Indian Railway : અમદાવાદ અને કુડાલ વચ્ચે દોડશે ગણપતી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન, જાણો તમામ વિગત

|

Aug 06, 2021 | 6:33 PM

આ સ્પેશિયલ ટ્રેનોમાં માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 સંબંધિત તમામ નિયમો અને એસઓપીનું પાલન કરવા અનુરોધ કર્યો છે.

Indian Railway : અમદાવાદ અને કુડાલ વચ્ચે દોડશે ગણપતી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન, જાણો તમામ વિગત
Indian Railway

Follow us on

રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની (Passengers) માગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ (Ahmedabad) અને કુડાલ વચ્ચે ગણપતી ફેસ્ટિવલ (Ganpati Festival) સ્પેશિયલ ટ્રેનની (Special Train) બે ટ્રીપ વિશેષ ભાડા પર દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે

ટ્રેન નં. 09418/09417 અમદાવાદ-કુડાલ-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

ટ્રેન નંબર 09418 અમદાવાદ-કુડાલ સ્પેશિયલ તારીખ 7 અને 14 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ સવારે 09:30 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને બીજા દિવસે સવારે 05:00 વાગ્યે કુડાલ પહોંચશે.

એ જ રીતે વાપસીમાં ટ્રેન નંબર 09417 કુડાલ-અમદાવાદ સ્પેશિયલ તારીખ 8 અને 15 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ સવારે 7:00 વાગ્યે કુડાલથી ઉપડશે અને બીજા દિવસે 03:15 વાગ્યે અમદાવાદ પહોંચશે.

માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન વડોદરા, ઉધના, વાપી, પાલઘર, વસઈ રોડ, પનવેલ, રોહા, માનગાંવ, ખેડ, ચિપલૂન, સંગમેશ્વર રોડ, રત્નાગિરી, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, કનકવલી અને સિંધુદુર્ગ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એ.સી., થર્ડ એ.સી., સ્લીપર અને સેકન્ડ સીટિંગના રિઝર્વ કોચ રહેશે.

ટ્રેન નંબર 09418 નું બુકિંગ 11 ઓગસ્ટ 2021 થી નિયુક્ત PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. મુસાફરો સ્પેશિયલ ટ્રેનોના ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે આ સ્પેશિયલ ટ્રેનોમાં માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 સંબંધિત તમામ નિયમો અને એસઓપીનું પાલન કરવા અનુરોધ કર્યો છે.

 

આ પણ વાંચો : Ahmedabad : સરકારી સ્કૂલમાં બાળકોના એડમિશન વધ્યા, ખાનગી શાળા છોડી સરકારી શાળામાં લઈ રહ્યા છે પ્રવેશ

આ પણ વાંચો : ખેડૂતો માટે ખુશખબર ! પીએમ કિસાન યોજનાના 9 માં હપ્તાના 2,000 રૂપિયા 9 ઓગસ્ટે મળશે, કૃષિ મંત્રીએ આપી જાણકારી

Next Article