Gujarat માં વરસાદ ખેંચાતા હવામાન વિભાગે વ્યક્ત કરી ચિંતા, સપ્ટેમ્બરમાં વરસાદ નહીં થાય તો ઘટ પુરવી અશક્ય

|

Aug 24, 2021 | 7:29 PM

હવામાન વિભાગે કહ્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 47 ટકા વરસાદની ઘટ છે.  આની  સાથે જ આગામી પાંચ દિવસમાં સારા વરસાદની કોઇ અપેક્ષા નથી.

ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે. જેમાં ખાનગી હવામાન એજન્સી સ્કાઇમેટે ગુજરાતમાં દુષ્કાળની આશંકા સેવી છે ત્યારે હવે હવામાન વિભાગે પણ રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે.હવામાન વિભાગે કહ્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 47 ટકા વરસાદની ઘટ છે.  આની  સાથે જ આગામી પાંચ દિવસમાં સારા વરસાદની કોઇ અપેક્ષા નથી.  જો સપ્ટેમ્બરમાં સારો વરસાદ નહીં થાય તો વરસાદની ઘટ પૂરી થાય તેવી કોઇ શક્યતા ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી. રાહત કમિશનરએ જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી રાજયમાં ૦૮ જિલ્લાના ૧૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે નવસારી તાલુકામાં ૧૩ મી.મી વરસાદ પડ્યો છે. રાજયમાં અત્યાર સુધી તા.૨૪/૦૮/૨૦૨૧ અંતિત ૩૫૦.૩૩મી.મી. વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મી.ની સરખામણીએ ૪૧.૭૧ ટકા છે.

IMDના અઘિકારીએ જણાવ્યુ છે કે, પાંચ દિવસની હવામાનની આગાહી જોતાં ગુજરાત રાજયમાં હાલ ઓછા વરસાદની સંભાવના છે જો કે આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની સંભાવના રહેલી છે.

કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે તા. તા.૨૩ ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં અંદાજીત ૮૦.૦૬ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન ૮૦.૬૪ લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૩.૫૯ ટકા વાવેતર થયુ છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધીએ લગાવ્યો આરોપ, 70 વર્ષમાં ઉભી કરાયેલી સંપત્તિ વેચી રહી છે મોદી સરકાર

આ પણ વાંચો :  AHMEDABAD : પાટીદાર આંદોલન 2.0 ની તૈયારીઓ, SPGના લાલજી પટેલે આપ્યું આ નિવેદન

 

Next Video