Gujarati NewsGujaratAhmedabadMany railway trains in Gujarat will be affected due maintenance work between Pardi and Atul stations
ગુજરાતના પારડી અને અતુલ સ્ટેશન વચ્ચે મેન્ટેનન્સ કામગીરીના લીધે 2 જૂનના રોજ રેલવેની અનેક ટ્રેનો પ્રભાવિત થશે
ગુજરાતમાં(Gujarat) પારડી અને અતુલ સ્ટેશન વચ્ચે રોડ ઓવર બ્રિજના નિર્માણ માટે 2 જૂનના રોજ લેવામાં આવનાર ટ્રાફિક અને પેવર બ્લોકને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેન વ્યવહારને અસર થશે
ગુજરાતમાં(Gujarat) પારડી અને અતુલ સ્ટેશન વચ્ચે રોડ ઓવર બ્રિજના નિર્માણ માટે 2 જૂનના રોજ લેવામાં આવનાર ટ્રાફિક અને પેવર બ્લોકને કારણે પશ્ચિમ રેલવેની(Western Railways) કેટલીક ટ્રેન વ્યવહારને અસર થશે. આ અંગે પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે આ માહિતી આપી છે. મુસાફરોને હાલાકી ન પડે તેથી રેલવે દ્વારા ટ્રેનોની વિગતો આપવામાં આવી છે.
2જી જૂન, 2022 ના રોજ રદ કરાયેલી ટ્રેનો:
ટ્રેન નંબર 09153 ઉમરગામ રોડ-વલસાડ મેમુ
ટ્રેન નંબર 09154 વલસાડ-ઉમરગામ રોડ મેમુ
2જી જૂન, 2022 ના રોજ ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે:
ટ્રેન નંબર 09085 બોરીવલી – વલસાડ મેમુ પારડી ખાતે ટૂંકી સમાપ્ત થશે અને પારડી અને વલસાડ વચ્ચે રદ રહેશે.
2 જૂન, 2022ના રોજ રેગ્યુલેટ કરવામાં આવનારી ટ્રેનો: