Monsoon 2023 : ચોમાસું હજુ પણ ગુજરાતથી ઘણું દૂર, ભેજના કારણે આ વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે

|

Jun 22, 2023 | 9:13 AM

રાજ્યના ખેડૂતો હવે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. બિપરજોય વાવાઝોડાને કારણે આ વખતે ચોમાસુ ખેંચાય તેવી  શક્યતા સેવાઈ રહી છે. દર વર્ષે 1 જૂનથી કેરળમાં ચોમાસુ બેસી જતુ હોય છે, જો કે આ વર્ષે કેરળમાં પણ 8 જૂન બાદ ચોમાસાનું આગમન થયુ છે

Monsoon 2023 : ચોમાસું હજુ પણ ગુજરાતથી ઘણું દૂર, ભેજના કારણે આ વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે
Weather News

Follow us on

Ahmedabad : આ તરફ ચોમાસાની (Monsoon 2023) વાત કરીએ તો, ગુજરાતવાસીઓએ ચોમાસા માટે હજુ પણ રાહ જોવી પડશે. ચોમાસું ક્યારે આવશે તેને લઈ હજુ પણ કોઈ સ્પષ્ટતા નથી. મુંબઈમાં ચોમાસાનું આગમન થાય પછી જ ગુજરાતમાં ચોમાસું આવશે. જોકે ભેજવાળા વાતાવરણના કારણે આજથી 4 દિવસ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ (Rain) રહેશે. ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદના વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં થાય. વાદળ આવશે પણ વરસાદ નહીં પડે.

Mandi : બનાસકાંઠાના ધાનેરા APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 3245 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને સ્પષ્ટતા નહીં

રાજ્યના ખેડૂતો હવે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. બિપરજોય વાવાઝોડાને કારણે આ વખતે ચોમાસુ ખેંચાય તેવી  શક્યતા સેવાઈ રહી છે. દર વર્ષે 1 જૂનથી કેરળમાં ચોમાસુ બેસી જતુ હોય છે, જો કે આ વર્ષે કેરળમાં પણ 8 જૂન બાદ ચોમાસાનું આગમન થયુ છે ત્યારે ગુજરાતમાં ક્યારે ચોમાસુ આવશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

વલસાડના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ

ગુજરાત પરથી બિપરજોય વાવાઝોડાનું સંકટ તો ટળી ગયુ છે. જો કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. ડાંગ, તાપી, વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. વલસાડના અનેક વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ ખાબક્યો છે.

વલસાડમાં ભારે પવન સાથે વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં વીજ પ્રવાહ બંધ થયો હતો. શાકમાર્કેટના બજારમાં પાણી ભરાતા વેપારીઓ પરેશાન થયા હતા. વરસાદી માહોલના પગલે લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી હતી.

સુરતના અનેક વિસ્તારમાં વરસ્યો વરસાદ

ગઇકાલે સુરત શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાથે જ સુરત શહેરના મોટા ભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરતના અઠવા વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અડાજણ ,પીપલોદ, ડુમસ સિટીલાઇટ અઠવા વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article