IND-PAK Match: ભારત પાકિસ્તાન વર્લ્ડ કપ મેચની ટિકિટને લઈને આવ્યા રાહતના સમાચાર, ટિકિટ માટે ચિંતા કરવાની જરૂર નથી, GCAએ આપી આ ખાતરી-Video

|

Sep 05, 2023 | 8:17 PM

Ahmedabad: 5 ઓક્ટોબરથી ક્રિકેટ ICC વનડે વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. જેમા 14 ઓક્ટોબરે ભારત પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે, આ મેચની ટિકિટને લઈને ક્રિકેટ રસિકોમાં ટિકિટને લઈને પડાપડી શરૂ થઈ ગઈ છે. જો કે ટિકિટ મળતી ન હોવાથી ક્રિકેટ ફેન્સમાં નિરાશા પણ જોવા મળી રહી છે. ત્યારે GCA દ્વારા મહત્વપૂર્ણ નિવેદન સામેં આવ્યુ છે.

Ahmedabad: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે ભારત પાકિસ્તાન વચ્ચે રમાનારી વન ડેને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ છે. આ મેચની ટિકિટનું ઓનલાઈન વેચાણ શરૂ થઈ ગયુ છે અને ટિકિટ મેળવવા માટે પણ ઘણી પડાપડી થઈ રહી છે. ક્રિકેટ રસિયાઓએ અત્યારથી જ ટિકિટ ખરીદવાનુ શરૂ કરી દીધુ છે. જો કે ટિકિટ ન મળતી હોવાથી અનેક ક્રિકેટ ફેન્સમાં નિરાશા પણ જોવા મળી છે. ઓનલાઈન સ્લોટમાં ટિકિટ ન મળતી હોવાની લોકોની ફરિયાદ સામે આવી રહી છે. તો ક્રિકેટ રસિયાઓ ઓફલાઈન ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવે તેવી માગ પણ કરી રહ્યા છે.

ટિકિટ માટે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી-  અનિલ પટેલ, GCA સેક્રેટરી

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અનિલ પટેલના જણાવ્યા મુજબ જે રીતે બુક માય શો દ્વારા ઓનલાઈન ટિકિટનું વેચાણ થઈ રહ્યુ છે અને ઘણા સમય સુધી ટિકિટ મળવાની છે. એક બે દિવસમાં જ વેચાણ પુરુ થઈ જશે એવુ નથી. બુક માય શો દ્વારા સ્લોટ વાઈઝ ટિકિટનું વેચાણ થઈ રહ્યુ છે અને દરેકને એક આઈડી પર બે ટિકિટ મળે છે, તો બુકિંગ માટે પ્રયાસ શરૂ રાખશો તો ટિકિટ મળી જ જશે. શરૂઆતમાં ધસારો વધુ હોવાથી સાઈટ ક્રેશ થવાને કારણે બુકિંગ ન કરી શકાય તે સમજી શકાય પરંતુ લાંબા સમય સુધી ટિકિટનું વેચાણ થશે આથી દરેકને ટિકિટ મળશે તે શક્યતા નકારી ન શકાય.

 

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

આ પણ વાંચો: હવે INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય ઘમસાણ

2 હજારથી શરૂ કરી 1 લાખ રૂપિયા સુધીના ટિકિટના દર

આપને જણાવી દઈએ કે ભારત પાકિસ્તાનની મેચની ટિકિટ અને ફાઈનલ મેચની ટિકિટના દર 2 હજારથી રૂપિયાથી શરૂ થઈને 1 લાખ રૂપિયા સુધીના રાખવામાં આવ્યા છે. ક્રિકેટ રસિયાઓ  ભારત-પાકિસ્તાન મેચ માટે ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે. આ સિવાય સેમિફાઇનલ અને ફાઇનલ મેચની ટિકિટ પણ ઓનલાઈન ઉપલબ્ધ થશે. ભારત-પાકિસ્તાન મેચ માટેની ટિકિટનું અલગ-અલગ સ્લોટમાં ઓનલાઈન વેચાણ કરવામાં આવશે. સ્ટેડિયમના બ્લોક મુજબ ટિકિટ રિલીઝ કરવામાં આવી રહી છે. મેચની ટિકિટ 2 હજાર રૂપિયાથી શરૂ થઈ કોર્પોરેટ બોક્સની ટિકિટ એક લાખ સુધીની છે. સાથે જ વર્લ્ડકપની મેચને લઈને વિશેષ આયોજન થઈ રહ્યુ છે અને દર્શકોને કોઈ અગવડતા ન પડે તેની પણ પુરેપુરી તકેદારી રાખવામાં આવી રહી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:14 pm, Tue, 5 September 23

Next Article