મન કી બાત કાર્યક્રમને લઈ ડોક્ટરોનું વિશેષ આયોજન, IMA દ્વારા 1244 જગ્યા પર ગુજરાતમાં આયોજન

|

Apr 29, 2023 | 7:00 PM

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત રાજ્ય શાખા દ્વારા રવિવાર 30મી એપ્રિલના રોજ સવારે 11.00 થી 11.30 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાતનો 100મો એપિસોડ ઉજવવામાં આવશે. 300 જેટલી કોલેજ માં ગુજરાત માં મનકી કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવશે.

મન કી બાત કાર્યક્રમને લઈ ડોક્ટરોનું વિશેષ આયોજન, IMA દ્વારા 1244 જગ્યા પર ગુજરાતમાં આયોજન

Follow us on

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્ર્મને 100 એપિસોડ પૂર્ણ થવાના આરે છે. જોકે આ ઉજવણીના ભાગ રૂપે IMA ગુજરાત ની તમામ બ્રાંચ એક મંચ પર ભેગી ઠાવનો નિર્ણય કરવામાં આવ્યો છે. IMAની 116 શાખા માં 100 મો મનકીબાત કાર્યક્રમ યોજાશે. અમદાવાદ મેડિકલ એસોશીયેશન દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત તમામ માં 100 થી વધુ જગ્યા એ કાર્યક્રમ યોજાશે.

નરેન્દ્ર મોદીની મન કી બાતનો 100મો એપિસોડ

રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા પણ 300 જેટલી કોલેજ માં ગુજરાત માં મનકી કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવશે. જેમાં 35 મેડિકલ કોલેજ, 13 ડેન્ટલ કોલેજ, 86 ફિઝીઓથેરાપી કૉલેજ, 235 નર્સિંગ કૉલેજ માં આયોજન કરવાનું નક્કી કરાયું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત રાજ્ય શાખા દ્વારા રવિવાર 30મી એપ્રિલના રોજ સવારે 11.00 થી 11.30 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાતનો 100મો એપિસોડ ઉજવવામાં આવશે.

પ્રવૃત્તિઓની તસવીરો મેળવશે અને તેમને આપવામાં આવેલ લિંક પર અપલોડ કરશે

IMA ગુજરાતે આ મિશનમાં જોડાવા માટે ગુજરાત રાજ્યની દરેક સ્થાનિક શાખા, હોસ્પિટલો, ક્લિનિક્સ અને તમામ મેડિકલ કોલેજો અને અન્ય પેરામેડિકલ સંસ્થાઓ સાથે સંકલન કરવાની પહેલ કરી છે. દરેક સ્થાનિક બ્રાંચ કો-ઓર્ડિનેટર આવતીકાલની મન કી બાત કાર્યક્ર્મને લઈ બહોળો ઉત્સાહ બતાવી રહ્યા છે. આ કાર્યક્ર્મમાં સંકલન માટે દરેક સંસ્થાઓ, હોસ્પિટલો અને IMA શાખાઓમાં સયોજકો નિયુક્ત કરવામાં આવ્યા છે. જે તમામ તેમની સંસ્થાની પ્રવૃત્તિઓની તસવીરો મેળવશે અને તેમને આપવામાં આવેલ લિંક પર અપલોડ કરશે.

લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
અમદાવાદની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે? જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે

35 મેડિકલ કોલેજ, 13 ડેન્ટલ કોલેજ, 86 ફિઝિયોથેરાપી કોલેજ અને 235 નર્સિંગ કોલેજો ભાગ લેશે

દરેક મુખ્ય શહેરની 100 થી વધુ વિવિધ હોસ્પિટલો (રાજકોટ સિવાય) એટલે કે અમદાવાદ, વડોદરા અને સુરત; અને ગુજરાત રાજ્યના ત્રણ ઝોન (મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ)માંથી દરેક અન્ય વિવિધ જિલ્લાઓની 100 જુદી જુદી હોસ્પિટલો ભાગ લેશે. આ ઉપરાંત કુલ 35 મેડિકલ કોલેજ, 13 ડેન્ટલ કોલેજ, 86 ફિઝિયોથેરાપી કોલેજ અને 235 નર્સિંગ કોલેજો ભાગ લેશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની કુલ 111 સ્થાનિક શાખાઓ તેમના વિસ્તારમાં બે અલગ-અલગ કેન્દ્રો પર આયોજન કરશે. સૌથી મહત્વની વાત કે આ કાર્યક્રમ ગુજરાતના 1244 થી વધુ કેન્દ્રો પર યોજાશે.

આ પણ વાંચો : અમદાવાદના આંગણે આગામી 13 મે થી 28 મે સુધી યોજાશે પાક મહોત્સવ, ખેડૂતોની આવક બમણી કરવા આયોજન

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત રાજ્ય શાખાએ તમામ સહભાગીઓને તેમની શાખા કચેરીઓ,તેમના ક્લિનિક્સ,હોસ્પિટલો, સંસ્થાઓ પર લાઈવ સ્ટ્રીમિંગનું આયોજન કરવા વિનંતી કરી છે જ્યાં ડૉક્ટરો, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય લોકો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 100મા એપિસોડને જોવા અને ઉજવણી કરવા મહત્તમ સંખ્યામાં એકઠા થશે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 6:45 pm, Sat, 29 April 23

Next Article