RTOમાં ઘૂળ ખાય છે નવી HSRP નંબર પ્લેટ, ઇ-મેમોથી બચવા ‘હોશિયાર’ શહેરીજનો નથી લગાવતા HSRP,

|

Jun 11, 2022 | 9:22 AM

રાજ્યમાં જે લોકોએ હજુ સુધી વાહન પર હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ (HSRP)લગાવી નથી તેમને વધુ એક તક આપવામાં આવી છે. હવે વાહનચાલકો 6 મહિના સુધીમાં નવી નંબર પ્લેટ લગાવી શકશે.

RTOમાં ઘૂળ ખાય છે નવી HSRP નંબર પ્લેટ, ઇ-મેમોથી બચવા હોશિયાર શહેરીજનો નથી લગાવતા HSRP,
HSRP number plate at the RTO office

Follow us on

રાજ્યમાં જે લોકોએ હજુ સુધી વાહન પર હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ (HSRP)લગાવી નથી તેમને વધુ એક તક આપવામાં આવી છે. હવે વાહનચાલકો 6 મહિના સુધીમાં નવી નંબર પ્લેટ લગાવી શકશે. રાજ્યના કોઈ પણ સ્થળે વાહનો ચોરી થાય કે અન્ય કોઈ ઘટના બને તે માટે અને વાહનોની સુરક્ષા માટે સરકાર દ્વારા (HSRP) નંબર પ્લેટ ફરજિયાત કરી છે.ઇ મેમો થી બચવા (E-Memo)હજુ પણ કેટલાક વાહનો ચાલકોએ નંબર પ્લેટ નહિ લગાવતા HSRP નંબર પ્લેટ લાગવાની મુદતમાં વધારો કરાયો છે. તો નંબર પ્લેટ તૈયાર છતાં વાહન માલિકો લગાવવા ન આવતા RTO કચેરી ખાતે  તૈયાર hsrp નંબર પ્લેટનો ભરાવો થયો છે.

જે વાહનચાલકોએ હજુ સુધી HSRP નંબર પ્લેટ લગાવી નથી તેમના માટે સોનેરી તક છે.  હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવા સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો કોન્ટ્રાકટ 25 મેના રોજ પૂર્ણ થતા તેનો કોન્ટ્રાકટ ફરી રીન્યુ કરાયો છે. તેમજ HSRP નંબર પ્લેટ લગાવવાની મુદતમાં વધારો કરાયો છે. વાહનોની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા 2017માં સપ્ટેમ્બર મહિનામાં જુના વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવી ફરજિયાત કરી છે. અને જો HSRP નંબર પ્લેટ નહીં હોય તો દંડની કાર્યવાહીને 5 વર્ષ વિતવા આવ્યા છે.

નંબર પ્લેટ લગાવવાનો આટલો છે ચાર્જ

વાહનમાં નંબર પ્લેટ લગાવવા માટેનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. ટુ વહીલરના નંબર પ્લેટના 160 રૂપિયા ચાર્જ છે. જ્યારે ફોર વહીલરના 460 રૂપિયા ચાર્જ છે. પરંતુ ડિલર પાસે હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવાનો ચાર્જ વધુ થાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વાહન ચાલકોની બેદરકારી

કેટલાક વાહન માલિકો એવા છે જેમણે હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ બનાવવા આપી છે. અને ચાર્જ પણ ભરી દીધો છે. છતાં તૈયાર થયેલી નવી નંબર પ્લેટ લઈ જતા નથી આવી 2 હજારથી પણ વધુ નંબર પ્લેટ છેલ્લા છ મહિના કરતા વધુ સમયથી તૈયાર થઈને ધૂળ ખાઇ રહી છે. જેનો ડેટા ગાંધીનગર મોકલી આપવામાં આવ્યો છે. અને વાહનચાલકોનો સંપર્ક કરીને વિનંતી કરવામાં આવી છે કે નંબર પ્લેટ બનાવવા આપી હોય તે સમયસર નંબર પ્લેટ લગાવી જાય. જેના કારણે નંબર પ્લેટ લગાવવા ની કામગીરી પેન્ડિંગ ન રહે.

ઇ-મેમોથી બચવા નથી લગાવતા HSRP

કેટલાક વાહન ચાલકો એવા છે કે જેઓ ઇ મેમોથી બચવા અથવા દસ્તાવેજમાં અભાવે hsrp નંબર પ્લેટ લગાવી નથી રહ્યા. એટલું જ નહીં પણ તેનાથી મોટી બાબત એ છે કે ખુદ rto કચેરી પાસે એવા આંકડા નથી કે કેટલા લોકોએ hsrp નંબર પ્લેટ લગાવી અને કેટલા લોકોને hsrp નંબર પ્લેટ લગાવવાની બાકી છે

Next Article