પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે ST નિગમના કેટલા ડેપોએ Kmpl એવોર્ડ મેળવ્યા

|

Apr 18, 2022 | 5:23 PM

હાલમાં મળેલા એવોર્ડ પાછળ ડ્રાયવર અને કંડકટરની સમય સુચકતા અને નિષ્ઠા પૂર્વકની કામગીરીના કારણે Kmplમાં સારો સુધારો આવ્યો, જેના માટે અલગ અલગ ડેપોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે ST નિગમના કેટલા ડેપોએ Kmpl એવોર્ડ મેળવ્યા
How many depots of ST Corporation got Kmpl award against the rising price of petrol-diesel

Follow us on

પેટ્રોલ-ડીઝલના (Petrol-diesel) ભાવ સતત વધી રહ્યા છે. તેમજ સદી પણ વટાવી છે. જે ભાવ વધારાએ વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જી છે. તેમજ ભાવ ઓછા થવાના નામ નથી લઈ રહ્યા. ત્યારે આ વધતા ભાવ સામે એસટી નિગમના (ST Corporation)કેટલાક ડેપોએ સિદ્ધિ હાંસલ કરી છે. અને તે છે Kmpl ( ડિઝલ બચત ) સિદ્ધિ. જેમાં સારા Kmpl ( ડિઝલ બચત ) કરનાર ડેપોને એવોર્ડ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા.

ક્યાં ક્યાં ડેપોને મળ્યા Kmpl ( ડીઝલ બચત ) એવોર્ડ

અમદાવાદ વિભાગના ગાંધીનગર, જૂનાગઢ વિભાગના ધોરાજી-જેતપુર અને પોરબંદર, મહેસાણા વિભાગના પાટણ અને રાજકોટ વિભાગના વાંકાનેર ડેપોને એવોર્ડ મળ્યા. જેમાં ડેપોને 75 હજારના એવોર્ડ આપવા આવ્યા હતા. 11 એપ્રિલે ama અટીરા કેમ્પસ ખાતે એવોર્ડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલના હસ્તે ડેપો મેનેજરને એવોર્ડ આપવામાં આવ્યા હતા. જે એવોર્ડ પાછળ ડ્રાયવર અને કન્ડક્ટરની મહેનતને વધુ શ્રેય આપવામાં આવ્યો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

મળતી માહિતી પ્રમાણે નિગમ દ્વારા વર્ષ 2018 – 19 માં 5.38 ડીઝલ kmpl મેળવ્યો છે. વર્ષ 2019 – 20 માં 5.57 ડીઝલ kmpl મેળવ્યો છે.  વર્ષ 2020 – 21 માં 5.55 ડીઝલ kmpl મેળવ્યો છે અને વર્ષ 2021 – 22 માં 5.50 ડીઝલ kmpl મેળવ્યો છે. એટલે કે એસટી નિગમમાં એવોર્ડ મેળવેલા ડેપોએ સ્પીડ મેન્ટેન રાખી ડીઝલ બચત કરવામાં સારો પ્રયાસ કર્યો છે. જેમાં એસટી નિગમનું માનવું છે કે મિકેનિકલ તેમજ ડ્રાઇવરના અથાગ પ્રયત્નો તેમજ વાહનોની કાર્યક્ષમતામાં વધારો, જરૂર મોનીટરીંગ, વાહનોની પરિમેઇન્ટેઇનન્સની કામગીરી થકી એવોર્ડ મેળવ્યા છે.

શુ છે ડીઝલ Kmpl એવોર્ડ

હાલમાં મળેલા એવોર્ડ પાછળ ડ્રાયવર અને કંડકટરની સમય સુચકતા અને નિષ્ઠા પૂર્વકની કામગીરીના કારણે Kmplમાં સારો સુધારો આવ્યો, જેના માટે અલગ અલગ ડેપોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમાં એવું કહેવામાં આવે છે કે કેટલાક ડ્રાઈવર વાહન ચલાવે તો 4.50 કિલોમીટરે એક લીટર ડીઝલ ખપત થાય. તો કેટલાક ડ્રાઈવરના કારણે તેમાં સારો રેશિયો નોંધાતો હોય છે. જેમાં હાલમાં એવોર્ડ મેળવનાર ડેપોએ 5.50 કિલો મીટરે એક લીટર ડીઝલની ખપત કરી છે. એટલે કે એક લીટર ડીઝલ સામે જે વધુ કિલોમીટર બસ ચલાવે સારી એવરેજ આપે તેને Kmpl એવોર્ડ આપવામાં આવે છે. જે સારી એવરેજ આપતા ડીઝલની બચત થાય છે સાથે મુસાફરોને સારી સુવિધા પણ પુરી પાડી શકાય છે.

એસટી નિગમે ખોટ વચ્ચે કેટલાક ડેપોએ મેળવ્યા એવોર્ડ

એસટી નિગમમાં હાલ 8019 બસો ધરાવે છે. જેમાં 316 સ્લીપર કોચ, 1277 સેમી લકઝરી, 5094 સુપર ડિલક્ષ, 13 CNG અને 1319 મીની બસો ચાલે છે. જે એસટી નિગમ આટલી બસો અને રાજ્યની જીવાદોરી ગણાતી હોવા છતાં દરરોજ 40 લાખ જેટલી ખોટ એસટી નિગમ ખાય છે. જેમાં વોલ્વો બસ સૌથી વધુ ખોટ ખાય છે. જેની પાછળ ડીઝલના વધુ ભાવ અને મુસાફરોની ઓછી સંખ્યા અને ભાડા નહિ વધારવાનો મુદ્દો જવાબદાર માનવામાં આવી રહ્યો છે. જોકે આટ આટલી ખોટ છતાં એસ ટી નિગમ મુસાફરોને સુવિધા પૂરી પાડી રહ્યું છે. તેમજ કેટલાક એવોર્ડ પણ મેળવી રહ્યું છે.

આ પણ વાંચો :ઓસ્ટ્રેલિયા : પર્થ સ્વામિનારાયણ મંદિરમાં ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

Surat: પશુ નિયંત્રણ બિલના વિરોધમાં માલધારીઓ હવે લડી લેવાના મૂડમાં, કલેક્ટર કચેરીએ યોજ્યા ધરણા

Published On - 5:23 pm, Mon, 18 April 22

Next Article