Monsoon 2022: ગુજરાતમાં અષાઢે મેઘો અનરાધાર, અત્યાર સુધી સીઝનનો 16.44 ટકા વરસાદ વરસ્યો

|

Jul 05, 2022 | 3:37 PM

ગુજરાતમાં (Gujarat) અત્યાર સુધીમાં સારો એવો વરસાદ (Rain) નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

Monsoon 2022: ગુજરાતમાં અષાઢે મેઘો અનરાધાર, અત્યાર સુધી સીઝનનો 16.44 ટકા વરસાદ વરસ્યો
ગુજરાતમાં અષાઢ માસમાં અનરાધાર વરસાદ

Follow us on

ગુજરાતમાં (Gujarat) પર મેઘરાજાની સતત મહેરબાની ઉતરી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 4 ઈંચ વરસાદ (Rain) થયો છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે નદી-નાળા છલકાયા છે. કેટલાક વિસ્તારમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઇ છે. વરસાદના પગલે નદી-નાળાઓ છલકાયા છે. ડેમમાં પણ પાણીની આવક વધી છે. જેના કારણે ખેડૂતો (Farmers) સહિત તંત્રમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં સારો એવો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ઉમરગામમાં સાડા છ ઇંચ વરસાદ નોંધાયો છે. પારડીમાં સાડા પાંચ, પલસાણામાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. વાપીમાં પણ સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરત શહેર અને ચોર્યાસીમાં ચાર-ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં સીઝનનો 16.44 ટકા વરસાદ વરસ્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 30 જિલ્લા અને 156 તાલુકામાં વરસાદ નોંધાયો છે. બીજી તરફ રાજ્યમાં સીઝનનો અત્યાર સુધી 16.44 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં સીઝનનો સરેરાશ 12.58 ટકા વરસાદ નોંધાયો છે. તો ઉત્તર ગુજરાતમાં સીઝનનો સરેરાશ 10.86 ટકા વરસાદ ખાબક્યો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 10.54 ટકા વરસાદ નોંધાયો છે. તો સૌરાષ્ટ્રમાં સીઝનનો સરેરાશ 18.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 21.03 ટકા વરસાદ નોંધાયો છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

હજુ 5 દિવસ વરસાદની આગાહી

આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ રાજ્યભરમાં સારો વરસાદ વરસશે. જેમા 7 અને 8 તારીખે અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં દબાણ સર્જાવાના કારણે વાતાવરણમાં તેની અસર જોવા મળી રહી છે. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 4 ઈંચ વરસાદ થયો છે. રાજ્યમાં હજુ પણ 34 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે.

 

Published On - 12:05 pm, Tue, 5 July 22

Next Article