હર કામ દેશ કે નામ : ભારતીય વાયુસેના દ્વારા 01 થી 03 ઓક્ટોબર 2022 સુધી અમદાવાદ ખાતે ‘નો યોર એરફોર્સ’ પ્રદર્શનનું આયોજન

પ્રદર્શન યોજવાનો ઉદ્દેશ ગુજરાતના યુવાનોને કારકિર્દી તરીકે વાયુસેનામાં જોડવા માટે આકર્ષવાનો અને ગુજરાતના લોકોને ભારતીય વાયુસેના(Indian Air Force)ની ભૂમિકા અને કામગીરીઓથી પરિચિત કરાવવાનો છે

હર કામ દેશ કે નામ : ભારતીય વાયુસેના દ્વારા 01 થી  03 ઓક્ટોબર 2022 સુધી અમદાવાદ ખાતે ‘નો યોર એરફોર્સ’ પ્રદર્શનનું આયોજન
Indian Air Force organizes 'Know Your Air Force' exhibition at Ahmedabad
| Edited By: | Updated on: Sep 30, 2022 | 2:53 PM

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ હેડક્વાર્ટર્સ(South Western Air Command)ના નેજા હેઠળ ભારતીય વાયુસેના (Indian Air Force) દ્વારા 01 ઓક્ટોબરથી 03 ઓક્ટોબર 2022 દરમિયાન અમદાવાદમાં આવેલા SWAC કમ્યુનિકેશન ફ્લાઇટ (SVBP આંતરરાષ્ટ્રીય હવાઇમથકની પાસે) ખાતે “નો યોર એરફોર્સ” (Know Your Air force) પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રદર્શન યોજવાનો ઉદ્દેશ ગુજરાતના યુવાનોને કારકિર્દી તરીકે વાયુસેનામાં જોડવા માટે આકર્ષવાનો અને ગુજરાતના લોકોને ભારતીય વાયુસેનાની ભૂમિકા અને કામગીરીઓથી પરિચિત કરાવવાનો છે. 01 ઓક્ટોબર 2022ના રોજ યોજનારા ઉદ્ઘાટન સમારંભમાં ગુજરાતના આદરણીય રાજ્યપાલ દ્વારા આ પ્રદર્શનનો શુભારંભ કરાવવામાં આવશે.

આ પ્રદર્શનમાં પ્રાથમિકરૂપે ભારતીય વાયુસેનાની નોંધપાત્ર અસ્કયામતો જેમ કે એરક્રાફ્ટ, મિસાઇલ, શસ્ત્રો પ્રણાલી, રડાર વગેરેનું પ્રદર્શન સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત, ઇન્ડક્શન પબ્લિસિટી એક્ઝિબિશન વ્હીકલ (ભારતીય વાયુસેનાની સમજ ધરાવતું સ્પેશિયાલિટી વાહન) અને ફ્લાઇંગ સિમ્યુલેટર (એરક્રાફ્ટ ફ્લાઈંગ પર એક ગેમિંગ કન્સોલ) પણ મુલાકાતીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, કાર્યક્રમના તમામ દિવસો દરમિયાન વાયુસેના બેન્ડ દ્વારા પરફોર્મન્સ આપવામાં આવશે.

આ પ્રદર્શન સામાન્ય લોકો/મુલાકાતીઓ માટે 02 અને 03 ઓક્ટોબર 2022ના રોજ સવારે 10.00થી સાંજે 6.00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

DefExpo-2022 માટે પૂર જોશમાં તૈયારીઓ

આ દિશામાં, નવી દિલ્હીથી સંરક્ષણ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય ટીમે આ એક્સપોની તૈયારીઓની સમીક્ષા કરવા માટે 15- 16 સપ્ટેમ્બર 2022 દરમિયાન ગાંધીનગરની મુલાકાત લીધી હતી. DIPના સંયુક્ત સચિવ શ્રી અનુરાગ બાજપેયીની અધ્યક્ષતામાં DEOના નિદેશક શ્રી અચલ મલહોત્રા સાથે મળીને આ ટીમે સમીક્ષા મુલાકાત કરી હતી.

આ દરમિયાન, iNDEXTbના MD સુશ્રી મમતા હીરપરા સહિત ગુજરાત રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજવામાં આવી હતી અને સંવાદ કરવામાં આવ્યો હતો. બાદમાં શ્રી અનુરાગ બાજપેયી સાથે ગુજરાત રાજ્ય સરકારના ગૃહ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમારે મુલાકાત કરી હતી અને DefExpo 2022ની ખૂબ જ જોરશોરથી ચાલી રહેલી તૈયારીઓ અંગે તેમને માહિતગાર કર્યા હતા, જે આત્મનિર્ભરતા માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આહ્વાનને અનુરૂપ પહેલી જ વખત વિશેષ રૂપે ભારતીય કંપનીઓ માટે છે.

DefExpo નું આ અત્યાર સુધીનું સૌથી મોટું સંસ્કરણ

હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર (HEC) ખાતે તેનું આયોજન કરવામાં આવશે તેમજ મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર (MCEC) ખાતે ઉદ્ઘાટન/સત્તાવાર કાર્યક્રમો અને સેમિનાર યોજવામાં આવશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પાંચેય દિવસ દરમિયાન સશસ્ત્ર દળો, DPSU અને ઉદ્યોગના ઉપકરણો અને કૌશલ્યોનું પ્રદર્શન કરતા જીવંત પ્રદર્શનો યોજવામાં આવશે.

Published On - 2:53 pm, Fri, 30 September 22