અમદાવાદમાં કપાતર પુત્રના કરતૂત, પૈસા માટે સગી જનેતાને માર માર્યો, હુમલા બાદ જાનથી મારવાની આપી ધમકી

Ahmedabad: અમદાવાદમાં સગા દીકરાએ વૃદ્ધ માતા પર પૈસા બાબતે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. વૃદ્ધ માતાએ સમગ્ર બાબતે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે માતાની ફરિયાદ લઈ હૈવાન પુત્રની ધરપકડ કરી છે.

અમદાવાદમાં કપાતર પુત્રના કરતૂત, પૈસા માટે સગી જનેતાને માર માર્યો, હુમલા બાદ જાનથી મારવાની આપી ધમકી
| Edited By: | Updated on: Mar 26, 2023 | 4:11 PM

અમદાવાદમાં એક હૈવાન પુત્રએ પોતાની જ સગી જનેતાને મારવાનો પ્રયાસ કર્યો. સગા દીકરાએ પૈસા માટે વૃદ્ધ માતા પર હુમલો કર્યો અને જાનથી મારવાની ધમકી પણ આપી હતી. આ હુમલાથી ડઘાઈ ગયેલી માતાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસે માતાની ફરિયાદ લઈ હૈવાન પુત્રની ધરપકડ કરી છે.

પોલીસ કસ્ટડીમા જોવા મળતો યુવક આકાશ જોષી છે. જેણે પોતાની જનેતા પર હુમલો કરીને મારવાનો પ્રયાસ કર્યો. ઘટના એવી છે કે આકાશ જોષી તેની પત્ની મોનલ સાથે ફોન પર વાત કરતો હતો અને પતિ-પત્ની વચ્ચેની તકરારમાં અચાનક ઉશ્કેરાઈ ગયો અને ઘરમા તોડફોડ શરૂ કરી દીધી. માતા કલ્પનાબેનએ દીકરાને તોડફોડ કરતા અટકાવ્યો અને સમજાવવા જતા આકાશે માતા પર હુમલો કરી દીધો અને ગળુ દબાવીને મારવાનો પ્રયાસ કર્યો.

માતાને છરી મારી હત્યા કરવાની પુત્રએ આપી ધમકી

પુત્રએ છરી મારીને હત્યા કરવાની ધમકી આપી દીધી. આથી દીકરાથી ડરેલા કલ્પનાબેન ઘરની બહાર નીકળી ગયા અને ઘર નજીકના બસ સ્ટેન્ડે આખી રાત પસાર કરીને આનંદનગર પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી. માતાની ફરિયાદ બાદ પોલીસે પુત્ર આકાશની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી.

માતા પાસેથી પૈસા કઢાવવા ઘરમાં તોડફોડ કરી, માતાને માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપી

આરોપી પુત્ર આકાશ જોષી કાપડની દુકાન ચલાવતો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી ઘરે બેકાર હતો. જેથી તેની પત્ની મોનલ પણ બે બાળકોને લઈને છ મહિના પહેલા વડોદરા જતી રહી હતી. આકાશના માતા કલ્પનાબેન નિવૃત શિક્ષક છે. જેથી તેમનુ પેન્શન આવતુ હતુ. આકાશને માતા પાસેથી પૈસા કઢાવવા ઘરમાં તોડફોડ કરી આતંક મચાવતો હતો. આથી માતા પૈસા વાપરવા આપી દેતા હતા. પરંતુ આકાશે આ વખતે પૈસાની લાલચમાં માતાની જાન લેવાનો પ્રયાસ કરતા અંતે માતાએ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા છે. પોલીસે વૃધ્ધ માતાની ફરિયાદ લઈને દીકરા વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે.

આકાશ જોષીથી તેની માતા જ પરેશાન ન હતી પરંતુ સોસાયટીના રહીશો પણ પરેશાન હતા. આલોક એપાર્ટમેન્ટના અનેક રહીશોએ આકાશ વિરૂધ્ધ અરજી કરી છે. આકાશ અવારનવાર ઘરમાં તોડફોડ કરીને આંતક મચાવતો હતો. હાલમા આનંદનગર પોલીસે મારામારી કેસમાં આરોપીને કોર્ટમા રજૂ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad: લાંભા રોડ પર બાળક સાથે જઈ રહેલી મહિલાને બાઈકચાલકે લીધી અડફેટે, જુઓ અકસ્માતનો હચમચાવી દેનારો Video

Published On - 7:18 pm, Sat, 25 March 23