Ahmedabad: સ્ટેન્ડિંગ કમિટી ની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો, જાણો અમદાવાદ માટેના કયા મહત્વના કામ મંજૂર થયા

|

Aug 31, 2023 | 10:31 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન શહેરના વિકાસને લઈ અનેક મહક્વના કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં એસ્ટેટ, ચીફ ઓડિટ, ટેક્ષ તથા સરદાર પટેલ સ્ટેડિયમ વિભાગ અને વોટર સપ્લાય એન્ડ સુઅરેજ, રોડ એન્ડ બિલ્ડીંગ, રીક્રિએશનલ કલ્ચરલ અને હેરીટેજ, હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ તથા હોસ્પિટલ કમિટીના કામોને મંજુરી આપવામાં આવી.

Ahmedabad: સ્ટેન્ડિંગ કમિટી ની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો, જાણો અમદાવાદ માટેના કયા મહત્વના કામ મંજૂર થયા
AMC ની સ્ટેન્ડિંગની બેઠક યોજાઈ

Follow us on

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન શહેરના વિકાસને લઈ અનેક મહક્વના કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં એસ્ટેટ,
ચીફ ઓડિટ, ટેક્ષ તથા સરદાર પટેલ સ્ટેડિયમ વિભાગ અને વોટર સપ્લાય એન્ડ સુઅરેજ, રોડ એન્ડ બિલ્ડીંગ, રીક્રિએશનલ કલ્ચરલ અને હેરીટેજ, હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ તથા હોસ્પિટલ કમિટીના કામોને મંજુરી આપવામાં આવી.

મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. જેમાં મહત્વના મુદ્દાઓને લઈ શહેરના વિકાસ કાર્યોને લઈ થઈ હતી. મંજુરી અપાયેલ કામો પર એક નજર.

 

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

વોટર સપ્લાય અને સુઅરેજ સમિતિ દ્વારા રજૂ થયેલ કામ

  • નેશનલ પ્લાન ફોર કન્ઝર્વેશન ઓફ એકવેટીક ઇકોસિસ્ટમની (NPCA) યોજના હેઠળ ઉત્તર પશ્ચિમ ઝોનમાં જગતપુર ગામ તળાવ તેમજ કેન્દ્ર સરકારની સ્કીમ અમૃત-૨ અંતર્ગત સ્ટેટ વોટર એક્શન પ્લાન-1  (SWAP-1) અન્વયે ભાડજ ગામ, ઓગણજ કામ તથા ઓકાફ ગામ તળાવના વિકાસ કામો માટે કુલ રૂા. 2565 લાખથી વધુના કામોને મંજૂરી આપવામાં આવી.
  • પશ્ચિમઝોનના સાબરમતી વોર્ડમાં આવેલ હયાત સાબરમતી વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે પંપહાઉસ સહિત નવી બનતી અંડરગ્રાઉન્ડ ટાંકી સંલગ્ન ઇલે-મીકે. ઇક્વીપમેન્ટસ તેમજ ઇન્સ્ટ્રુમેન્ટસની એસ.આઇ.ટી.સી. તથા ૫ વર્ષના કોમ્પ્રીહેન્સીવ મેઇન્ટેનન્સની કામગીરી માટે રૂા. 501 લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી.
  • ઉત્તર-પશ્ચિમઝોનના બોડકદેવ વોર્ડમાં નવા સમાવિષ્ટ બોપલ વિસ્તારમાં મેઘના સોસાયટી રોડ, ટેલીફોન એક્ષચેન્જ રોડ, સરકારી ટ્યુબવેલ રોડ તથા અન્ય વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઇન નાંખવા માટે રૂા. 32 લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી.
  • ઉત્તર/દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલ નવા બનતા ગાર્ડનમાં ગાર્ડન ખાતાની જરૂરીયાત મુજબ 12 નંગ નવા બોરવેલ બનાવવા માટે બોરવેલની ડ્રીલીંગ, કન્સ્ટ્રક્શન, ડેવલોપીંગ પાઇપ એસેમ્બલી તેમજ સબ.પંપ મોટર સેટની એસ.આઇ.ટી.સી.ની કામગીરી માટે રૂા. 173 લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી.
  • પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં રાણીપ વિસ્તાર તથા નવા રાણીપ વિસ્તારમાં જુદા-જુદા ટી.પી. રોડ ઉપર આવેલ ડ્રેનેજ લાઈન તથા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન રીપેરીંગ કરવાના તથા મશીન હોલ બ્રેક ડાઉન રીપેરીંગ ક૨વાની કામગીરી તથા ડ્રેનેજ તથા સ્ટ્રોમ વોટર ડ્રેનેજને લગતી આનુષાંગિક કામગીરી કરવા માટે રૂા. ૬૫ લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી.
  • ઉત્તર ઝોન તથા અન્ય ઝોનમાં ડ્રેનેજ/સ્ટ્રોમ વોટર લાઇનોના બ્રેક ડાઉન રીપેર કરવાની કામગીરી કરવા માટે રૂા. ૬૩ લાખથી વધુના કામને મંજુરી આપવામાં આવી.
  • ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં આવેલ સરકારી વસાહત રોડ પર તથા અન્ય જુદી જુદી જગ્યાએ જરૂરિયાત મુજબ સ્ટોર્મ વોટર લાઇન નવી નાંખવાના તથા જરૂરિયાત મુજબ મેઇન્ટેનન્સ કરવા માટે રૂા. 31 લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી.
  • ઉત્તર ઝોનના સરદારનગર વોર્ડમાં નવા સમાવિષ્ટ નાના ચિલોડા વિસ્તારમાં ઔડા દ્વારા નંખાયેલ જુના નેટવર્કને કાર્યરત કરવા નાના ચિલોડા પંચાયત રોડ, પ્રેમ પ્રકાશ આશ્રમ રોડ, નોબલ નગર રોડ ઉપર તેમજ વોર્ડમાં અન્ય જગ્યાએ ડ્રેનેજ લાઇન તેમજ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન ડીસીલ્ટીંગ કરવા માટે રૂા. 212 લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી.
  • ઉત્તર ઝોનના સરદારનગર વોર્ડમાં નવા સમાવિષ્ટ વિસ્તાર જેવા કે નાના ચિલોડા, ન્યુ શાહીબાગ, ટી.પી. રોડ તથા સ્લમ વસાહતમાં પાણીની લાઇન નાંખવા, પાણીની લાઇનના જરૂરી લીકેજ કે બ્રેકડાઉન રીપેરીંગ કરવા, પાણીના પ્રેસર સુધારવા તથા પાણીને લગતા અન્ય આનુષાંગિક કામો કરવા માટે રૂા. ૩૮ લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી.

 

રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ કમિટી દ્વારા રજૂ થયેલ કામો

  • પશ્ચિમ ઝોનના જુદા જુદા રસ્તાઓની ઈરોઝન થયેલ હયાત સરફેસ ઉપર માઇક્રો રી-સરફેસીંગ પધ્ધતિથી રીસરફેસ કરવાના કામ માટે રૂા. 451 લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી.
  • ઉત્તર ઝોનના કુબેરનગર વોર્ડમાં સરદારનગર ટાઉનશીપ વાળા પ્લોટમાં પ્લે ગ્રાઉન્ડ તથા ગાર્ડન બનાવવાના કામ માટે રૂા. 89 લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી.
  • દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં લાંભા ગામ, લક્ષ્મીપુરા ગામ, કમોડ ગામમાં તથા વોર્ડમાં અન્ય વિસ્તારમાં આર.સી.સી. રોડ બનાવવા તથા પેવર બ્લોક લગાવવાનાં કામ માટે રૂા. 161 લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી.
  • ઉત્તર પશ્ચિમ ઝોનમાં માન. મ્યુનિ. કાઉન્સીલરશ્રીઓ, માન. ધારાસભ્યશ્રીઓ, માન. સંસદ સભ્યશ્રીઓ દ્વારા ફાળવેલ બજેટ ગ્રાન્ટ, સ્વર્ણિમ બજેટ તેમજ અન્ય ફાળવેલ બજેટ ગ્રાન્ટમાંથી ખાનગી સોસાયટીઓમાં, ચાલીઓમાં તથા સ્લમ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના કામો તેમજ સ્ટ્રીટ લાઇટના સુધારણાના કામો રૂા. 3.00 કરોડની મર્યાદામાં કરાવવાના કામને મંજૂરી આપવામાં આવી.
  • ઉત્તર ઝોનના વિવિધ વોર્ડોમાં કોલ્ડમીક્ષ ઇન્જેકશનના ખાડાઓ પેચીંગ મશીનથી પેચ વર્ક કરવાના કામ માટે રૂા. 71 લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી.

 

રીક્રિએશનલ કલ્ચરલ અને હેરીટજ કમિટી દ્વારા રજૂ થયેલ કામોમાં.

  • ઉત્તર ઝોનમાં નવીન બનેલ રખિયાલ જીમ્નેશિયમને ૫ વર્ષ માટે પી.પી.પી ધોરણે ચલાવવા માટે આપવાના કામને મંજૂરી આપવામાં આવી.

 

હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી દ્વારા રજૂ થયેલ કામો

  • ઉત્તર પશ્ચિમ ઝોન ખાતે નવનિર્મિત થલતેજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં “THE INTERNATIONAL ASSOCIATION OF LIONS CLUB ” સંસ્થા દ્વારા પ્રથમ માળમાં ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવા તથા 3 વર્ષ માટે ટોકન ભાડાથી ભાડે આપવાના કામને મંજૂરી આપવામાં આવી.
  • ઉત્તર પશ્ચિમઝોન ખાતે નવનિર્મિત થલતેજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં “HEALTH & CARE FOUNDATION HOSPITAL” સંસ્થા દ્વારા ત્રીજા માળે સેરેબ્રલ પાલ્સી થેરેપી સેન્ટર શરૂ કરવા તથા 3 વર્ષ માટે ટોકન ભાડાથી ભાડે આપવાના કામને મંજૂરી આપવામાં આવી.
  • અ. મ્યુ. કોર્પોરેશન દ્વારા સફાઈ કામગીરી સારૂ સફાઈ કામદારો માટે એમ.એસ. હેન્ડ કાર્ટ સાથેનાં 30,000 નંગ પીઈ બીન્સ ખરીદ કરવા માટે રૂા. 124 લાખથી વધુના કામને મંજૂરી આપવામાં આવી.
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં ઉત્પન્ન થતાં સી એન્ડ ડી વેસ્ટનાં નિકાલ માટે ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં 1000 મેટ્રીક ટનનો સી એન્ડ ડી વેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટ બનાવી તથા 5 વર્ષ માટે ઓપરેશન અને મેઇનટેનન્સ માટે તથા અલગ અલગ સી એન્ડ ડી પ્લોટમાંથી સી એન્ડ ડી કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશન સહીતની આનુષાંગીક કાર્યવાહી કરવાના કામને મંજૂરી આપવામાં આવી.

આ પણ વાંચોઃ Shamlaji: શામળાજી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી, ભગવાનને સોનાની રાખડી અર્પણ કરાઈ

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:15 pm, Thu, 31 August 23

Next Article