Hit And Run: અમદાવાદમાં નશામાં ધૂત કાર ચાલકે દંપતીને લીધું અડફેટે, યુવક હંમેશા 170 થી 200 કિલોમીટરની ઝડપે કાર દોડાવતો હોવાનો કથિત Video Viral

કારમાંથી સત્યમ શર્માના નામની બેંક પાસબુક પણ મળી આવી છે જેના ઉપરથી આ યુવકનું નામ સત્યેન શર્મા હોવાનું માલૂમ પડે છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ યુવક બેફામ રીતે કાર દોડાવી રહ્યો હતો. કાર ચાલકે દંપતીને અડફેટે લેતા પહેલા અન્ય એક કારને પણ ટક્કર મારી હતી.

Hit And Run: અમદાવાદમાં નશામાં ધૂત કાર ચાલકે દંપતીને લીધું અડફેટે, યુવક હંમેશા 170 થી 200 કિલોમીટરની ઝડપે કાર દોડાવતો હોવાનો કથિત Video Viral
| Edited By: | Updated on: Mar 02, 2023 | 9:45 AM

અમદાવાદમાં સિમ્સ હોસ્પિટલની નજીક BMW કાર ચાલકે ઓવર સ્પીડમાં ગાડી ચલાવતા ચલાવતા એક દંપતીને અડફેટે લીધું હતું. આ દંપતી ઝાયડસથી સિમ્સ હોસ્પિટલ જવાના રસ્તા ઉપર ચાલી રહ્યું હતું ત્યારે સત્યેન શર્મા નામના કાર ચાલકે દંપતીને અડફેટે લીધું હતું.  જયાં દંપતીને ગંભીર ઈજા પહોંચી હતી પ્રાથમિક વિગતો અનુસાર આ કાર ચલાવતો યુવક દારૂ પીને ગાડી ચલાવતો હતો અને અકસ્માત બાદ ખેતરમાં કાર મૂકીને નાસી ગયો હતો. હાલ આ મુદ્દે ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે

 

BMW કારમાંથી દારૂની બોટલ મળી આવતા વધુ એક ગુનો નોંધાયો

આ  ઘટનામાં સોલા પોલીસે કારમાંથી દારૂની બોટલ મળી આવતા કાર માલિક વિરુદ્ધ   ગુનો નોંધ્યો છે.  ટ્રાફિક એન ડિવિઝન પોલીસે અકસ્માતને લઈ ગુનો નોંધ્યો છે.

કારમાંથી સત્યમ શર્માના નામની બેંક પાસબુક પણ મળી આવી છે જેના ઉપરથી આ યુવકનું નામ સત્યમ શર્મા હોવાનું માલૂમ પડે છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ યુવક બેફામ રીતે કાર દોડાવી રહ્યો હતો. કાર ચાલકે દંપતીને અડફેટે લેતા પહેલા અન્ય એક કારને પણ ટક્કર મારી હતી.

 

સત્યમ શર્મા નામના યુવકના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ પ્રકારના ઘણા વીડિયો મળી આવ્યા છે જેમાં તે અવાર નવાર બેફામ ગતિએ કાર ચલાવતો જોવા મળે છે જોકે આ ઘટના બની ત્યારે સત્યેન શર્મા જ કાર ચલાવતો હતો કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા થયા છે અને આ ઘટનામાં વધુ તપાસ ચાલી રહી છે . સ્થાનિકોનું કહેવું છે કે કાર ચાલક નશાની હાલતમાં કાર ડ્રાઈવ કરતો હતો અને યુવક કોઈ વગદાર વ્યક્તિનો પુત્ર છે. હાલ આ મુદ્દે ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

 

 

વિથ ઇનપુટ: મિહિર સોની, અમદાવાદ ટીવી9

Published On - 8:28 am, Thu, 2 March 23