અમદાવાદ: હાઉસ રેન્ટની વેબસાઈટ પર ફેક પ્રોફાઈલ બનાવી ભેજાબાજે યુવતી પાસેથી પડાવ્યા રૂપિયા

|

Nov 05, 2022 | 6:17 PM

Crime New: અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં રહેતા આરોપીએ એક યુવતી સાથે ઓનલાઈન છેતરપિંડી આચરી છે. હાઉસ રેન્ટની વેબસાઈટ પર ફેક પ્રોફાઈલ બનાવી યુવતીને ઘર અપાવવાના નામે પૈસા પડાવી લઈ છેતરપિંડી આચરી.

અમદાવાદ: હાઉસ રેન્ટની વેબસાઈટ પર ફેક પ્રોફાઈલ બનાવી ભેજાબાજે યુવતી પાસેથી પડાવ્યા રૂપિયા
ઓનલાઈન ઠગાઈ કરનાર આરોપી

Follow us on

અમદાવાદમાં હાઉસ રેન્ટની વેબસાઈટ પર ફેક પ્રોફાઈલ બનાવી યુવતી પાસેથી રૂપિયા પડાવનાર એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે. સાયબર ઠગાઈની નવી મોડેલ્સ ઓપરેન્ડી સામે આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી સઘન પૂછપરથ હાથ ધરી છે. ઘાટલોડિયા પોલીસે યુવતીની ફરિયાદને આધારે કાર્યવાહી કરતા સાયબર ક્રાઈમ દ્વારા ઠગાઈ કરનાર આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ સોનીની ધરપકડ કરી છે.

હાઉસ રેન્ટની વેબસાઈટ પર એજન્ટના નામે બનાવી ફેક પ્રોફાઈલ

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા આરોપીએ ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે છેતરપિંડી કરતા તેની ધરપકડ કરવામાં આવી છે. જેમાં યુવતીને ભાડે મકાન લેવું હોય તેણે હાઉસ રેન્ટની વેબસાઈટ ઉપર સર્ચ કરતા આરોપી સાથે સંપર્ક થયો હતો. આરોપીએ તેની પાસે ટુકડે ટુકડે પૈસા પડાવ્યા હતા અને તેને મકાન ભાડે ન આપીને છેતરપિંડી આચરી હતી. જે મામલે યુવતીએ ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

યુવતીને મકાન અપાવવાના નામે દલાલી પેટે એડવાન્સ પૈસા પડાવ્યા

આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરતા સામે આવ્યું કે અગાઉ તેને પણ મકાન ભાડે લેવું હતુ. તેણે આ પ્રકારે વેબસાઈટ પર સર્ચ કર્યું હતું. જેથી તેને આ પ્રકારે છેતરપિંડી કરી શકાય તેવી જાણ થતા પોતે હાઉસ રેન્ટની વેબસાઈટ ઉપર ફેક પ્રોફાઈલ બનાવીને એડવાન્સ દલાલી પેટે યુવતી પાસેથી પૈસા પડાવ્યા હતા. જોકે બાદમાં તેણે મકાનની ડિપોઝિટના પૈસા પહેલા માંગતા યુવતીએ સાયબર ક્રાઇમનો ગુનો નોંધાવતા ઘાટલોડિયા પોલીસે આરોપીની ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઘાટલોડિયાના પીઆઈ આર.જે. ચૌધરીના જણાવ્યા મુજબ અભ્યાસ કરતી યુવતી ભાડાના મકાનમાં રહેતી હતી. તેને મકાન બદલાવાનુ હોવાથી હાઉસ રેન્ટ વેબસાઈટ પર મકાન સર્ચ કર્યુ હતુ. આ સર્ચિંગ દરમિયાન મળેલા રિઝલ્ટમાં તેને મકાન અને રેન્ટ અનુકૂળ આવતા તે મકાનની જાહેરાત મુકનાર એજન્ટ જોડે વાતચીત શરૂ કરી હતી. જેમા દલાલે એડવાન્સ પેટે પૈસા જમા કરવા જણાવ્યુ હતુ. ત્યારબાદ મકાન બતાવશે તેવુ જણાવ્યુ હતુ.

યુવતીએ એડવાન્સ પેટે 1,000 રૂપિયા ગૂગલ પેથી ટ્રાન્સફર કર્યા હતા. આ રીતે તેમણે ફરી 1000 રૂપિયા માગ્યા હતા મકાન બતાવવા માટે. પરંતુ મકાન બતાવ્યુ ન હતુ. ત્યારબાદ ફરી તેમણે એડવાન્સ પેટે પૂરેપૂરા પૈસા જમા કરવાનુ કહી યુવતી પાસેથી પૈસા પડાવ્યા હતા અને તેને મકાન બતાવ્યુ ન હતુ અને ત્યારબાદ યુવતીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

પકડાયેલો આરોપી કોઈ કામ ધંધો કરતો ન હતો અને પોતાની પૈસાની જરૂરિયાત પૂરી કરવા માટે તેણે આ ફ્રોડ કર્યો હોવાની કબુલાત કરી હતી. ત્યારે આરોપીએ અગાઉ કેટલા લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી આચરી છે, તે દિશામાં પણ ઘાટલોડિયા પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Article