Gujarat માં પ્રવાસી શિક્ષકોના અભાવે શૈક્ષણિક કાર્ય પર અસર થશે, જૂની પ્રણાલી મુજબ ભરતી કરવા દેવા સંચાલકોની માગ

હાલ શાળાઓમાં 7 હજાર શિક્ષકોની ઘટ છે. આ સિવાય આચાર્ય ભરતી માટેની HMAT ના કારણે પણ બે હજાર અન્ય શિક્ષકોની જગ્યા ઉભી થશે. એટલે અંદાજીત એ ઘટ 9 થી 10 હજારની થશે.

Gujarat માં  પ્રવાસી શિક્ષકોના અભાવે શૈક્ષણિક કાર્ય પર અસર થશે, જૂની પ્રણાલી મુજબ ભરતી કરવા દેવા સંચાલકોની માગ
Gujarat  Pravasi shikshak
| Edited By: | Updated on: Jun 06, 2023 | 7:56 AM

Ahmedabad : ગુજરાતમાં(Gujarat)  નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે. 35 દિવસના વેકેશન બાદ નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થતા બાળકો શાળાએ પહોંચ્યા હતા. જો કે નવા શૈક્ષણિક સત્રમાં જ પ્રવાસી શિક્ષકોના ( Pravasi shikshak )  હોવાના કારણે બાળકોના શિક્ષણ પર અસર થવાની શક્યતાઓ છે. નવા નિયમ મુજબ ટાટ પાસને જ પ્રવાસી શિક્ષક તરીકે લઈ શકાતા હોવા છતાં શાળા સંચાલકોએ ટાટ પાસ ઉમેદવારોના મળે ત્યાં સુધી જૂની વ્યવસ્થા મુજબ બીએડ પાસને પ્રવાસી શિક્ષક તરીકે ભરવા દેવા માંગ કરી છે.

35 દિવસના લાંબા ઉનાળુ વેકેશન બાદ આજથી રાજ્યભરની શાળાઓ માં શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ છે. જો કે સ્થિતિ એવી છે કે શિક્ષકોની ઘટના કારણે શૈક્ષણિક કાર્ય પર અસર થઈ શકે છે. કાયમી શિક્ષકોની કમીને દૂર કરવા સરકાર શાળાઓમાં પ્રવાસી શિક્ષકો આપે છે. સામાન્ય સંજોગોમાં આ શિક્ષકો શાળાની શરૂઆત સાથે જ આપવામાં આવતા હોય છે.

પ્રવાસી શિક્ષકો માટે પણ ટેટ-ટાટ ફરજિયાત કરાયું

પરંતુ આ વર્ષે પ્રવાસી શિક્ષકો માટે પણ ટેટ-ટાટ ફરજિયાત કરાયું છે. જેના કારણે પ્રવાસી શિક્ષકો શાળાઓને જલ્દી મળવાની સ્થિતિ નથી. કારણ કે 4 જૂનના રોજ ટાટ પરીક્ષા યોજાઈ. જેની મેઇન્સ આગામી 18 જૂને લેવાશે. ત્યારબાદ પરિણામ અને પ્રવાસી શિક્ષક તરીકે ભરતી સહિતની પ્રક્રિયામાં લાંબો સમય વીતી શકે છે. જ્યાં સુધી પ્રવાસી શિક્ષકો ના ફાળવાય ત્યાં સુધી ઓછા શિક્ષકોએ શાળા ચલાવવી પડે એવી સ્થિતિ છે.

પ્રવાસી શિક્ષકો અંગેના નિયમોના કારણે તાત્કાલિક શિક્ષક મળવાની શક્યતાઓ ઓછી છે ત્યારે શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે શિક્ષણ વિભાગને એમ છે કે થોડા દિવસ મોડા શિક્ષકો આપીશું તો શું ચાલી જશે. જો કે આ સમયગાળો 2 મહિનાનો હોઈ શકે છે. અને એના જ કારણે જૂની વ્યવસ્થા મુજબ હાલ શાળાઓને બીએડ પાસ પ્રવાસી શિક્ષકો રાખવાની મંજૂરી આપવી જોઈએ.

જો રાહ જોવામાં આવશે તો 2 મહિનાનો સમય નીકળી જશે. હાલ શાળાઓમાં 7 હજાર શિક્ષકોની ઘટ છે. આ સિવાય આચાર્ય ભરતી માટેની HMAT ના કારણે પણ બે હજાર અન્ય શિક્ષકોની જગ્યા ઉભી થશે. એટલે અંદાજીત એ ઘટ 9 થી 10 હજારની થશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:55 am, Tue, 6 June 23