અમદાવાદમાં મુમતપુરા ઓવરબ્રિજનું PM મોદી 12મી મેએ કરશે વર્ચ્યુઅલી લોકાર્પણ, 61 કરોડના ખર્ચે તૈયાર થયો બ્રિજ

Ahmedabad: અમદાવાદમાં 61 કરોડના ખર્ચે તૈયાર થયેલા મુમતપુરા ઓવરબ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી મે એ વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે. આ બ્રિજ પરથી રોજના 40 હજાર વાહનો પસાર થશે. બ્રિજના લોકાર્પણ પહેલા આજથી તેનુ 48 કલાક લોડિંગ ટેસ્ટ કરવામાં આવશે.

અમદાવાદમાં મુમતપુરા ઓવરબ્રિજનું PM મોદી 12મી મેએ કરશે વર્ચ્યુઅલી લોકાર્પણ, 61 કરોડના ખર્ચે તૈયાર થયો બ્રિજ
| Edited By: | Updated on: May 09, 2023 | 12:10 PM

અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર નવનિર્મિત મુમતપુરા ઓવરબ્રિજનું પીએમ મોદી 12મી મે એ વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે. આ બ્રિજ શરૂ થતા ટ્રાફિકજામની સમસ્યા હળવી થશે. આ બ્રિજના લોકાર્પણ પહેલા બ્રિજનો ફાઈનલ લોડિંગ ટેસ્ટ કરવામાં આવશે. આજથી 48 કલાક દરમિયાન લોડિંગ ટેસ્ટ કરવામાં આવશે. બ્રિજની ગુણવત્તા અને મજબુતાઈ ચકાસવા લોડિંગ ટેસ્ટ કરવામાં આવશે. દરેક બ્રિજ બન્યા બાદ આ ટેસ્ટ કરવામાં આવે છે જેમા લોડિંગ ટેસ્ટમાં બ્રિજ પાસ થાય ત્યારે જ બ્રિજ શરૂ કરવામાં આવે છે.

બ્રિજ પરથી 40 હજાર વાહનો પસાર થવાનો અંદાજ

અગાઉ મુમતપુરા બ્રિજ વચ્ચેનો એક સ્પાન તૂટી પડતા બ્રિજની કામગીરીને લઈને સવાલ ઉઠ્યા હતા. રણજિત બિલ્ડકોન કંપની દ્વારા આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિજનું લોકાર્પણ કરવાના છે ત્યારે નાનકડી પણ ક્ષતિ ન રહી જાય તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. બ્રિજ પરથી રોજ 40 હજાર વાહનો પસાર થશે એવો અંદાજ છે. આ સિક્સલેન ઓવરબ્રિજ 61 કરોડના ખર્ચે તૈયાર થયો છે. બ્રિજ પરથી રોજ 40 હજાર વાહનો પસાર થશે એવો અંદાજ છે. ઉપરાંત ડોમેસ્ટિક ટ્રાફિક ટુવ્હીલર અને થ્રીવ્હીલર વાહનો પસાર થશે.

બ્રિજનો એક સ્પાન તૂટ્યા બાદ પણ એ જ કંપનીને સોંપાયુ બ્રિજનું કામ

ઓડાના અધિકારીના જણાવ્યા મુજબ રણજિત બિલ્ડકોન કંપનીને ઔડા દ્વારા ક્યારેય બ્લેકલિસ્ટ કરાઈ નથી. બ્રિજનો એક સ્પાન તૂટ્યો ત્યારબાદ તેની તપાસ રાજ્યકક્ષાના સચિવકક્ષાના અધિકારી દ્વારા હાથ ધરવામાં આવી હતી. તેનો રિપોર્ટ હજુ ઔડામાં સરકાર દ્વારા સોંપવામાં આવ્યો નથી. પરંતુ ત્યારબાદ આ બ્રિજનું એક વર્ષથી નિર્માણકાર્ય બંધ રહ્યુ. ત્યારે ઝડપથી આ બ્રિજની કામગીરી પૂર્ણ થાય અને લોકોને ટ્રાફિક સમસ્યાનો હલ થઈ શકે આથી એ જ કોન્ટ્રાક્ટરને કામ કરવાનુ નક્કી કરેલુ હતુ.

આ પણ વાંચો:Ahmedabad : પાલડીમાં ACના વધુ વપરાશના કારણે લોડ વધવાથી ઈલેક્ટ્રીક મીટરમાં શોર્ટસર્કિટ, 12 ટુ-વ્હીલર બળીને ખાખ, જુઓ Video

બ્રિજની ડિઝાઈન R&B ડિઝાઈન સર્કલ પાસેથી બનાવવામાં આવી છે. એજ ડિઝાઈન મુજબનો નવો બ્રિજ બનાવાયો છે. તેના કેબલ સ્ટ્રેસિંગના સિકવન્સિંગ અને નોર્મ્સ સરકારની એજન્સી દ્વારા નક્કી કરવામાં આવ્યા છે અને એન્જિનિયરની ઉપસ્થિતિમાં એ સંપૂર્ણ કાર્ય પૂર્ણ થયુ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 9:51 pm, Mon, 8 May 23