ગુજરાતમાં ગરમીનો પારો યથાવત, મોટાભાગના શહેરોમાં ગરમી 40 ડિગ્રીને પાર

|

Apr 03, 2022 | 5:23 PM

અમદાવાદ શહેરમાં પણ સતત અઠવાડિયાથી ગરમીનો પારો વધી રહ્યો છે. જેમાં આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યાં છે. હવામાન વિભાગ દ્વારા યલો અને રેડ એલર્ટ અપાય છે. ત્યારે આકરી ગરમીથી રાહત મળે તે માટે AMC તરફથી હીટ એક્શન પ્લાન તૈયાર કરાયો છે.. જે અંતર્ગત શહેરના અર્બન હેલ્થ સેન્ટરો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર વ્યવસ્થા કરાઇ છે. હિટવેવમાં લુ લાગવાના કેસમાં આઇસ પેક અને ગ્લુકોઝ બોટલની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતમાં ગરમીનો પારો યથાવત, મોટાભાગના શહેરોમાં ગરમી 40 ડિગ્રીને પાર
Gujarat Heatwave(File Image)

Follow us on

ગુજરાતમાં(Gujarat)ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. જેમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો(Heat Wave)પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જેમાં અમદાવાદમાં(Ahmedabad) 42 ડિગ્રી, ગાંધીનગરમાં 42 ડિગ્રી, અમરેલીમાં મહત્તમ 42 ડિગ્રી, રાજકોટમાં 41 ડિગ્રી, જૂનાગઢમાં 41 ડિગ્રી, ઈડરમાં 41 ડિગ્રી, વડોદરામાં 41 ડિગ્રી અને ડીસામાં મહત્તમ 41 ડિગ્રી અને કચ્છમાં મહત્તમ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે બાકીના શહેરોમાં પણ ગરમીનો પારો વધી રહ્યો છે. જેના લીધે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે.કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાલનપુરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.તો અમદાવાદ શહેરમાં હજી પણ ગરમીનો પારો ઉપર જશે.જેને લઇ અમદાવાદમાં યેલ્લો અલર્ટ જાહેર કરાયું છે..તો બીજી તરફ કાળઝાળ ગરમીને પગલે લોકોને કામ વિના ઘરની બહાર ન નીકળવા માટે હવામાન વિભાગે અપીલ કરી છે.

હિટવેવની આગાહીને પગલે લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ

સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન 42 ડિગ્રી સુધી જવાની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ઉંચો રહેશે. લોકોને બપોરના 12થી 4 દરમિયાન કામ વગક ઘર બહાર ના નિકળવાની અપીલ કરવામાં આવી છે. તો શરીરને સનસ્ટ્રોક અને ડીહાઈડ્રેશનથી બચાવવા ભરપૂર માત્રામાં લીંબુપાણી પીવાના સુચન કરાયા છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં ગરમી વધશે..જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટમાં પણ કાળઝાળ ગરમી પડશે.તો બીજી તરફ હિટવેવની આગાહીને પગલે લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

હિટવેવમાં લુ લાગવાના કેસમાં આઇસ પેક અને ગ્લુકોઝ બોટલની વ્યવસ્થા કરવામાં આવી

આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ સતત અઠવાડિયાથી ગરમીનો પારો વધી રહ્યો છે. જેમાં આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યાં છે. હવામાન વિભાગ દ્વારા યલો અને રેડ એલર્ટ અપાય છે. ત્યારે આકરી ગરમીથી રાહત મળે તે માટે AMC તરફથી હીટ એક્શન પ્લાન તૈયાર કરાયો છે.. જે અંતર્ગત શહેરના અર્બન હેલ્થ સેન્ટરો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર વ્યવસ્થા કરાઇ છે. હિટવેવમાં લુ લાગવાના કેસમાં આઇસ પેક અને ગ્લુકોઝ બોટલની વ્યવસ્થા કરવામાં આવી છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

આ પણ વાંચો :  Narmada : આદિવાસી સમાજ વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પીણીને લઇ નાયબ કલેક્ટરને ફરજ મોકૂફ કરાયા

આ પણ વાંચો : Ahmedabad: CNGના ભાવમાં વધારો થતાં રિક્ષા ચાલકોએ વધાર્યું ભાડું, જાણો હવે રિક્ષામાં સવારી કેટલી મોંઘી પડશે

Next Article