Ahmedabad : 26 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2023ની કવોલિફાયર-2 મેચ રમાઈ હતી. વરસાદને કારણે આ મેચનો ટોસ 7.45 કલાકે થયો હતો. જ્યારે મેચની શરુઆત 8 કલાકે થઈ હતી. શુભમન ગિલની શાનદાર સેન્ચુરી અને મોહિત શર્માની 5 વિકેટને કારણે ગુજરાત ટાઈટન્સની ટીમે મુંબઈ ઈન્ડિયન્સ પર 62 રનથી વિજય મેળવ્યો હતો. આ જતી સાથે જ ગુજરાત ટાઈટન્સની ટીમ ફાઈનલમાં પહોંચી છે.
આ કવોલિફાયર-2 મેચમાં 2 ઈનિંગ વચ્ચે મિડ ટાઈમ શો યોજાયો હતો. આ શોમાં ગુજરાતી સિંગર કિંજલ દવે એ પોતાના અવાજથી સૌને મોજ કરાવી દીધી હતી. કિંજલ દવે એ પોતાના પરફોર્મન્સના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે. તેના ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કેપ્શનમાં પરથી જણાવા મળી રહ્યું છે કે આવા મોટા કાર્યક્રમમાં પરફોર્મન્સ કરવાનું તેનું સ્વપ્વ પૂરુ થયું છે.
Amazing experience of listening #KinjalDave live at the mid innings!!!@Imdevvvofficial @sha pic.twitter.com/II8YmMEWQ4
— Dhruvil Trivedi (@Dhruvil_93) May 27, 2023
@Kinjaldavemusic is on 🔥#GTvMI #NarendraModiStadium #IPLFinal #Qualifier2 #KinjalDave #IPL2K23#Aavade pic.twitter.com/pSBM4q2gsv
— Parthik Chaudhary (@Parthik1111) May 26, 2023
આધિકારિક જાહેરાત કરવામાં આવી છે કે, આઈપીએલની કલોઝિંગ સેરેમનીમાં રેપર કિંગ અને ડીજે ન્યૂક્લિયા પરફોર્મ કરતા જોવા મળશે. તેમની સાથે સાથે મિડ ટાઈમ શો માટે ડિવાઈન અને જોવિધા ગાંધી ફેન્સને મનોરંજન આપતા જોવા મળશે. આઈપીએલ 2023ની આ બંને મહત્વની મેચો માટે નમો સ્ટેડિયમમાં તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરની હકુમત હેઠળનો સમગ્ર વિસ્તાર, આ હુકમ તા.૨૬/૦૫/૨૦૨૩.૨૮/૦૫/૨૦૨૩ સુધી અમલમાં રહેશે.👇
આઈ.પી.એલ ક્રિકેટ મેચની કોઈ પણ વ્યકિત પોતાની પાસે વધુમાં વધુ ૦૩ (ત્રણ) ટીકીટથી વધુ ટીકીટ રાખી શકશે નહિ તેમજ નિયત કિંમત સિવાય વધુ દરથી ખરીદ કે વેચાણ કરી શકશે નહી
👇👇 pic.twitter.com/89afGnjMc1— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) May 26, 2023
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન GMRC દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે અમદાવાદમાં રમાનારી મેચને ધ્યાનમાં રાખીને જીએમઆરસી GMRCએ સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે. જેમાં રુપિયા 25ના ફિક્સ દર પર કોઈ પણ મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમ સુધી મુસાફરી કરી શકાશે.