ચોમાસુ આવતા જ વરસાદ સહેજ પડ્યો નથી કે રસ્તાઓ પર ખાડાઓનુ રાજ શરુ થઈ જતુ હોય છે. રસ્તાઓ કોણ જાણે કેવા મટીરીયલ અને કેવા સુપરવિઝન હેઠળ તૈયાર કરવામાં આવે છે કે, રસ્તાઓ સાવ તકલાદી બનીને તૂટી જઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં નરોડા વિસ્તારમાં આવી જ સમસ્યાથી લોકો પરેશાન બન્યા છે. વરસાદના કારણે શહેરમાં અનેક રસ્તાઓ ધોવાયા. જેમાં સૌથી વધારે રસ્તાઓની હાલત ખરાબ હોય તો તે શહેરના મધ્ય ભાગમાં આવેલા વિસ્તારોની. પરંતુ તેની સાથે પૂર્વમાં આવેલા વિશાલા થી લઈને નરોડા જતા રસ્તા ની હાલત પણ ખરાબ બની છે. જે ખરાબ રસ્તા ના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.
પૂર્વ વિસ્તારમાં આવેલ વિશાલા નરોડા હાઇવે કે જે સૌથી વ્યસ્ત રસ્તો છે. જ્યાં દરરોજ હજારો વાહનો પસાર થતા હોય છે. અને જો ત્યાં રસ્તાની હાલત ખરાબ થાય તો અંદાજો લગાવી શકાય કે તેની અસર કેટલા વાહનો અને વાહન ચાલકોને પડી શકે છે. આવી જ પરિસ્થિતિ સર્જાઈ છે. કે જ્યાં વિશાલાના શાસ્ત્રી બ્રિજ થી લઈને નરોડા સુધી ના રસ્તા પર અલગ અલ સ્થળે નાના નાના પેચમાં રસ્તા પર ખાડા પડયા છે.
ખરાબ રસ્તા. રસ્તા પર પડેલા ખાડામાં પછડાતા વાહનો અને રસ્તા પર ચાલી રહેલ આ કામગીરી. જે ખાડાના કારણે અને ખરાબ રસ્તા ના કારણે લોકો પરેશાન છે. અને તેમાં પણ સૌથી વધુ હાલાકી ઘોડાસર ચાર રસ્તા પર સર્જાઈ છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જોકે બ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. જે કામ થી લોકો પરેશાન છે. તો સૌથી વધુ ખરાબ રસ્તા પણ તે બ્રિજ પાસે જ છે. જે સમસ્યા માંથી લોકો મુક્તિ ઇચ્છી રહ્યા છે.
એટલું જ નહીં પણ નારોલ પાસે કોઝી હોટેલ ચાર રસ્તા પર પણ રસ્તાની હાલત ખરાબ છે. સર્વિસ રોડ બેહાલ છે. જ્યાં ખાડા પડેલા અને પાણી ભરાયા છે. તેમજ ચાર રસ્તા પર અવાર નવાર ખાડા પડવાના પણ લોકોના આક્ષેપ છે. જેના કારણે સ્થાનિક અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના લોકો પરેશાન છે. તો CTM વિસ્તારમાં નીચેનો રસ્તો બંધ કરતા અને બમ્પ બનાવતા તેની કોઈ કોઈ સાઈન બોર્ડ નહીં મુક્યા હોઈ અકસ્માત સર્જાતા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. તો કેડીલા બ્રિજ પર પણ રસ્તા પર ખાડા પડયા છે. જે તમામ બાબત થી લોકો પરેશાન છે.
અમદાવાદ શહેર કે જે વિકસતું શહેર અને સ્માર્ટ તરીકે ઓળખાય છે. માટે જ લોકો અમદાવાદ શહેરમાં રહેવા અને વેપાર ધંધા કરવાનું પસંદ કરે છે. જેના કારણે શહેરના વિસ્તાર અને વસ્તીમાં વધારો થયો છે. જેની સામે કોર્પોરેશન દ્વારા પ્રાથમિક સુવિધા આપવાના દાવાઓ પણ કરાય છે. પરંતુ આ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. જેની ચાડી નારોલ નરોડા હાઇવે ના આ રસ્તા ખાઈ રહ્યા છે.
Published On - 2:46 pm, Fri, 29 September 23