Gujarati NewsGujaratAhmedabadJai Swaminarayan: While Swaminarayan sect believes in discipline, we also get special service opportunity: City Police Commissioner Sanjay Srivastava
જય સ્વામિનારાયણ: શતાબ્દી મહોત્સવમાં અમને પણ મળી છે વિશેષ સેવાની તક: શહેર પોલીસ કમિશ્નર સંજ્ય શ્રીવાસ્તવ
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સ્વામીનારાયણ સંપ્રદાય શિસ્તમાં ખૂબ જ માને છે, જેને કારણે પોલીસ વિભાગને સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ જ તકલીફ નહીં પડે. સાથે જ બંદોબસ્તમાં ગોઠવાયેલા પોલીસ વિભાગને ધાર્મિક મહોત્સવમાં સેવા આપવાની પણ તક મળશે.
શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ
Follow us on
આજથી અમદાવાદ શહેરમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થશે ત્યારે શહેરમાં રિંગ રોડ ઉપરથી મોટા ભાગના વાહનો મહોત્સવ સ્થળે પ્રવેશ કરશે. તેમજ મહોત્સવ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે . આ આંગે અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આટલા મોટા વિશાળ મહોત્સવમાં નેતાઓ, દેશ-વિદેશના VVIP મહેમાનો સહિત મુલાકાતીઓની સુરક્ષા માટે અમદાવાદ શહેર, ગ્રામ્ય અને ગાંધીનગર જિલ્લા પોલીસ સુરક્ષા બંદોબસ્તમાં જોડાશે.
આ બંદોબસ્તમાં 2 SRP કંપનીઓ, 6 DCP કક્ષાના અધિકારીઓ, 25થી 30 પીઆઈ અને પીએસઆઈ અને 1500થી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે સાથે જ VVIPની કેટેગરી પ્રમાણે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે આ અંગે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સ્વામીનારાયણ સંપ્રદાય શિસ્તમાં ખૂબ જ માને છે, જેને કારણે પોલીસ વિભાગને સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ જ તકલીફ નહીં પડે. સાથે જ બંદોબસ્તમાં ગોઠવાયેલા પોલીસ વિભાગને ધાર્મિક મહોત્સવમાં સેવા આપવાની પણ તક મળશે.