Ahmedabad : અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી છે. જેને લઇને પોલીસ સુરક્ષા સજ્જ કરી દેવામાં આવી છે. 5 હજાર પોલીસ જવાનો સુરક્ષામાં ખડેપગે છે. વહેલી સવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જગન્નાથ મંદિર પહોંચીને મંગળા આરતીમાં ભાગ લીધો હતો. તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) બીજી વખત જગન્નાથ મંદિર (Jagannath Temple) પહોંચી પહિંદ વિધિ કરી. તો ટ્રાફિક પોલીસ દ્વારા રથયાત્રાને લઇને દર વર્ષની માફક અનેક મહત્વના રૂટ બંધ રાખવામાં આવ્યા છે. સાથે જ નાગરિકો માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે.
જુઓ Video : Ahmedabad : ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન
જુઓ ત્રીજો રથનો વીડિયો : Ahmedabad : ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, પ્રથમ રથ મંદિર પહોંચ્યો, બલરામજીના રથનું પૈડું તૂટ્યું, જુઓ Video
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા આગળ વધી રહી છે ત્યારે હાલમાં રથ માણેક ચોકથી જામા મસ્જિદ પહોંચ્યા છે.
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા આગળ વધી રહી છે ત્યારે હાલમાં રથ ઘી કાંટાથી માણેક ચોક પહોંચ્યા છે.
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા આગળ વધી રહી છે ત્યારે હાલમાં રથ ઘી કાંટા પહોંચ્યા છે.
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા આગળ વધી રહી છે ત્યારે રથોએ ઘી કાંટા તરફ પ્રસ્થાન કર્યું છે.
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ચાલી રહી છે ત્યારે હાલ રથ શાહપુર દરવાજા પહોંચ્યા છે.
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ચાલી રહી છે ત્યારે હાલ રથ દિલ્હી ચકલા પહોંચ્યા છે.
દરિયાપુર લીમડી ચોક પાસે મહંત દિલીપદાસજી મહારાજા સ્વાગત કર્યું. મુસ્લિમ આગેવાનોએ મહંતને ફુલહાર અને શાલ પહેરાઈને સ્વાગત કર્યું. મહંત અને મુસ્લિમ આગેવાનો વ્હાઇટ કબૂતર ઉડાડીને કોમી એકતાનો સંદેશ આપ્યો.
સુરતના સ્ટેશન વિસ્તારથી નીકળતી સૌથી મોટી રથયાત્રાનો પ્રારંભ થઇ ગયો છે. આ રથયાત્રા સ્ટેશનથી નીકળીને જહાંગીરપુરા ઇસ્કોન મંદિર જશે. સ્ટેશનથી રથયાત્રા શરુ થતા જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ રથયાત્રામાં જોડાયા છે. સૌ કોઈ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. મેયર હેમાલીબેન બોઘવાલા, સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર, ધારાસભ્યો તેમજ શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયા પણ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સૌ લોકોને રથયાત્રાની શુભેચ્છા પણ આપી હતી.
સુરતમાં રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્ટેશન, વરાછા અને અમરોલી વિસ્તારમાંથી રથયાત્રાનો પ્રારભ થઇ ગયો છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં જોડાયા છે. તો બીજી તરફ જય જગન્નાથના નાદ સાથે સુરત શહેર ગુંજી ઉઠ્યું હતું.
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ચાલી રહી છે અને હાલ રથ પ્રેમ દરવાજા પહોંચ્યા છે.
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ચાલી રહી છે અને હાલ રથયાત્રા દિલ્હી ચકલા પહોંચી છે.
વિદેશી પર્યટકે ભગવાન જગન્નાથના કર્યા દર્શન, રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકોને જોઈ સ્તબ્ધ થયા. સેવા કેમ્પમાં લોકોને જાંબુની પ્રસાદી આપી સેવા પણ કરી.
વડોદરામાં ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 42મી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વિદેશી ભક્તો જોડાયા છે. મેયર સહિતના પદાધિકારીઓએ સુવર્ણ ઝાડુથી યાત્રાનો માર્ગ સાફ કર્યો. રથયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા છે.
ભક્તો ભગવાનના દર્શન કરી ધન્ય બન્યા
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ચાલી રહી છે અને ત્રણેય રથ તંબુ ચોકી પહોંચ્યા છે.
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ચાલી રહી છે. ત્રણેય રથ સરસપુરમાં પહોચ્યા બાદ ઢોલ-નગારાંના તાલે ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું છે.
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ચાલી રહી છે અને ત્રણેય રથ હાલમાં મોસાળ સરસપુર પહોંચ્યા છે.
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ચાલી રહી છે અને પ્રથમ રથ આંબેડકર હોલ પહોચ્યો છે.
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે 39મી રથયાત્રા પંચદેવ મંદિર સેક્ટર 22 ખાતેથી સવારે 7:15 કલાકેથી નીકળી હતી. ભગવાન જગન્નાથ પાટનગર વાસીઓને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા.
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ચાલી રહી છે અને પહેલો રથ કાલુપુર સ્ટેશન પહોંચ્યો છે.
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ચાલી રહી છે અને પ્રથમ રથ પાંચ કૂવા પહોંચ્યો છે.
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા ચાલી રહી છે અને રથ ખાડિયા વિસ્તારમાં પહોંચ્યા છે.
રથયાત્રાની શરૂઆતના ગજરાજ સરસપુર પહોચ્યાં છે. યાત્રાનો વચ્ચેનો ભાગ પાંચ કૂવા વિસ્તારમાં છે અને રથયાત્રાનો છેડો હજુ ઢાળની પોળમાં છે.
પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રથયાત્રામાં જોડાઈ ભગવાન જગન્નાથની આરતી ઉતારી હતી. વિજય રૂપાણીએ કહ્યુ કે રાજકોટની જનતા ખૂબ ધર્મ પ્રેમી છે. રાજકોટમાં રંગે ચંગે નીકળી રહી છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા. રાજકોટમાં દરેક તહેવાર અનોખા હર્ષઉલ્લાસ સાથે ઉજવાય છે.
નાનામવા ખાતેના જગન્નાથ મંદિરથી નીકળી 15મી રથયાત્રા. શહેરના અલગ અલગ વિસ્તારમાં રાજમાર્ગો પર 22 કિલોમીટર ફરશે રથયાત્રા. 60 જેટલા ફ્લોટ્સ અને ટેબ્લો રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર. રથયાત્રામાં 1700થી વધુ પોલીસ કર્મીઓ સુરક્ષામાં છે.
રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે અને હાલ રથ રાયપુર ચકલા પહોંચવાની તૈયારી છે.
રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. રથયાત્રા દરમિયાન વિવિધ અખાડા અને કરતબ કરનારાઓનું આકર્ષણ જોવા મળી રહ્યુ છે.
રથયાત્રામાં અખાડા અને કરતબો કરનારાનું આકર્ષણ#AhmedabadRathYatra #RathYatra2023 #RathYatra #Gujarat #TV9News pic.twitter.com/O8VG3xU3wC
— Tv9 Gujarati (@tv9gujarati) June 20, 2023
ગજરાજ, ભજન મંડળી, અખાજડા પછી હવે પ્રથમ રથ ઢાળની પોળ પહોંચી ગયા છે. એટલે કહી શકાય કે હવે અમદાવાદની પોળ તરફ આ રથયાત્રા આગળ વધી રહી છે. પુરીની જેવી જ ઐતિહાસિક યાત્રા અહીં નીકળે છે. શણગારાયેલા ટ્રકોમાંથી પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. ભક્તો પણ પ્રસાદ લઇને ધન્ય બને છે.
જમાલપુર નીજમંદિરેથી નીકળેલી રથયાત્રા ભક્તિમય માહોલમાં ધીમે-ધીમે આગળ વધી હતી. નિયત રૂટ પરથી પસાર થઈને રથયાત્રા દાણીલીમડા સ્થિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પહોંચી હતી. જ્યાં કોર્પોરેશનના સત્તાધીશોએ રથ અને સંતો-મહંતોનું સ્વાગત કર્યું હતું. મેયર કિરીટ પરમાર, દંડક અરુણસિંહ રાજપૂત, વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, પશ્ચિમ લોકસભાના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી સહિત ભાજપના કોર્પોરેટરો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અને અધિકારીઓ દ્વારા દિલીપદાસજી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભગવાન જગન્નાથની રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે. ભગવાનને આવકારવા માટે ભક્તો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. રથયાત્રામાં સામેલ ગજરાજ રાયપુર ચકલા પહોંચી ગયા છે.
રથયાત્રામાં સામેલ ગજરાજ રાયપુર ચકલા પહોંચ્યા #RathYatraAhmedabad #RathYatra2023 #RathYatra #AhmedabadRathYatra #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/8Ovae5FKKL
— Tv9 Gujarati (@tv9gujarati) June 20, 2023
રથયાત્રામાં વાહનચાલકોને હાલાકી ન પડે તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કેટલીક વૈકલ્પિક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આ વૈકલ્પિક રુટ પર વાહનચાલકો અવર જવર કરી શકશે.
થયાત્રાને લઇને પોલીસે જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમાં રથયાત્રાના દિવસે અમદાવાદના કેટલાક રુટ બંધ રાખવામાં આવ્યા છે અને તેના માટે કેટલીક વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
રથયાત્રાને લઇને પોલીસે જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમા કેટલાક વિસ્તારોમાં વાહનો પાર્ક ન કરવા માટે જણાવવામાં આવ્યુ છે. આ પ્રમાણે છે.
Ahmedabad : અમદાવાદની રથયાત્રામાં સામેલ TV9ના ટ્રકે લોકોમાં આકર્ષણ જમાવ્યુ છે.
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઇને રથયાત્રાના રુટ પર સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
Ahmedabad: રથયાત્રા રૂટ પર પાણીના તેમજ પ્રસાદના સ્ટોલ લાગ્યા લાગ્યા છે. પાણીના સ્ટોલ પર કોર્પોરેશનની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. પાણીમાં ક્લોરાઇડ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. જો ક્લોરાઇડ ના હોય તો પાણીમાં તે ઉમેરવામાં આવશે. હરિભક્તોને ક્લોરાઇડયુક્ત સારું પાણી મળી રહે તે માટેનો કોર્પોરેશનનો પ્રયાસ છે.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ રથયાત્રાના પર્વ પર દિલ્હીમાં જગન્નાથ મંદિર પહોંચીને પૂજા-અર્ચના કરી હતી.
#WATCH दिल्ली: राष्ट्रपति द्रौपदी मुर्मू ने जगन्नाथ रथ यात्रा से हौज खास के जगन्नाथ मंदिर में पहुंचकर पूजा-अर्चना की। pic.twitter.com/X9HoJGdUQM
— ANI_HindiNews (@AHindinews) June 20, 2023
રથયાત્રા પૂર્વે રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રા સાફ કરે, તે વિધિને પહિંદવિધિ કહેવામાં આવે છે. પહેલાના સમયમાં રાજાને આ હક્ક મળતો હતો, હવે આ હક્ક રાજ્યના મુખ્યપ્રધાનને મળે છે. ત્યારે આ વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી છે. તેમની સાથે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
સોનાની સાવરણીથી રથયાત્રા સાફ કરી CM ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ #RathYatra2023 #RathYatraAhmedabad #RathaYatra2023 #Gujarat #TV9News pic.twitter.com/3KJiPRCbor
— Tv9 Gujarati (@tv9gujarati) June 20, 2023
જગન્નાથ પુરીમાં રેત કલાકાર સુદર્શન પટ્ટનાયકે એક સુંદર રેત શિલ્પ બનાવ્યુ છે. જેને જોવા લોકો ઉમટી રહ્યા છે.
Odisha: Two Hundred fifty coconuts installed in the sand art of lord Jagannath Ratha Yatra; created by sand artist Sudarsan Pattnaik at Puri beach ahead of Jagannath Rath Yatra 2023 #RathYatra2023 #RathYatra #LordJagannath #TV9News pic.twitter.com/AioG6iEbOi
— Tv9 Gujarati (@tv9gujarati) June 20, 2023
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના જગન્નાથ મંદિર પહોંચી ગયા છે. થોડી જ વારમાં મુખ્યમંત્રી પહિંદ વિધિ કરશે. આ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાજનોને ટ્વીટ કરીને રથયાત્રાના પર્વની શુભેચ્છા પાઠવી છે.
CM @Bhupendrapbjp greets on #RathYatra #RathYatra2023 #AhmedabadRathYatra #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/RHNVBZYgTm
— Tv9 Gujarati (@tv9gujarati) June 20, 2023
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળવાની છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાજનોને રથયાત્રાની શુભેચ્છા પાઠવી છે.
Rath Yatra greetings to everyone. As we celebrate this sacred occasion, may the divine journey of Lord Jagannath fill our lives with health, happiness and spiritual enrichment. pic.twitter.com/ATvXmW3Yr0
— Narendra Modi (@narendramodi) June 20, 2023
આ સાથે મોબાઈલ CCTV કંટ્રોલ વ્હીકલ પણ બનાવ્યું છે. જે અખાડા અને ટ્રકની વચ્ચે ચાલશે. આ વર્ષે CCTV , બોડીઓન કેમેરા, ડ્રોન નો ઉપયોગ વધુ પ્રમાણમાં થશે. 250થી વધારે મહિલા DCP અને ACP દ્વારા બેઠક કરવામાં આવી હતી. કોમી એકતા માટે મહિલાઓ સાથે ચર્ચા કરવામાં આવી. એન્ટી ડ્રોન ગનનો ઉપયોગ કરવામાં આવશે. નવી ટેકનોલોજીના ઉપયોગ સાથે રથયાત્રાની સુરક્ષા રહેશે.
રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળીઓ જોડાવાના છે અને રથયાત્રા દરમિયાન 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ આપવામાં આવશે. તો સુરક્ષાનું પણ પૂરતુ ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીં 25 હજારથી વધુ પોલીસકર્મીઓ તહેનાત રહેશે.
ભગવાન જગન્નાથના રથને 250 ઘન ફૂટ સવનના લાકડાથી બનાવાયો છે. ભગવાનનો રથ હાઇટેક રીતે તૈયાર કરવામાં આવ્યો છે. રથમાં આધુનિક સુરક્ષા માટેના સાધનો ફિટ કરવામાં આવ્યા છે. રથમાં 11 CCTV કેમેરા ફિટ કરવામાં આવ્યા છે. જેમાંથી મુખ્ય કેમેરો નાઇટ વિઝન વાળો છે. કારણ કે, રથયાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડશે. તેથી કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
ભગવાન જગન્નાથજીને રંગે ચંગે આવકારવા સરસપુરવાસીઓએ તડામાર તૈયારી કરી છે. સરસપુર ખાતે ઉત્સવ જેવો માહોલ છે. ભક્તોને આવકારવા અને પ્રસાદીની વ્યવસ્થા માટે રસોડાની શરૂઆત કરી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી રહી છે. સરસપુરની લુહાર શેરીમાં સૌથી મોટું રસોડું છેલ્લા 46 વર્ષથી કાર્યરત છે. એક અંદાજ પ્રમાણે સરસપુર ખાતે દોઢ લાખની આસપાસ હરિભક્તો ઉમટતા હોય છે. વિવિધ પોળના લોકો એક સંપ થઈને પ્રસાદી બનાવવાનું કાર્ય ઉપાડે છે. સરસપુરમાં 14 થી વધુ પોળોમાં રસોડા શરૂ કરાયા છે. જેમાં પૂરી,શાક,ખીચડી, કઢી, ફૂલવડી, બુંદી, મોહનથાળ જેવી વિવિધ વાનગીઓ તૈયાર થઈ રહી છે.
અમદાવાદની રથયાત્રામાં આ વખતે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. થ્રિડી મેપિંગ મારફતે ડેટા તૈયાર કરવામાં આવ્યો છે અને આ ડેટા લાંબા સમય સુધી સાચવી રાખવામાં આવશે. જેથી કરીને ભવિષ્યમાં આ રથયાત્રાનું પ્લાનિંગ કરવું સરળ બની જશે.
ટેકનોલોજીના આધારે થ્રિડી મેપિંગ દ્વારા રથયાત્રાનો ડેટા તૈયાર કરાયો છે, જેથી ભવિષ્યમાં યોજાનારી રથયાત્રામાં પણ પ્લાનિંગ કરવું પોલીસ માટે સરળ બની રહેશે. થ્રીડી મેપિંગમાં પોલીસની વ્યવસ્થા, ધાબા પોઇન્ટ, ડીપ પોઇન્ટ, હોસ્પિટલ, એમ્બ્યુલન્સ તેમજ ફાયર વ્યવસ્થા અને પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓના પોઇન્ટ સહિતની તમામ માહિતી રાખવામાં આવી છે. સાથે જ મોબાઈલ સીસીટીવી કંટ્રોલ વ્હીકલ પણ રથયાત્રામાં તૈનાત રહેશે, જે અખાડા અને ટ્રકની વચ્ચે ચાલશે. આ વર્ષે સીસીટીવી કેમેરા બોડીવોર્ન કેમેરા અને ડ્રોનનો વધુ પ્રમાણમાં ઉપયોગ થશે, સાથો સાથ એન્ટી ડ્રોન ગનનો પણ ઉપયોગ કરવામાં આવશે.
અમદાવાદની રથયાત્રામાં પોલીસ વિભાગે સુરક્ષાનો ચાંપતો અને હાઈટેક બંદોબસ્ત ગોઠવ્યો છે. રથયાત્રામાં પ્રથમવાર તીથર ડ્રોનનો ઉપયોગ કરાશે. જેમાં હાઈરિઝોલ્યુશન કેમેરા ફિટ કરેલા છે. આ હાઈટેક ડ્રોન 10 કલાકથી વધુ સમય હવામાં ઉડવા સક્ષમ છે.
રથયાત્રામાં પહિંદવિધિનું અનેરું મહત્વન છે. રથયાત્રા પૂર્વે રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રા સાફ કરે, તે વિધિને પહિંદવિધિ કહેવામાં આવે છે. પહેલાના સમયમાં રાજાને આ હક્ક મળતો હતો, હવે આ હક્ક રાજ્યના મુખ્યપ્રધાનને મળે છે. માન્યતા છે કે રાજ્યનો રાજા એ જગન્નાથજીનો પ્રથમ સેવક ગણાય છે. તેથી રથયાત્રા પહેલાં રાજા આવી સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરે પછી જ ભગવાન રથમાં બેસીને નગરચર્યા પર નીકળે છે. ગત વર્ષે પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી હતી. જ્યારે કે એ પહેલા તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પહિંદવિધિ કરી હતી.
આ વખતની રથયાત્રા ખરા અર્થમાં અનેક રીતે ખાસ બની રહેશે. ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી એમ ત્રણેય નવા રથમાં બિરાજમાન થઇને નગરની યાત્રા કરશે. રથયાત્રાને લઇને ભક્તોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જગતના નાથની એક ઝલક મેળવવા ભક્તો આતૂર બન્યા છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાં પહોંચી ગયા છે. અમિત શાહએ દર વર્ષની જેમ આ વર્ષે પણ મંગળા આરતીમાં ભાગ લીધો છે. અમિત શાહ સાથે તેમના પરિવારજનો પણ મંદિરમાં આરતીમાં જોડાયા છે. જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ પહોંચી ગયા છે અને આરતીમાં જોડાયા છે.
દેશ-વિદેશના લાખો ભક્તો જેની સમગ્ર વર્ષ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે મંગળ ઘડી આખરે આવી પહોંચી. આજે અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નીકળશે. વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતી યોજાશે. જેમાં ગૃહપ્રધાન અમિત શાહ સહિતના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને પોલીસ તેમજ વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા રથયાત્રાને લઇને દર વર્ષની માફક અનેક મહત્વના રૂટ બંધ રાખવામાં આવ્યા છે. સાથે જ નાગરિકો માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. ખમાસા ચાર રસ્તાથી જમાલપુર ચાર રસ્તા – જમાલપુર ફૂલ બજારનો રૂટ મોડી રાત્રે 2 વાગ્યાથી લઇને રથયાત્રા પૂર્ણ થશે ત્યાં સુધી બંધ રહેશે. જ્યારે કે રાયખડ ચાર રસ્તાથી આસ્ટોડિયા દરવાજા સુધીનો રૂટ પણ સવારે 5 વાગ્યાથી 11 વાગ્યા સુધી બંધ રહેશે. તેમજ સાંજે 5 વાગ્યાથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રહેશે.
Published On - 3:48 am, Tue, 20 June 23