મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ભારતીય એન્જિનિયર્સ કોની પાસેથી લીધી ટ્રેનિંગ ? જાણો કઇ ટેકનોલોજીનો થશે ઉપયોગ

Ahmedabad News : આ તાલીમ જાપાની હાઇ સ્પીડ રેલ ટ્રેક સિસ્ટમની ‘ટેકલોલોજી ટ્રાન્સફર ‘ માં મદદ કરશે. જે માટે પ્રમાણિત એન્જિનિયર્સ, કાર્યમાં અગ્ર હોય તેવી વ્યક્તિઓ જ ટ્રેક કન્સ્ટ્રક્શન વર્ક માટે સાઇટ પર કામકાજ કરશે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ભારતીય એન્જિનિયર્સ કોની પાસેથી લીધી ટ્રેનિંગ ? જાણો કઇ ટેકનોલોજીનો થશે ઉપયોગ
| Edited By: | Updated on: May 04, 2023 | 12:09 PM

મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર માટે ભારતીય એન્જિનિયર્સની હાઇ સ્પીડ રેલ ટ્રેક સિસ્ટમની તાલીમ શરૂ થઇ છે. જાપાન દ્વારા જ  આ માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.  T-2 પેકેજ જે વાપી અને વડોદરા વચ્ચે 237 કીમી કવર કરે છે. તે માટે ભારતીય એન્જિનિયર્સની તાલીમ શરુ થઇ ગઇ છે. મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ (MAHSR) કોરિડોરના ભારતીય એન્જિનિયર્સની હાઇ સ્પીડ રેલ ટ્રેક સિસ્ટમ માટે તાલીમ શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો-Gujarati video : સતત વધતી ચોરીની ઘટનાથી પ્રજા પરેશાન, અમદાવાદની સેટેલાઈટ પોલીસ વિરુદ્ધ બેનર લાગ્યા

બેલાટ-લેસ સ્લેબ ટ્રેક સિસ્ટમ

આ તાલીમ જાપાની હાઇ સ્પીડ રેલ ટ્રેક સિસ્ટમની ‘ટેકલોલોજી ટ્રાન્સફર ‘ માં મદદ કરશે. જે માટે પ્રમાણિત એંજિનિયર્સ/ કાર્યમાં અગ્ર હોય તેવી વ્યક્તિઓ જ ટ્રેક કન્સ્ટ્રક્શન વર્ક માટે સાઇટ પર કામકાજ કરશે. બેલાટ-લેસ સ્લેબ ટ્રેક સિસ્ટમ જે સ્લેબ ટ્રેક સિસ્ટમ તરીકે ખૂબ જાણીતી છે. તેનો જેમ જાપાનીઝ શિંકનસેન હાઇ સ્પીડ રેલમાં ઉપયોગ થાય છે તેમ ભારતીય હાઇ સ્પીડ રેલ પ્રોજેકટમાં સૌ પ્રથમવાર ઉપયોગ થશે. આ તાલીમ JARTS જાપાનમાં એક નોન-પ્રોફિટ ઓર્ગેનાઇજેશન દ્વારા અપાશે. જેઓ JICA મુંબઈ -અમદાવાદ પ્રોજેક્ટની ફંડીંગ એજન્સી દ્વારા જે તે ફિલ્ડના વિશેષજ્ઞો મારફતે નોમિનેટ થયા છે.

15 જુદા જુદા કોર્સ હશે, આ વિષયો પર ટ્રેનિંગ અપાશે

આમાં ટ્રેક વર્કના બધા પાસાઓ કવર કરતા 15 જુદા જુદા કોર્સ હશે. તેમાં સાઇટ મેનેજર માટેની ટ્રેનિંગ, ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ, RC ટ્રેક બેડ કન્સ્ટ્રક્શન, રેફરન્સ પિન સર્વે અને ડેટા અનાલિસિસ, સ્લેબ ટ્રેક ઈન્સ્ટોલેશન, CAM ઈન્સ્ટોલેશન, રેલ વેલ્ડ ફિનિશિંગ, રેલની એનક્લોઝ્ડ આર્ક વેલ્ડિંગ અને ટર્ન આઔત ઈન્સ્ટોલેશનની ટ્રેનિંગનો સમાવેશ થાય છે.

લગભગ 1000 એન્જિનિયર્સ/ કાર્યમાં અગ્ર વ્યક્તિઓ/ ટેક્નિશિયન્સને તાલીમ આપવાની યોજના કરેલી છે. આ માટે ખાસ સુરત ખાતે ત્રણ ટ્રેલ લાઇન્સ સાથેની તાલીમ સુવિધા ઊભી કરવાં આવી છે.

જાપાનીઝ ટ્રેક સિસ્ટમ વિશ્વમાં વિશિષ્ટ છે અને તે મૂકવામાં ખૂબ જ ઉચ્ચ સ્તરનું કૌશલ્ય જરૂરી રહે છે. ટ્રેક હાઇ સ્પીડ રેલમા સૌથી અગત્યનો ભાગ છે અને ખૂબ ઊંચી ચોકસાઈ સાથે મૂકવાની જરૂર રહે છે. 20 જાપાની વિશેષજ્ઞ ભારતીય એંજિનિયર્સ, સુપરવાઇઝર્સ અને ટેકનિશિયનોને સઘન તાલીમ આપશે અને તેમના કૌશલ્યોની પરખશે અને ખરાઈ કરશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…