ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે જેની ઠુંમરની નિમણૂક

ગુજરાતમાં કોંગ્રેસના ઉપ પ્રમુખ, જિલ્લા પ્રમુખો અને મહામંત્રીની વરણી બાદ હવે રાજ્ય મહિલા કોંગ્રેસના પ્રમુખની પણ વરણી કરવામાં આવી છે. જેમાં જેની વિરજી ઠુંમરની નિમણૂક કરવામાં આવી છે. જેની ઠુંમર ધારાસભ્ય વિરજી ઠુંમરના પુત્રી છે. ગુજરાતે કોંગ્રેસે ઘણા લાંબા સમય બાદ સૌરાષ્ટ્રમાંથી મહિલા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરી છે.

| Edited By: | Updated on: Mar 27, 2022 | 8:38 PM

ગુજરાતમાં વિધાનસભાની(Gujarat Assembly)  ચુંટણીને લઇને રાજ્યમાં કોંગ્રેસે(Congress)  સંગઠન પુન રચનાની શરૂઆત કરી છે. જેમાં ગુજરાતમાં કોંગ્રેસના ઉપ પ્રમુખ, જિલ્લા પ્રમુખો અને મહામંત્રીની વરણી બાદ હવે રાજ્ય મહિલા કોંગ્રેસના પ્રમુખની પણ વરણી કરવામાં આવી છે. જેમાં જેની વિરજી ઠુંમરની(Jenny Thummar)  નિમણૂક કરવામાં આવી છે. જેની ઠુંમર ધારાસભ્ય વિરજી ઠુંમરના પુત્રી છે. ગુજરાતે કોંગ્રેસે ઘણા લાંબા સમય બાદ સૌરાષ્ટ્રમાંથી મહિલા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરી છે.જેની ઠુમરે રાજકારણની શરૂઆત વર્ષ 2015માં અમરેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બાબરા તાલુકાની મોટા દેવળીયા બેઠક પરથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટણી જીતીને કરી હતી.

આ પૂર્વે ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના સંગઠનના નવા માળખાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જેમાં 25 ઉપ પ્રમુખ 75 મહામંત્રીઓ અને 19 જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં અમદાવાદ શહેર પ્રમુખ તરીકે નિરવ બક્ષીના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ગુજરાતના અલગ અલગ 19 જિલ્લાના પ્રમુખો નામોની પણ જાહેરાત કરવામાં આવી હતી.

જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈ થોડા દિવસો અગાઉ દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રધુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. તેમજ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોરે ટીમ ગુજરાત માટેની યાદી પણ સોંપી હતી. જેની બાદ ગુજરાત કોંગ્રસના નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે.

 

આ પણ વાંચો : ગુજરાતમાં વનરક્ષક પરીક્ષાનું પેપર લીક થવાની આશંકા બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આપી આ પ્રતિક્રિયા 

આ પણ વાંચો : જામનગરનો બ્રાસ ઉદ્યોગ ભાવ વધારો, મોંઘવારી, હરીફાઈ સહિતના અનેક સંકટોથી ઘેરાયો, ઉદ્યોગોને ટકાવી રાખવા મુશ્કેલ

Published On - 5:24 pm, Sun, 27 March 22