Monsoon 2022: સમગ્ર ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ, વરસાદ થાય તેવી ત્રણ સિસ્ટમ સક્રિય થઇ

|

Jun 21, 2022 | 2:46 PM

દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સતત વરસાદ (Rain) વરસી રહ્યો છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા.

Monsoon 2022: સમગ્ર ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ, વરસાદ થાય તેવી ત્રણ સિસ્ટમ સક્રિય થઇ
Symbolic Image

Follow us on

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું (Rain) આગમન થઈ ગયું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની અવિરત કૃપા ઉતરી છે. જો કે મેઘરાજાની આ કૃપા હવે સમગ્ર ગુજરાત પર ઉતરશે. હવામાન વિભાગે (Meteorological Department) આપેલી માહિતી અનુસાર હાલ ગુજરાતમાં  (Gujarat) ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેથી હવે સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસશે.

સમગ્ર ગુજરાતને વરસાદ ધમરોળશે

રાજ્યમાં ધીમે-ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. છેલ્લા 24 કલાકના વરસાદની વાત કરીએ તો વલસાડના ઉમરગામમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો વલસાડમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. નર્મદાના ગરુડેશ્વરમાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. પારડી અને તિલકવાડામાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. ત્યારે હવે સમગ્ર ગુજરાતને વરસાદ ધમરોળશે. વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ ગુજરાત પર સક્રિય થઈ છે. જેના લીધે આગામી દિવસોમાં રાજ્યના સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને રાજ્યના અન્ય ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય

ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમની વાત કરીએ તો અરબી સમુદ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સિવાય રાજસ્થાન પર પણ સિસ્ટમ સક્રિય બની છે. વધુ એક વરસાદ લાવે તેવી સિસ્ટમ પણ સર્જાઈ છે. આ સિસ્ટમના લીધે આગામી દિવસોમાં રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. આ વરસાદી સિસ્ટમના કારણે ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણ તથા દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. પવન સાથે વરસાદ ખાબકતા વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થયા છે. ગિરિમથક સાપુતારામાં વરસાદી ઝાપટું પડ્યા બાદ ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું હતું, સાબરકાંઠાના હિંમતનગરમાં દોઢ ઇંચ વરસાદ વરસી જતા ઠેર ઠેર પાણીનો ભરાવો થઇ રહ્યો છે. તો બોટાદના ગઢડા તાલુકામાં વરસાદ ખાબક્યો છે.

Published On - 2:42 pm, Tue, 21 June 22

Next Article