આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું, “લોકોને શોધી શોધીને વેક્સિન આપવામાં આવશે”

|

Oct 16, 2021 | 11:15 PM

આરોગ્ય પ્રધાને ડિસેમ્બર સુધીમાં રાજ્યના 90 થી 95% નાગરિકોને કોરોના રસીકરણના બંને ડોઝ આપી સુરક્ષા કવચ પ્રાપ્ત કરાવવા સરકાર દ્વારા સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

AHMEDABAD : વેક્સિનેશન બાબતે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે…તેમનું કહેવું છે કે હાલ તો ત્રીજી લહેરની શક્યતા નહીંવત છે.જોકે તેની સામે 90 ટકા જેટલા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવાયો છે, જ્યારે બીજો ડોઝ પણ 80 ટકા ઉપરના લોકોએ લઈ લીધો છે..તેમણે કહ્યું કે લોકોને શોધી શોધીને વેક્સિન આપવામાં આવશે. ફેક્ટરીઓ સહિત અનેક સ્થળોએ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે, કોઈ બાકી હશે તો તેને વેક્સિન આપવામાં આવશે.બાળકોને પણ રસી આપવાની તૈયારીઓ ચાલી રહી છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સિવિલમાં આવેલા અદ્યતન મશીનો વિશે પણ જાણકારી આપી. તેમણે કહ્યું કે ગુજરાત અને દેશભરમાં પણ પ્રથમ હોય એવા 5 અદ્યતન કેન્સર માટેના મશીનો 75 કરોડના ખર્ચે લાવવામાં આવી રહ્યા છે.જેનાથી સારવાર વધુ આધુનિક અને સરળ થશે.

ઉલ્લેખનીય છે કે આજે 16 ઓક્ટોબરે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે સિવિલ મેડિસીટીની જી.સી.આર.આઇ. હોસ્પિટલમાં 75 કરોડના ખર્ચે વિકસાવેલા રેડિયોથેરાપીના અધતન ટેકનોલોજી યુક્ત ઉપકરણોનું લોકાર્પણ કર્યું. આ તમામ મશીન અંદાજીત 75 કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા વિકસાવવામાં આવ્યા છે. જે કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવારમાં અસરકારક સાબિત થશે.

અહી આરોગ્ય પ્રધાને ડિસેમ્બર સુધીમાં રાજ્યના 90 થી 95% નાગરિકોને કોરોના રસીકરણના બંને ડોઝ આપી સુરક્ષા કવચ પ્રાપ્ત કરાવવા સરકાર દ્વારા સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો : AMRELI : બાબરા માર્કેટયાર્ડની નવી પહેલ, કપાસની આવક વધતા હવે સીધી હરાજી કરવામા આવશે

આ પણ વાંચો : સિંહ દર્શન : 4 મહિના બાદ ગીર અભયારણ્ય ખુલ્યું, ડાલામથ્થાને નજીકથી જોવા પ્રવાસીઓ ઉમટ્યા, 100 ટકા બુકિંગ થયું

 

Next Video