Ahmedabad: ચોમાસામાં જે રોડ પર ખાડા પડશે તે રોડને જે તે અધિકારીનુ અપાશે નામ, કોંગ્રેસે ઉચ્ચારી ચીમકી

|

May 31, 2023 | 8:28 PM

AMC ખાતે વિપક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. મેયર ઓફિસનો કોંગ્રેસ દ્વારા ઘેરાવો કરી સામાન્ય વરસાદ માં પ્રિ મોન્સુન ના દાવા પોકળ સાબિત થયા હોવાની વાત કરી છે. રોડ , ડ્રેનેજ તેમજ સ્ટ્રોમ વોટર લાઈન માં ભ્રષ્ટાચાર ના આરોપ કરાયા છે. 

Ahmedabad: ચોમાસામાં જે રોડ પર ખાડા પડશે તે રોડને જે તે અધિકારીનુ અપાશે નામ, કોંગ્રેસે ઉચ્ચારી ચીમકી

Follow us on

Ahmedabad: અમદાવાદ શહેરમાં વરસાદને કારણે ઠેર ઠેર ખાડા પાડવાના બનાવો સામે આવતા હોય છે. પરંતુ આવા બનાવોને લઈ વિપક્ષ હવે આક્રમક મૂડમાં આવી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા વિપક્ષ નેતા, મ્યુનિ. કાઉન્સીલર તથા મોટી સંખ્યામાં કાર્યકરઓ હાજર રહી મેયરને આવેદન પત્ર આપવામાં આવ્યું. અમદાવાદ શહેરમાં તાજેતરમાં પડેલ 3 થી 4 ઇંચ વરસાદમાં પ્રી- મોન્શન પ્લાન નિષ્ફળ મુવીનું ટ્રેલર પ્રજાને અને સૌને જોવા મળ્યું હોવાની વાત કરી છે. મહત્વનુ છે કે ચોમાસામાં તમામ રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો સીઝન શરૂ થાય તે પહેલાં પડેલ એક જ વરસાદમાં ઠેર ઠેર અમદાવાદના નગરજનોના ધર તથા કોર્મશિયલ એકમો પાણીમાં ગરકાવ થવાને કારણે આપત્તીનો ભોગ બન્યા છે. વિપક્ષના જણાવ્યા અનુસાર 12 જેટલા સ્થળે રોડ બેસી ગયા, 6 સ્થળે ભુવા પડ્યાં અને 256 જેટલા સ્થળે પાણી ભરાયાંની પરિસ્થિતિ સર્જાઈ છે.

ગત વર્ષ તથા ચાલુ વર્ષના મળી કુલ 2000 કરોડના ખર્ચે બનાવાયેલા નવા રોડ તુટી જતાં રોડના કામોમાં ભષ્ટ્રાચાર થયો હોવાની વાત સામે આવી છે. તેમજ ભાજપના આંતરિક જુથવાદને લઇને એસ.ટી.પી પ્લાન્ટ તથા જુની ડ્રેનેજ લાઇના અપગ્રેડ કરવા માટેની રૂ. 3000 કરોડની લોન વર્લ્ડ બેંક તરફથી અટકાવી દેવામાં આવી છે. જેથી કામો થઇ શક્યાં નથી જેને કારણે પ્રજા હેરાન પરેશાન થઈ હતી.

ચોમાસાની સિઝનના આગામી દિવસોમાં વધુ વરસાદ આવે તેવી ભીતી પણ છે ત્યારે તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કાર્યવાહી કરી તાકીદે પ્રી-મોન્સુન એકશન પ્લાનનો સંપૂર્ણ અમલ કરાવી શહેરના નગરજનોને પડતી તમામ હાલાકી માંથી મુક્તિ અપાવવા કાર્યવાહી કરવા તેમજ આગામી ચોમાસાની સિઝનને તેમજ માનવતાના ધોરણને ધ્યાનમાં રાખી પ્રી-મોન્સુન એકશન પ્લાનની કામગીરીનું મોનીટરીગ થાય તે માટે વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ પણ વાંચો : કઠણ કાળજાની અજાણી મહિલા નવજાતને ખેતરમાં મૂકી જતી રહી, ખેડૂત મહિલાએ જીવની જેમ સાચવી સારવાર કરાવી

પ્રી-મોન્સુન એકશન પ્લાનની બાકી રહેલ કામગીરી તાકીદે યુધ્ધના ધોરણે પૂર્ણ કરવા તેમજ તે કામગીરીમાં થતાં વિલંબ તથા ગેરરીતી બાબતે જે કોઇ જવાબદાર હોય તેની સામે કાયદેસર કાર્યવાહી કરી તેમની સામે પગલાં ભરવા માગ કરી હતી. આગામી દિવસોમાં વરસાદી પાણીને કારણે રોડ પર ખાડા પડશે અથવા રોડ તુટી જશે તે રોડનું નામાભિધાન સંબંધિત અધિકારીના નામે રોડનું નામાકરણ કરવામાં આવશે તે બાબતની ખાસ નોંધ લેવા મેયરને આવેદનપત્ર આપી માંગણી કરાઇ હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:11 pm, Wed, 31 May 23

Next Article