અમદાવાદમાં ઓગસ્ટ સુધી ફેસ 1ના સંપૂર્ણ રૂટ પર દોડશે મેટ્રો ટ્રેન : સૂત્ર

આ જ કામગીરીના ભાગરૂપે શુક્રવારે ફેસ 1 ના ગ્યાસપુર અને જીવરાજ રૂટ પર મેટ્રો ટ્રેનનું પ્રિ-ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. શુક્રવારે મોડી સાંજે ગ્યાસપુર અને જીવરાજ રૂટ પર મેટ્રો ટ્રેનનું પ્રિ ટેસ્ટિંગ કરવામાં આવ્યું.

અમદાવાદમાં ઓગસ્ટ સુધી ફેસ 1ના સંપૂર્ણ રૂટ પર દોડશે મેટ્રો ટ્રેન : સૂત્ર
Metro train will run on full route of Phase 1 in Ahmedabad till August: Source
| Edited By: | Updated on: Feb 19, 2022 | 3:29 PM

અમદાવાદ (Ahmedabad) શહેરને પરિવહન ક્ષેત્ર સુવિધા આપવા માટે રાજય સરકાર (Gujarat Government) દ્વારા મેટ્રો પ્રોજેકટ (Metro project)લાવવામાં આવ્યો. જે મેટ્રો પ્રોજેકટની શરૂઆત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક 6 કિલોમીટરના રૂટમાં પહેલી ટ્રેનની શરૂઆત કરી. જે બાદ મેટ્રો ટ્રેન પ્રોજેકટની કામગીરી પુરજોશ આગળ વધી રહી છે. ત્યારે આગામી ઓગસ્ટ મહિનામાં આજ ફેસ 1 ના તમામ રૂટ પર અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડતી થાય તે નિર્ધાર સાથે મેટ્રો રેલ પ્રોજેકટ તંત્ર કામ કરી રહ્યું છે.

ફેસ 1 ની ટાઈમ લાઇનને લઇને કામગીરી પુરજોશમાં

ત્યારે આ જ કામગીરીના ભાગરૂપે શુક્રવારે ફેસ 1 ના ગ્યાસપુર અને જીવરાજ રૂટ પર મેટ્રો ટ્રેનનું પ્રિ-ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. શુક્રવારે મોડી સાંજે ગ્યાસપુર અને જીવરાજ રૂટ પર મેટ્રો ટ્રેનનું પ્રિ ટેસ્ટિંગ કરવામાં આવ્યું. જેમાં રૂટ પર પાવર વોલ્ટેજ કેટલો છે ? ટ્રેક યોગ્ય છે કે કેમ ? કોઈ સુધારા કરવાની જરૂર છે કે કેમ ? તેવી વિવિધ બાબતોનું નિરીક્ષણ કરવામાં આવ્યું.

અમદાવાદમાં મેટ્રો ટ્રેન પ્રોજેકટની વાત કરીએ તો 40 કિલોમીટરનો રૂટ છે. જેમાં વસ્ત્રાલથી એપરલ પાર્કના 6 કિલો મિત્ર રૂટ પર 6 સ્ટેશન સાથે હાલ મેટ્રો ટ્રેન તે રૂટ પર દોડી રહી છે. તો અન્ય 34 કિલો મીટર રૂટ પર 26 સ્ટેશનની કામગીરી ચાલુ છે. જેમાં એપરલ પાર્કથી શાહપુર સુધી અંડર ગ્રાન્ડ ટનલનું પણ કામ પૂરું થવાના આરે છે. જે તમામ કામ ઓગસ્ટ મહિના સુધી પૂર્ણ કરી પુરા રૂટ પર મેટ્રો ટ્રેન દોડાવવાનો નિર્ધાર નક્કી કરાયો છે. જોકે સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.

આ કામગીરી દરમિયાન સૌથી વધુ અડચણ ગ્યાસપુર અને જીવરાજ રૂટ પર સર્જાઈ હતી. કેમ કે આ રૂટ પર એક કંપનીને સોંપેલ કામગીરી દરમિયાન કામ પૂર્ણ ન કરતા કંપની પાસે કામ બંધ કરાવ્યું હતું. જેના કારણે કામમાં 1 વર્ષ કરતા વધુ સમયનો વિલંબ થયો હતો. જોકે બાદમાં તે જ કંપનીને કામ સોંપવામાં આવ્યું અને કોરોના કાળ બાદ કામ ઝડપી બનાવતા તે જ કંપનીને સોંપેલ કામના રૂટ પર શુક્રવારે મેટ્રો ટ્રેનનું પ્રિ ટેસ્ટિંગ કરવામાં આવ્યું.

મહત્વનું છે કે આ પ્રિ ટેસ્ટિંગ બે સપ્તાહ ચાલશે. જે બાદ તમામ ક્ષતિ દૂર કર્યા બાદ ફાઇનલ ટ્રાયલ લેવામાં આવશે. અને બાદમાં રૂટ પર ટ્રેન દોડાવવામાં આવશે. જેથી મેટ્રો ટ્રેન દ્વારા મુસાફરોને સારી અને સુરક્ષિત સલામત મુસાફરી પુરી પાડી શકાય.

આ પણ વાંચો : અમદાવાદ : થલતેજ ગુરુદ્વારા પાસે અંડર પાસ જેવો જ પાલડી જલારામ મંદિર પાસે અંડર પાસ બનશે

આ પણ વાંચો : લંડનના ફેશન સ્ટાર્ટઅપ ‘મટેરા’ને ગુજરાતમાં માન્યતા મળી, ગુજરાતમાં કામગીરી શરૂ કરનાર પ્રથમ વિદેશી સ્ટાર્ટઅપ બન્યું મટેરા