Gujarati NewsGujaratAhmedabadInterlocking work will be done between Mehsana Bhandu Moti Dau stations of Ahmedabad Division so train service will be affected
અમદાવાદ ડિવિઝનના મહેસાણા-ભાંડુ મોટી દાઉ સ્ટેશનો વચ્ચે થશે ઇન્ટરલોકિંગ કામ, આટલી ટ્રેન સેવાને થશે અસર
અમદાવાદ મંડળના અમદાવાદ-પાલનપુર સેક્શનના મહેસાણા-ભાંડુ મોટી દાઉ સ્ટેશનો વચ્ચે 24 અને 25 ઓગસ્ટના રોજ નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી/ પસાર થતી ટ્રેનો પ્રભાવિત થશે. મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતની ટ્રેનોને અસર પડશે.
Follow us on
Ahmedabad : પશ્ચિમ રેલવે (Western Railway) અમદાવાદ મંડળના અમદાવાદ-પાલનપુર સેક્શનના મહેસાણા-ભાંડુ મોટી દાઉ સ્ટેશનો વચ્ચે 24 અને 25 ઓગસ્ટના રોજ નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી/ પસાર થતી ટ્રેનો પ્રભાવિત થશે. મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતની ટ્રેનોને અસર પડશે. જેમાં 24 ઓગસ્ટ 22 ટ્રેન રદ જ્યારે 25 ઓગસ્ટ 20 ટ્રેન રદ કરાઈ છે. જ્યારે આંશિક રીતે 4 ટ્રેન રદ, જ્યારે 24 ઓગસ્ટ 23 અને 25 ઓગસ્ટ 19 ટ્રેન બદલાયેલા રૂટ પર ચાલશે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 14803 જેસલમેર સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ભીલડી-પાલનપુર-મહેસાણા થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન પાટણ સ્ટેશને નહીં જાય.
ટ્રેન નંબર 14806 બાડમેર યસવંતપુર એક્સપ્રેસ ટ્રેન ભીલડી-પાલનપુર-મહેસાણા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેન પાટણ સ્ટેશને નહીં જાય.
ટ્રેન નંબર 19411 સાબરમતી દોલતપુર ચોક એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય.
ટ્રેન નંબર 19409 અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
ટ્રેન નંબર 19223 અમદાવાદ જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય.
ટ્રેન નંબર 19031 અમદાવાદ યોગનગરી ઋષિકેશ એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય.
ટ્રેન નંબર 14702 બાંદ્રા ટર્મિનસ શ્રી ગંગાનગર એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા, સિદ્ધપુર અને છાપી સ્ટેશને નહીં જાય.
ટ્રેન નંબર 20943 બાંદ્રા ટર્મિનસ ભગત કી કોઠી એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
25 ઓગસ્ટ 2023 ના રોજ બદલાયેલા રૂટ પર દોડતી ટ્રેનો
ટ્રેન નંબર 14807 ભગત કી કોઠી દાદર એક્સપ્રેસ ભીલડી-પાલનપુર-મહેસાણા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેન પાટણ સ્ટેશને નહીં જાય.
ટ્રેન નંબર 19411 સાબરમતી દોલતપુર ચોક એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય.
ટ્રેન નંબર 19223 અમદાવાદ જમ્મુ તાવી એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય.
ટ્રેન નંબર 19031 અમદાવાદ યોગનગરી ઋષિકેશ એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય.
ટ્રેન નંબર 22931 બાંદ્રા ટર્મિનસ જેસલમેર એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા સ્ટેશને નહીં જાય.
યાત્રીઓને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને યાત્રા કરવાની વિનંતી કરવામાં આવી છે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, યાત્રીઓએ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી.
સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન 25 ઓગસ્ટ સુધી ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે
પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનના ઈટારસી-ભોપાલ સેક્શનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે સોમનાથ-જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન (11463/11464) ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે
ડાયવર્ટ કરેલી ટ્રેન
23, 24 અને 25 ઓગસ્ટ, 2023ના રોજ સોમનાથથી ઉપડતી ટ્રેન નંબર 11463 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ ભોપાલ-ઈટારસી-જબલપુરને બદલે ભોપાલ – બીના જં. – કટની મુરવારા – જબલપુર થઈને ચાલશે.
23, 24, 26 અને 27 ઓગસ્ટ, 2023 ના રોજ જબલપુરથી ઉપડતી ટ્રેન નંબર 11464 જબલપુર – સોમનાથ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ જબલપુર – ઈટારસી – ભોપાલને બદલે જબલપુર – કટની મુરવારા – બીના જંશન – ભોપાલ થઈને ચાલશે.