સતત બીજા દિવસે અમદાવાદની હવામાં મળ્યું ઝેર, પીરાણામાં પ્રદૂષણનું સ્તર AQI 343 નોંધાયું, જાણો તમારા વિસ્તારમાં પ્રદૂષણ કેટલું છે?

|

Feb 20, 2023 | 1:18 PM

Ahmedabad News : પીરાણામાં ઉદ્યોગોનો ધૂમાડો, કચરાનો ધૂમાડો અને વાહનોના ધૂમાડાને પગલે હવાનું પ્રદુષણ ગંભીર બન્યુ છે. આજની એટલે કે 20 ફેબ્રુઆરી 2023ની વાત કરીએ તો સવારે 9 વાગ્યાની સ્થિતિએ પીરાણાનો AQI 343 નોંધાયો છે.

સતત બીજા દિવસે અમદાવાદની હવામાં મળ્યું ઝેર, પીરાણામાં પ્રદૂષણનું સ્તર AQI 343 નોંધાયું, જાણો તમારા વિસ્તારમાં પ્રદૂષણ કેટલું છે?
અમદાવાદમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યુ

Follow us on

અમદાવાદની સાબરમતી નદી જ નહીં, પરંતુ હવે તો શહેરની હવા પણ ઝેરી બની ગઇ છે. અમદાવાદની હવામાં એટલી હદે ઝેર વધી રહ્યું છે કે શ્વાસ લેવુ પણ મુશ્કેલ બન્યુ છે. અમદાવાદનો સૌથી વધુ વાયુ પ્રદુષણ ધરાવતો વિસ્તાર પીરાણા છે. પીરાણામાં ઉદ્યોગોનો ધૂમાડો, કચરાનો ધૂમાડો અને વાહનોના ધૂમાડાને પગલે હવાનું પ્રદુષણ ગંભીર બન્યુ છે. આજની એટલે કે 20 ફેબ્રુઆરી 2023ની વાત કરીએ તો સવારે 9 વાગ્યાની સ્થિતિએ પીરાણાનો AQI 343 નોંધાયો છે. આવી હવા હ્રદય અને ફેફસાંના રોગ ધરાવતા દર્દીઓ માટે ઘાતક સાબિત થઇ શકે છે.

જાણો શહેરના કયા વિસ્તારમાં કેટલુ પ્રદૂષણ

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં AQI પર નજર કરીએ તો પિરાણામાં 343 AQI, ચાંદખેડામાં 252 AQI, નવરંગપુરામાં 252 AQI, રાયખડમાં 239 AQI, રખિયાલમાં 166 AQI, બોપલમાં 162 AQI, સેટેલાઇટમાં 161 AQI નોંધાયો છે.

આ પાંચ લોકો પાસે ક્યારેય નથી ટક્તા પૈસા, હંમેશા નારાજ રહે છે લક્ષ્મી
Bigg Boss 18 માંથી બહાર થઈ 25 વર્ષીય આ અભિનેત્રી, જુઓ ફોટો
કયા લોકોએ શિંગોડા ન ખાવા જોઈએ? નિષ્ણાત પાસેથી જાણીએ
દિવાળી પહેલા નારંગીની છાલથી બનાવો આ ખાસ ફેસપેક, ચહેરા પર આવશે નિખાર
આજનું રાશિફળ તારીખ : 25-10-2024
ચણા કે મગ, કઈ ફણગાવેલી દાળ વધુ શક્તિશાળી છે?

તો હવે નજર કરીએ AQIનાં માપદંડ પર તો 00થી 50 AQI આરોગ્યપ્રદ માનવામાં આવે છે. 51થી 100 AQI સંતોષકારક ગણાય છે. 101થી 200 AQIને મધ્યમ માનવામાં આવે છે. 201થી 300 AQIને આરોગ્ય માટે ખરાબ માનવામાં આવે છે. જ્યારે 301થી 400 AQI માનવ આરોગ્ય માટે અત્યંત ખરાબ અને 402થી 500 AQIને અતિ ગંભીર માનવામાં આવે છે.

પ્રદૂષણને ઓછુ કરવા તંત્ર એક્શન મોડ પર

અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી હવાનું પ્રદૂષણ એક ગંભીર મુદ્દો બની રહ્યો છે. જેમાં ખાસ કરીને ધૂળના સૂક્ષ્મ રજકણ હવામાં ભળવાથી હવા વધુ પ્રદૂષિત થાય છે. ત્યારે હવાનું પ્રદૂષણ અટકાવવા તંત્ર એકશન મોડ પર આવી ગયું છે. આ હવાના પ્રદૂષણમાં કન્સ્ટ્રક્શન સાઈટનો મોટો હિસ્સો હોવાથી તંત્રએ પર્યાવરણને સુરક્ષિત રાખવા એક પરિપત્ર બહાર પાડયો છે.

કન્સ્ટ્રક્શન સાઈટ પર પડદો લગાવવા આદેશ

અમદાવાદમાં ચાલતી તમામ કન્સ્ટ્રક્શન સાઈટ પર કપડાનો મોટો પડદો લગાવી તેમ જ સાઈટમાંથી સૂક્ષ્મ રજકણો હવામાં ન ભળે તેની તકેદારી રાખવા આદેશ આપ્યો છે. આ સૂચનાનું પાલન નહીં કરનારી બાંધકામ સાઈટને રજાચિઠ્ઠી સ્થગિત કરવાની ચેતવણી આપી છે. તંત્રએ પરિપત્ર બહાર પાડી તમામ બાંધકામ સાઈટને રોડ માટીથી ખરાબ ન થાય તે માટે યોગ્ય પગલા લેવા સૂચના આપી છે. બિલ્ડીંગ તોડતી વખતે હવાનું પ્રદૂષણ રોકવા પણ આદેશ કરાયો છે.

Next Article