અમદાવાદ જિલ્લામાં ગંગા સ્વરૂપા બહેનોને છેલ્લાં એક વર્ષમાં રૂ.137 કરોડથી વધુની સહાય ચૂકવાઇ

|

Feb 18, 2022 | 6:31 PM

અમદાવાદ જિલ્લામાં માર્ચ 2021માં લાભાર્થીઓની સંખ્યા 65,285 હતી, જે વધીને ફેબ્ર્આરી - 2022 સુધીમાં 98,800 પહોંચી ગઇ છે. આ યોજનાનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે અમદાવાદ જિલ્લાની ટીમ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદ જિલ્લામાં ગંગા સ્વરૂપા બહેનોને છેલ્લાં એક વર્ષમાં રૂ.137 કરોડથી વધુની સહાય ચૂકવાઇ
In Ahmedabad district, more than Rs. 137 crore has been paid to Ganga Swarupa sisters in last one year

Follow us on

અમદાવાદ (Ahmedabad) જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી શૈલેષભાઇ અંબારિયાના જણાવ્યા અનુસાર, અમદાવાદ જિલ્લામાં ગંગા સ્વરૂપા બહેનોને (Ganga Swarupa)છેલ્લાં એક વર્ષમાં માર્ચ– 2021 થી ફેબ્રુઆરી 2022 સુધીમાં રૂ. 137 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

અધિકારીએ આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું કે, અમદાવાદ જિલ્લામાં કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મોટા પ્રમાણમાં ગંગા સ્વરૂપા આર્થિક યોજનાનો લાભ ગંગા સ્વરૂપા બહેનોને આપવામા આવી રહ્યો છે. અમદાવાદ જિલ્લામાં 98, 800 ગંગા સ્વરૂપ મહિલાઓને ફેબ્રુઆરી – 2022 માસમાં એરિયર્સ સાથે ડી.બી.ટી.ના માધ્યમથી રૂપિયા 25.73 કરોડથી વધુની સહાય પણ ચૂકવી દેવામાં આવી છે. આમ નિરાશ્રિત બહેનો માટે આ યોજના એક વરદાનરૂપ સાબિત થઇ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ જિલ્લામાં માર્ચ 2021માં લાભાર્થીઓની સંખ્યા 65,285 હતી, જે વધીને ફેબ્ર્આરી – 2022 સુધીમાં 98,800 પહોંચી ગઇ છે. આ યોજનાનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે અમદાવાદ જિલ્લાની ટીમ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ, રાજ્ય સરકારની અનેક મહિલાલક્ષી પહેલોના કારણે જ આજે રાજ્યની મહિલાઓ સ્વમાનભેર ઉન્ન મસ્તકે જીવન જીવી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે મહિલા અને બાળકોના કલ્યાણ, સશક્તિકરણ તેમજ સર્વાંગીણ વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, તેમાની જ એક યોજના એટલે ગંગા સ્વરૂપા આર્થિક યોજના. (Ganga Swarupa Economic Plan)આ યોજના અંતર્ગત રાજ્યની મહિલાઓને આર્થિક રીતે પગભર બની સ્વમાનભેર પોતાનું જીવન વ્યતિત કરી શકે તે માટે દર મહિને રાજ્ય સરકાર દ્વારા ગંગા સ્વરૂપા બહેનોને રૂપિયા 1,250ની સહાય આપવામાં આવે છે.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થી અર્ચનાબેન ભટ્ટના જણાવ્યા અનુસાર ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના નિરાશ્રિત બહેનોને આર્થિક સહાય દ્વારા સન્માન પૂર્વક જીવવાનો અધિકાર આપે છે. આ યોજના અમારા જેવા નિરાશ્રિત બહેનો માટે એક વરદાનરૂપ સાબિત થઇ રહી છે. આ યોજના અંતર્ગત અગાઉ 21 વર્ષની ઉંમરનો પુત્ર થાય પછી સહાય બંધ કરવાની જોગવાઇને રદ કરવામાં આવી છે, જેના માટે અમે ખરેખર આજીવન રાજ્ય સરકારના આભારી રહીશું. એટલું જ નહીં, આ યોજનામા ગંગા સ્વરૂપા બહેનોને માસિક રૂ. 1250 વિધવા પેન્શન રૂપે બેંક કે પોસ્ટ ખાતામા ડી.બી.ટી (ડાયરેક્ટ બેનીફિટ ટ્રાંસફર) મારફતે સીધા જમા થવાથી અમને ઘણી સરળતા થઇ છે.

આ પણ વાંચો : અમદાવાદ બ્લાસ્ટ કેસમાં ખુલાસો, તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવવાનું હતું કાવતરું

આ પણ વાંચો : Surat : હવે રસ્તા પર જોવા મળી આપ-ભાજપની લડાઈ, ભાજપના ધારાસભ્ય અને આપના કોર્પોરેટરો જાહેરમાં જ લડ્યા

 

Published On - 6:15 pm, Fri, 18 February 22

Next Article