રાહુલ ગાંધીએ લગાવ્યો આરોપ, 70 વર્ષમાં ઉભી કરાયેલી સંપત્તિ વેચી રહી છે મોદી સરકાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં મોદી સરકાર પર મોટો આરોપ મૂક્યો છે.

રાહુલ ગાંધીએ લગાવ્યો આરોપ, 70 વર્ષમાં ઉભી કરાયેલી સંપત્તિ વેચી રહી છે મોદી સરકાર
Rahul Gandhi - File Photo

કોંગ્રેસ(Congress)  નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) એ પત્રકાર પરિષદમાં મોદી સરકાર પર મોટો આરોપ મૂક્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે મોદી સરકાર(Modi Government)  70 વર્ષમાં ઉભી કરાયેલી સંપત્તિ વેચી રહી છે.

આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે પીએમ મોદી ઉદ્યોગપતિ મિત્રો સાથે મળીને યુવાનો પર આક્રમણ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભાજપનો નારો હતો કે 70 વર્ષમાં કશું નથી થયું. જ્યારે વડાપ્રધાને બધું વેચી દીધું. રાહુલ ગાંધીએ કહ્યું તમારી જોડેથી તમારો રોજગાર છીનવી લીધો.

તેમજ આક્ષેપ લગાવ્યો કે કોરોનાના કશું જ કરવામાં આવ્યું નથી. આજે હું વાંચવા માંગુ છું કે વડાપ્રધાન પોતાના મંત્રીઓને શું -શું વેચી રહ્યા છે. રેલ્વેને ખાનગી હાથોમાં આપી દીધી

રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ખાનગીકરણની વિરુદ્ધ નથી પરંતુ અમે ખાનગીકરણ તર્ક સાથે કર્યું હતું. અમે રણનીતિક ઉદ્યોગોનું ખાનગીકરણ કર્યું નથી અને અમે રેલ્વેને રણનીતિક ઉદ્યોગ તરીકે માનીએ છીએ કારણ કે તે લાખો કરોડો લોકોને પરિવહન કરે છે અને લાખો લોકોને રોજગારી પણ આપે છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે લાંબા સમયથી ખોટ કરનારા ઉદ્યોગોનું ખાનગીકરણ કર્યું છે. અમે એવી કંપનીઓનું ખાનગીકરણ કર્યું છે કે જેનો ન્યૂનતમ બજાર હિસ્સો છે. અમે કોઈ ચોક્કસ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રના એકાધિકારને અટકાવવાની ક્ષમતા સાથે જાહેર ક્ષેત્રના સાહસોનું ખાનગીકરણ કર્યું નથી.

રાહુલ ગાંધીએ કહ્યું કે આ તમામ ખાનગીકરણ ઇજારાશાહી માટે કરવામાં આવી રહ્યું છે. જેમાં પાવર, ટેલિકોમ, વેરહાઉસિંગ, માઇનિંગ, એરપોર્ટ, પોર્ટનું ખાનગી કરણ કરવામાં આવી રહ્યું છે, તમે જાણો છો કે કોના હાથમાં બંદરો છે કોને એરપોર્ટ મળી રહ્યા છે.

ઇજારાશાહી સાથે જ તમને રોજગાર મેળવાનું બંધ થશે. આ દેશના તમામ નાના અને મધ્યમ ઉદ્યોગો જે તમને આવતીકાલે રોજગાર આપશે તે બંધ થઈ જશે

આ પણ વાંચો : Tokyo Paralympics કેપ્ટન વિરાટ કોહલીનો ટોક્યો પેરાલિમ્પિકના ખેલાડીને વિરાટ સંદેશ, કહ્યું છા જાઓ !

આ પણ વાંચો : Maharashtra: FIR પછી નારાયણ રાણેએ કહ્યું – મારા વિરુધ્ધ આદેશ કાઢનારા રાષ્ટ્રપતિ થોડા છે ? હુ નાનો માણસ નહી કેન્દ્રીય પ્રધાન છુ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati