Ahmedabad: વીએસ હોસ્પિટલનું બિલ્ડિંગ તોડી પાડવા મામલે હાઈકોર્ટમાં થઈ સુનાવણી, કોર્પોરેશને રજૂ કર્યુ સોગંધનામુ

|

Sep 12, 2022 | 9:51 PM

અમદાવાદમાં વી.એસ હોસ્પિટલનું બિલ્ડિંગ તોડી પાડવા મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં કોર્ટ તરફથી બિલ્ડિંગ તોડી પાડવા અંગેનું વલણ સ્પષ્ટ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્પોરેશન તરફથી હાલ 500 બેડ જે કાર્યરત છે, તેને યથાવત રાખવામાં આવશે તે બિલ્ડિંગ તોડી પાડવામાં નહીં આવે તે અંગેનું સોગંધનામુ રજૂ કરવામાં આવ્યુ છે.

Ahmedabad: વીએસ હોસ્પિટલનું બિલ્ડિંગ તોડી પાડવા મામલે હાઈકોર્ટમાં થઈ સુનાવણી, કોર્પોરેશને રજૂ કર્યુ સોગંધનામુ
ગુજરાત હાઈકોર્ટ

Follow us on

અમદાવાદ(Ahmedabad)માં વી.એસ હોસ્પિટલ (V S Hospital)નું બિલ્ડિંગ તોડવા અંગેના ટેન્ડર મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. અગાઉ થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે કોર્પોરેશનના વકીલને બિલ્ડિંગ તોડવા પાછળના કારણો અને બિલ્ડિંગ તોડી પાડ્યા બાદ શું આયોજન છે તેવા સવાલ કર્યા હતા. જેમાં કોર્પોરેશનના વકીલે એ મુદ્દે કોઈ સૂચના ન હોવાનું જણાવ્યુ હતુ અને જવાબ રજૂ કરવા અંગે એક સપ્તાહનો સમય માગ્યો હતો. જેમાં હાઈકોર્ટ (High Court) એક સપ્તાહનો સમય આપ્યો હતો. આ અંગે આજે કોર્ટમાં કોર્પોરેશન તરફથી જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્પોરેશને જણાવ્યુ કે શેઠ વી.એસ હોસ્પિટલ અને ચીનાઈ હોસ્પિટલના 500 બેડ જ્યાં આવેલા છે તે બિલ્ડિંગને કોર્પોરેશન નહીં તોડે.

કોર્ટમાં અરજદારની શું હતી રજૂઆત?

જેની સામે અરજદારે કોર્ટમાં જણાવ્યુ કે અગાઉ 1200 બેડ આવેલા હતા, જે ઘટાડીને હવે કોર્પોરેશન 500 બેડ હોવાનું કહી રહી છે. હાઈકોર્ટ તરફથી કોર્પોરેશનને સોગંધનામુ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે તો બીજી તરફ અગાઉની સુનાવણીમાં જ્યારે કોર્પોરેશને જણાવ્યુ હતુ કે હોસ્પિટલનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં અને બિસ્માર હાલતમાં છે. તેને તોડવુ જરૂરી છે. જેમાં કોર્ટ વળતો સવાલ કર્યો હતો કે હોસ્પિટલનું બિલ્ડિંગ તોડી પાડ્યા બાદ ત્યાં શું કરવાનું આયોજન છે. આ સમગ્ર બાબતો અંગે કોર્પોરેશન તરફથી એવુ કહેવામાં આવ્યુ છે કે હાલ 500 બેડ જે કાર્યરત છે એ બિલ્ડિંગ તોડવામાં નહીં આવે.

એટલે કે સ્પષ્ટ રીતે કહી શકાય કે કોર્પોરેશનને હાલ શું કરવુ છે તે અંગેનું વલણ સ્પષ્ટ કરવા અંગે કોર્ટ તરફથી આદેશ કરવામાં આવ્યો છે તો બીજી તરફ અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સારવાર અને સ્વાસ્થ્યના અધિકારથી વંચિત રાખવાનો કારસો રચાઈ રહ્યો છે. આ સમગ્ર દલીલો બાદ હાઈકોર્ટે કોર્પોરેશનને સોગંધનામુ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. જેમાં AMC તરફથી સોગંધનામુ રજૂ કરવામાં આવ્યુ હતુ. હવે અરજદારે સોગંધનામુ તપાસવા સમય માગ્યો છે. હવે આ સમગ્ર મામલે આવતા સોમવારે સુનાવણી હાથ ધરાશે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

વી.એસ. હોસ્પિટલનું બિલ્ડિંગ તોડવા મામલે સોમવારે વધુ સુનાવણી થશે

આપને જણાવી દઈએ કે લાંબા સમયથી વી.એસ. હોસ્પિટલને તોડી પાડવાનો વિવાદ ચાલી રહ્યો છે અને તાજેતરમાં જ વીએસ હોસ્પિટલના બિલ્ડંગને તોડી પાડવા મામલે એક ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ હતુ. આ ટેન્ડરના હુકમને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

ઈનપુટ ક્રેડિટ- રોનક વર્મા- અમદાવાદ

Next Article