Monsoon 2023: ઓગષ્ટ મહિનામાં 90 ટકા વરસાદની ઘટ, 2015 બાદ પ્રથમવાર આટલા ઓછા પ્રમાણમાં નોંધાયો

|

Aug 31, 2023 | 5:51 PM

હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે આગામી 7 દિવસ કોરા ધાકોર રહેશે, એટલે કે વરસાદ ક્યાં જોવા મળવાની સંભાવના નથી. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ જ શક્યતાઓ નથી. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ક્યાંક હળવો વરસાદ રહેશે. જેમાં ડાંગ. વલસાડ. તાપીમાં હળવો વરસાદ રહેવાની આગાહી કરાઈ છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી […]

Monsoon 2023: ઓગષ્ટ મહિનામાં 90 ટકા વરસાદની ઘટ, 2015 બાદ પ્રથમવાર આટલા ઓછા પ્રમાણમાં નોંધાયો
90 ટકા વરસાદની ઘટ

Follow us on

હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે આગામી 7 દિવસ કોરા ધાકોર રહેશે, એટલે કે વરસાદ ક્યાં જોવા મળવાની સંભાવના નથી. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ જ શક્યતાઓ નથી. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ક્યાંક હળવો વરસાદ રહેશે. જેમાં ડાંગ. વલસાડ. તાપીમાં હળવો વરસાદ રહેવાની આગાહી કરાઈ છે.

અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી 7 દિવસમાં કોઈ સિસ્ટમ એક્ટિવ નહિ હોવાને લઈને હાલ વરસાદની નહિવત શક્યતા વ્યક્ત કરાઈ છે. એટલે કે ખેડૂતો માટે જે વરસાદ જોઈએ તે હાલ દેખાઈ નથી રહ્યો. જેની અસર સીધી ખેત પેદાશ પર જોવા મળી શકે છે.

ઓગસ્ટમાં માત્ર 10 ટકા જ વરસાદ પડ્યો

વરસાદ ની આગાહી સાથે હવામાન વિભાગે વરસાદના આંકડાકીય વિગતો પણ રજુ કરી છે. જે આંકડા પ્રમાણે ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં આ વર્ષે નહિવત વરસાદ રહ્યો. મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં 90 ટકા ઓછો વરસાદ રહ્યો, એટલે કે માત્ર 10 ટકા જ વરસાદ વરસ્યો છે.

શું વાત કરતા કરતાં તમારો ફોન કોલ ડિસ્કનેક્ટ થઈ જાય છે? જાણો કારણ
નીતા અંબાણી આકાશ-શ્લોકાની પુત્રી સાથે કર્યું ટ્વિનિંગ, જુઓ દાદી અને પૌત્રીનો ધમાકેદાર ડાન્સ
Bank of Baroda આપી રહી છે SBI કરતા સસ્તી કાર લોન, 5 વર્ષ માટે 8,00,000 ની લોન પર EMI કેટલી?
કરીના લાગી કિલર, જન્મદિવસ પર બેબોએ શેર કરી ગ્લેમરસ તસવીરો
સાંજે ઘરના દરવાજા પર રાખો આ 1 વસ્તુ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન!
રોજ ખાલી પેટ કોથમીરના પાન ચાવવાથી જાણો શું થાય છે?

હવામાન વિભાગની વિગતો મુજબ ઓગસ્ટ મહિનામાં ઓછો વરસદ વરસ્યો હોય એવુ અંતિમ 10 વર્ષમાં પહેલી વાર બન્યું છે.અગાઉ 2015માં આવી એક પેટર્ન હતી જ્યાં ઓછો વરસાદ હતો અને આ વર્ષે પણ આમ જ રહ્યું છે. જેમાં અલનીનોની અસરના કારણે આવી પેટર્ન રહી ઓછો વરસાદ રહ્યાનું હવામાન વિભાગે જણાવ્યુ હતુ.

સિઝનમાં 94 ટકા વરસાદ નોંધાયો

જોકે જુલાઈ મહિનામાં સારો વરસાદ રહ્યો હતો જેને લઈ રાહત કેટલેક અંશે રહી હતી. જુલાઈમાં વરસાદ સારો રહેવાને લઈ વરસાદની ઘટ પુરી કરી હકતી. રાજ્યમાં હાલ સુધી સિઝનનો 94 ટકા વરસાદ નોંધાયો છે.

અધિકારીનું માનીએ તો ઓગસ્ટ મહિનામાં ઓછો વરસાદ એ ખેંચ નથી પણ ઓગસ્ટ મહિનામાં વરસાદની યોગ્ય પેટર્ન નહિ મળતા વરસાદ ઓછો રહ્યો. જ્યારે જુલાઈમાં વધુ વરસાદ રહ્યો.ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ રહ્યો છે જેમાં પાટણ, મહેસાણા,બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓછો વરસાદ નોંધાયો હતો. અમદાવાદ, અમરેલી, ભાવનગર, દ્વારકા, બોટાદ, કચ્છ, પોરબંદર, રાજકોટ, અને સુરેન્દ્રનગરમાં પણ ઓછો વરસાદ નોંધાયો છે.

હજુ વધશે તાપમાન

અમદાવાદમાં હાલ 36 ડિગ્રી અને ગાંધીનગર 35 ડિગ્રી તાપમાન છે. જેમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધી શકે છે. હાલ વરસાદની કોઈ સિસ્ટમ એક્ટિવ નહિ હોવાને કારણે અને ભેજ વાળું વાતાવરણ હોવાથી ગરમી અને બફારો છે અને માટે જ તાપમાન વધી રહ્યું છે.

 

આ પણ વાંચોઃ Shamlaji: શામળાજી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી, ભગવાનને સોનાની રાખડી અર્પણ કરાઈ

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:50 pm, Thu, 31 August 23

Next Article