારણે લોકોને સામાન્ય ગરમીનો અહેસાસ થઈ શકે છે.

અમદાવાદ લઈને આગાહી

હવામાન વિભાગે અમદાવાદને લઈને પણ આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ બેસી ગયું છે જેના કારણે રાજ્યમાં વરસાદ રહેશે. તો સાથે જ અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે.

ક્યાં કેટલી સેમી વરસાદ પડ્યો ?

સંતરામપુર (જિ. મહિસાગર) – 8 સેમી
દાહોદ (જિ દાહોદ) -3 સેમી
ઝાલોદ (જિ દાહોદ) – 3 સેમી
કડાણા (જિ. મહિસાગર) – 3 સેમી
તલોદ (જિ. સાબરકાંઠા) – 3 સેમી
મોરવા હડફ (જિ. પંચમહાલ) – 3 સેમી
ખેરગામ (જિ. નવસારી) – 3 સેમી
પાલનપુર (જિ. બનાસકાંઠા) – 3 સેમી
હાલોલ (જિ. પંચમહાલ) -2 સેમી
વઘઈ (જિ. ડાંગ્સ) – 2 સેમી
સુબીર (જિ. ડાંગ્સ) – 2 સેમી
કરજણ (જિ. વડોદરા) – 2 સેમી
ફતેપુરા (જિ. દાહોદ)- 2 સેમી
જલાલપોર (જિ. જિ. નવસારી)- 2 સેમી
જાંબુઘોડા (જિ. પંચમહાલ) – 1 સેમી
દેડિયાપાડા (જિ. નર્મદા) – 1 સેમી
કપરાડા (જિ. વલસાડ)- 1 સેમી
વડગામ (જિ બનાસકાંઠા)- 1 સેમી
ખેડબ્રહ્મા (જિ. સાબરકાંઠા) -1 સેમી
કામરેજ (જિ. સુરત) – 1 સેમી

સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડેલો વરસાદ

જૂનાગઢ (જિ. જૂનાગઢ) – 4 સેમી
વડિયા (જિ. અમરેલી) – 3 સેમી
કાલાવડ (જિ. જામનગર) – 2 સેમી
જામકંડોરણા (જિ. રાજકોટ) – 2 સેમી
મૂળી (જિ. સુરેન્દ્રનગર) – 2 સેમી
સુત્રાપાડા (જિ. ગીર સોમનાથ) – 1 સેમી
બગસરા (જિલ્લા અમરેલી) – 1 સેમી
રાજકોટ (જિ. રાજકોટ) – 1 સેમી
બાબરા (જિ. અમરેલી) – 1 સેમી

Published On - 2:47 pm, Mon, 13 June 22

Next Article