રાજ્યમાં (Gujarat) ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર થવાથી રાજ્યમાં ભારે વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગનું (IMD) માનીએ તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ (Heavy Rain) પડશે. તો બનાસકાંઠા,સાબરકાંઠા,પાટણ, ડીસા, મહેસાણામાં (mehsana) અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આગાહી કરવામાં આવી છે.ઉપરાંત અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ રહેશે. ભારે વરસાદની આગાહીને પગલે 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઆપવામાં આવી છે.
ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર થવાથી ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે. ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તો તાપી, ભરૂચ અને પંચમહાલમાં (Panchmahal) ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. દરિયાકાંઠે પણ તેજ ગતિથી પવન ફુંકાવાની આગાહી છે. જેના પગલે માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ પર છે.
આગાહી અનુસાર 24 કલાકમાં રાજ્યના 160થી વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ (Rain) વરસ્યો છે. સૌથી વધુ કચ્છમાં સરેરાશ 140 ટકા, દક્ષિણ ગુજરાતમાં 100 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં સુરતના પલસાણામાં પોણા 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરતના બારડોલીમાં 7 ઇંચ વરસાદ છે. તાપીના વ્યારામાં 8 ઈંચ તો સોનગઢમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં ધોધમાર વરસાદ છે. અરવલ્લીના મેઘરજમાં પણ 4 ઈંચ વરસાદ વરસ્યો છે. અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 89 ટકા વરસાદ છે. સૌરાષ્ટ્રમાં 82 ટકા, ઉત્તર ગુજરાતમાં 79 ટકા વરસાદ છે.