Hardik Patel: 6 પેરેગ્રાફ, 705 શબ્દો, 3512 અક્ષરોમાં આપ્યું હાર્દિક પટેલે રાજીનામું, જાણો 13 મોટા આરોપ

|

May 18, 2022 | 3:54 PM

Hardik Patel Resign: હાર્દિક પટેલે રાજીનામાના (Resignation)આ પત્રમાં કોંગ્રેસના નેતૃત્વ સામે ભારોભાર નારાજગી દર્શાવેલી છે. ત્યારે હાર્દિક પટેલે ટોચના નેતૃત્વ પર આ મોટા 13 આરોપો લગાવ્યા છે.

Hardik Patel: 6 પેરેગ્રાફ, 705 શબ્દો, 3512 અક્ષરોમાં આપ્યું હાર્દિક પટેલે રાજીનામું, જાણો 13 મોટા આરોપ
Hardik Patel
Image Credit source: TV9 Digital

Follow us on

Hardik Patel resigns from Congress: હાર્દિક પટેલે કોંગ્રેસ (Hardik Patel Resign) માંથી રાજીનામું આપ્યું છે આ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે ખૂબ જ મોટો ઝટકો ગણી શકાય. ઘણા સમયથી કોંગ્રેસ પક્ષથી નારાજગીના સૂર રેલાવ્યા બાદ હવે અંતે હાર્દિક પટેલે (Hardik Patel)કોંગ્રેસમાંથી (Congress)રાજીનામું આપી દીધુ છે. હાર્દિક પટેલે પોતાના ટ્વીટર હેન્ડલ પર કોંગ્રેસ સાથે નારાજગી દર્શાવતો મોટો પત્ર પણ મુક્યો છે. હાર્દિક પટેલે રાજીનામાના (Resignation) આ પત્રમાં કોંગ્રેસના નેતૃત્વ સામે ભારોભાર નારાજગી દર્શાવેલી છે. ત્યારે હાર્દિક પટેલે ટોચના નેતૃત્વ પર આ મોટા 13 આરોપો લગાવ્યા છે.

હાર્દિક પટેલના 13 મોટા આરોપો

  1. છેલ્લા લગભગ ૩ વર્ષમાં મેં જોયું છે કે કોંગ્રેસ પાર્ટી માત્ર વિરોધની રાજનીતિ પુરતી સીમિત રહી ગઈ છે, જ્યારે દેશની જનતાને એવા વિકલ્પની જરૂર છે જે તેમના ભવિષ્ય વિશે વિચારે, દેશને આગળ લઈ જવાની ક્ષમતા રાખે.
  2. અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર હોય, CAA-NRCનો મુદ્દો હોય, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાની વાત હોય કે GST લાગુ કરવાની હોય, દેશ લાંબા સમયથી તેનો ઉકેલ ઇચ્છતો હતો અને કોંગ્રેસ પાર્ટી માત્ર તેમાં અડચણરૂપ બનવાનું કામ કરતી રહી.
  3. ભારત હોય, ગુજરાત હોય કે મારો પાટીદાર સમાજ હોય દરેક મુદ્દે કોંગ્રેસનું સ્ટેન્ડ કેન્દ્ર સરકારનો વિરોધ કરવા પૂરતું જ સીમિત રહ્યું છે. દેશના લગભગ દરેક રાજ્યમાં કોંગ્રેસને જનતાએ નકારી કાઢી છે કારણ કે કોંગ્રેસ પક્ષ અને પક્ષનું નેતૃત્વ જનતા સમક્ષ પાયાનો રોડમેપ પણ રજૂ કરી શક્યું નથી.
  4. કોંગ્રેસ પક્ષની ટોચની નેતાગીરીમાં કોઈપણ મુદ્દા પ્રત્યે ગંભીરતાનો અભાવ એ મોટો મુદ્દો છે.
  5. ઘરના બાથરુમમાં આ વસ્તુ રાખવાથી થઈ શકે છે સ્વાસ્થ્ય હાનિ
    આજનું રાશિફળ તારીખ : 28-11-2024
    કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
    Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
    Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
    બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
  6. હું જ્યારે પણ પાર્ટીની ટોચની નેતાગીરીને મળતો ત્યારે એવું લાગતું હતું કે તેઓનું ધ્યાન ગુજરાત અને પક્ષની જનતાની સમસ્યાઓ સાંભળવા કરતાં તેમના પોતાના મોબાઈલ અને અન્ય બાબતો પર વધારે રહેતું.
  7. જયારે પણ દેશ મુશ્કેલીમાં હતો કે કોંગ્રેસને નેતૃત્વની સૌથી વધુ જરૂર હતી ત્યારે અમારા નેતાઓ વિદેશમાં હતા.
  8. ટોચનું નેતૃત્વ ગુજરાત પ્રત્યે એવું વર્તન કરી રહ્યું છે કે જાણે તેઓ ગુજરાત અને ગુજરાતીઓને નકરત કરતા હોય. તો કોંગ્રેસ કેવી રીતે અપેક્ષા રાખે છે કે ગુજરાતની જનતા તેમને વિકલ્પ તરીકે જોશે?
  9. દુઃખ થાય છે જયારે અમારા જેવા કાર્યકરો પોતાની ગાડી લઈને રોજના ૫૦૦-૬૦૦ કિમીનો પ્રવાસ પોતાના ખર્ચે કરે છે, લોકોની વચ્ચે જાય છે અને ગુજરાતના મોટા નેતાઓ પ્રજાના પ્રશ્નોથી દૂર રહે છે અને માત્ર એ બાબત પર વધારે ધ્યાન આપે છે કે દિલ્હીથી આવેલા નેતાને તેમની ચિકન સેન્ડવિચ સમયસર મળી કે નહીં.
  10. હું જ્યારે પણ યુવાનો વચ્ચે જતો ત્યારે બધાએ એક જ વાત કહી કે તમે આવી પાર્ટીમાં કેમ છો, જે દરેક રીતે ગુજરાતીઓનું જ અપમાન કરે છે. પછી ભલે તે ઉધોગ ક્ષેત્રે હોય, ધાર્મિક ક્ષેત્રમાં હોય કે પછી તે રાજકારણના ક્ષેત્રમાં હોય.
  11. મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટીએ યુવાનોનો પણ ભરોસો તોડ્યો છે, જેના કારણે આજે કોઇ યુવા કોંગ્રેસ સાથે પોતાને જોવા પણ નથી માંગતો.
  12. મારે અત્યંત દુખ સાથે કહેવું પડે છે કે આજે ગુજરાતમાં દરેક વ્યક્તિ જાણે છે કે કેવી રીતે કોંગ્રેસના મોટા નેતાઓએ જાણીજોઈને ગુજરાતની જનતાના પ્રશ્નોને નબળો પાડ્યો છે અને તેના બદલામાં પોતે જ મોટો આર્થિક ફાયદો ઉઠાવ્યો છે. રાજકીય વિચારધારા ભલે જુદી હોય, પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આ રીતે વેચાઇ જવું એ રાજ્યની જનતા સાથે મોટો વિશ્વાસઘાત છે.
  13. રાજકારણમાં સક્રિય દરેક વ્યક્તિનો ધર્મ હોય છે કે જનતા માટે કામ કરતા રહે, પરંતુ અકસોસની વાત એ છે કે કોંગ્રેસ પાર્ટી ગુજરાતની જનતા માટે કંઈ જ સારું કરવા માંગતી નથી. તેથી જ્યારે પણ હું ગુજરાતની જનતા માટે કંઈક કરવા માંગતો હતો ત્યારે પાર્ટીએ મારી અવગણના જ કરી છે.
  14. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ અમારા રાજ્ય, અમારા સમાજ અને ખાસ કરીને યુવાનો પ્રત્યે આટલો દ્વેષ પોતાના મનમાં રાખે છે.

Published On - 1:27 pm, Wed, 18 May 22

Next Article