Happy Birthday Ahmedabad : અમદાવાદમાં જોવાલાયક 10 સૌથી સુંદર સ્થળોની આજે જ લો મુલાકાત, જુઓ લિસ્ટ

|

Feb 26, 2023 | 2:54 PM

અમદાવાદમાં જોવાલાયક અને ફરવા લાયક ઘણા બધા સ્થળો છે જ્યાં તમે તમારા પરિવાર સાથે એક દિવસ ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. વીક એન્ડ પિકનિક માટે અમદાવાદના આ સ્થળોથી બેસ્ટ ઓપશન નહીં મળે.

Happy Birthday Ahmedabad : અમદાવાદમાં જોવાલાયક 10 સૌથી સુંદર સ્થળોની આજે જ લો મુલાકાત, જુઓ લિસ્ટ

Follow us on

Happy Birthday Ahmedabad: આજે અમે તમને જણાવીશું અમદાવાદમાં આવેલા ફરવાના સ્થળો વિશે સંપૂર્ણ માહિતી. અમદાવાદ શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળેલો છે. અમદાવાદ પ્રાચીન ઈમારતો, તળાવ, કૂવા, વાવ, મંદિર, આશ્રમ, કિલ્લો તથા દરવાજા વગેરેથી સમૃદ્ધ શહેર છે. તો ચાલો જાણીએ અમદાવાદના આધુનિક અને પ્રાચીન સ્થળો વિશે. જ્યાં તમે તમારા પરિવાર સાથે આનંદ માણી શકો છો.

1. અટલ ફુટ ઓવર બ્રિજ

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારને પશ્ચિમ સાથે જોડતા સાબરમતી રિવરફ્રન્ટનો આ ફૂટ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે તૈયાર થયેલા 300 મીટરના આઈકોનિક બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ બનાવવા 2700 ટન સ્ટીલનો ઉપયોગ કરાયો છે. આ બ્રિજ ઉપરથી મન મોહી લેતો નજારો જોવા મળશે. ફૂડ સેન્ટર એટલે કે ખાણી-પીણીના સ્ટોલ પણ છે. અમદાવાદીઓ માટે તે સેલ્ફી પોઇન્ટ તરીકે પણ ઓળખાય છે.

2. સાબરમતી આશ્રમ (ગાંધી આશ્રમ)

સાબરમતી આશ્રમ, જેને ગાંધી આશ્રમ પણ કહેવામાં આવે છે. અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે સ્થિત છે. સાબરમતી આશ્રમ મહાત્મા ગાંધીના ઘણા નિવાસ સ્થાનોમાંનું એક હતું. સાબરમતી આશ્રમ મુલાકાતીઓને મહાત્મા ગાંધીના જીવન અને સંઘર્ષની સમજ આપે છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

અહીં તમે ગાંધીજી વાપરતા હતા એ ચશ્મા, ચપ્પલ, કપડાં અને પુસ્તકો સહિત તેમની ઘણી અંગત વસ્તુઓ જોઈ શકો છો. અહીં એક આર્ટ ગેલેરી અને અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં લગભગ 35,000 પુસ્તકોવાળી એક લાઇબ્રરી છે. મહાત્મા ગાંધીના જીવન વિષેના ઘણા બધા ચિત્રો અને પેઇન્ટિંગ છે. દાંડીયાત્રાની શરૂઆત પણ અહીંથી જ થઈ હતી.

3. રિવરફ્રન્ટ

રિવરફ્રન્ટ અમદાવાદીઓ માટે એક પ્રખ્યાત ફરવાનું સ્થળ છે. અહિ સાયકલ ચલાવવા માટેનાં ટ્રેક્સ, પાર્ક અને બગીચા, માર્કેટ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ફૂટ ઓવર બ્રીજ પણ આવેલો છો. દર વર્ષે અહીં સાબરમતી મેરેથોન, સાબરમતી સાયક્લોથોન, ફ્લાવર શો,આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને એર શોઝ જેવી અનેક વાર્ષિક ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદમાં રિવરફ્રન્ટની અચૂક મુલાકાત લેવી. હાલમાં ગુજરાતમાં રમાયેલી 36મી નેશનલ ગેમ્સ પણ રિવરફ્રન્ટ ખાતે અનેક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ.

4. કાંકરિયા લેક – કાંકરિયા ઝૂ

કાંકરિયા ઘણી બધી મનોરંજન સુવિધાઓને કારણે પ્રવાસીઓ અને સ્થાનિકો માટે ફરવા માટેનું એક લોકપ્રિય સ્થળ છે. ટોય ટ્રેન, કિડ્સ સિટી, બલૂન રાઇડ, માછલીઘર, અને બીજી ઘણી બધી રાઈડ, બટરફ્લાય ગાર્ડન, વોટર પાર્ક, પ્રાણી સંગ્રહાલય, લેઝર શો, લાઇટિંગ, બોટ રાઈડ, ફૂડ સ્ટોલ્સ આટલી બધી મનોરંજનની સુવિધાઓના કારણે કાંકરિયા અમદાવાદના લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. બાળકો અને યુવાનો માટે તે સૌથી લોકપ્રિય સ્થળ છે. વહેલી સવારે અહીં લોકો કસરત માટે પણ આવે છે.

5. વિન્ટેજ કાર સંગ્રહાલય

વિંટેજ કાર, બાઇક, બગીઓ અને યુટિલિટી વાહનોનો સૌથી મોટો વ્યક્તિગત સંગ્રહ અચૂક જોવો જોઈએ. અહીં 120 થી વધુ વિન્ટેજ કાર નો સંગ્રહ છે. સંગ્રહમાં વિશ્વની સર્વશ્રેષ્ઠ – રોલ્સ રોયસ, બેન્ટલી, જગુઆર, કેડિલેક, મર્સિડીઝ, ઓસ્ટિન અને બીજી ઘણી કાર બ્રાન્ડ નો સમાવેશ થાય છે.

પ્રણલાલ ભોગીલાલે 1922 માં તેમની 2200 એકરની ખાનગી મિલકત, દાસ્તાનમાં વિન્ટેજ કાર સંગ્રહાલય મ્યૂઝીમની શરૂઆત કરી અને વિશ્વના સૌથી મોટા ખાનગી ગેરેજના માલિક તરીકે 1987 માં ગિનીસ બુકમાં નોંધ કરી છે. વિન્ટેજ કરના ચાહકોએ અહીં જરૂરથી એકવાર મુલાકાત લેવી.

6. સરખેજ રોજા

સરખેજ રોજા એક સુંદર અને પ્રાચીન મસ્જિદ અને મઝાર સહિતની એક અત્યંત ઐતિહાસિક ઇમારત છે. સરખેજમાં પ્રાચીન સમયમાં એક પ્રભાવશાળી સૂફી સંત રહેતા હતા. તેમનું નામ શેખ અહમદ ગંજબક્ષ હતું. એ સમયે સરખેજ ભારતમાં સૂફી સંસ્કૃતિનું એક અગ્રણી કેન્દ્ર હતું.જો તમને પ્રાચીન વારસાને જોવાના ચાહકો છો તો આ પ્રાચીન સ્થળ ની જરૂરથી એકવાર મુલાકાત લેવી.

7. કેમ્પ હનુમાન મંદિર

અંગ્રેજોના સમયમાં, કેમ્પ હનુમાનજી મંદિર જલાલપોર ગામ હનુમાનજી મંદિર તરીકે જાણીતું હતું. એ સમયે અમદાવાદ શહેરમાં ગાયકવાડ હવેલી આર્મી કેન્ટ હતી. ત્યાંથી, અંગ્રેજોએ હનુમાન મંદિર નજીક સૈન્ય ક્વાર્ટરની સ્થાપના કરી. કેમ્પ હનુમાન મંદિર સમગ્ર અમદાવાદમાં ખૂબ જ લોકપ્રિય છે. અહિ ભક્તોની પણ ખુબ ભીડ જોવા મળતી હોય છે.

8. બાલાજી મંદિર

ગુજરાતમાં રહેતા તમામ દક્ષિણ ભારતીય નાગરિકો તથા અન્ય શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીકરૂપ અમદાવાદનું બાલાજી મંદિર પ્રશ્ચિમ ભારતમાં આવેલું સૌથી વિશાળ દક્ષિણ ભારતીય મંદિર છે. ભગવાન બાલાજીના લાખો ભક્તો તિરુપતિ ગયા વિના જ અમદાવાદમાં આસાનીથી ભગવાનના દર્શનનો લાભ મેળવી શકે તે હેતુથી આ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

9. વૈષ્ણોદેવી મંદિર

અમદાવાદમાં વૈષ્ણોદેવી મંદિર જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત મંદિરની પ્રતિકૃતિ છે. એ વૈષ્ણોદેવી સર્કલ તરીકે પણ ઓળખાય છે, વૈષ્ણોદેવી મંદિર પથ્થરમાંથી બનાવેલ છે. જમ્મુ-કાશ્મીરના કટરામાં વૈષ્ણોદેવી મંદિર ને ધ્યાનમાં રાખીને આબેહૂબ તેના જેવું જ મંદિર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સમગ્ર વર્ષ દરમ્યાન ઘણા બધા લોકો આ મંદિરની મુલાકાત લે છે સ્કૂલના પ્રવાસો પણ આખા વર્ષ દરમિયાન ચાલુ હોય છે. મોટા સહિત બાળકોને આ જગ્યા ખૂબ જ ગમશે.

10. ઇસ્કોન મંદિર

આધ્યાત્મિકતા અને માનસિક આનંદનો અનુભવ કરવા માટે અમદાવાદમાં ઇસ્કોન મંદિર શ્રેષ્ઠ સ્થળ છે. ઇસ્કોન મંદિરમાં તમને ગુજરાત અને રાજસ્થાનની મંદિરના સ્થાપત્યનો નમૂનો જોવા મળશે. ઇસ્કોન મંદિરમાં ત્યાંની આરતીનો લ્હાવો લેવા જેવો છે.તેનું શાંતિપૂર્ણ વાતાવરણ ધ્યાન માટે યોગ્ય સ્થળ પ્રદાન કરે છે. મંદિરની બાજુમાં એક શોપિંગ સ્ટોર પણ છે ત્યાંથી તમે ધાર્મિક અને આધ્યાત્મિક ઘણી બધી વસ્તુઓ જેમ કે પુસ્તકો, મૂર્તિઓ, પૂજા સામગ્રી અને બીજી ઘણી બધી વસ્તુઓ ખરીદી શકો છો.

Next Article