ગુજરાતી ઉદ્યોગપતિ નરેન્દ્ર રાવલે પીએમ મોદી સાથે મુલાકાત કરી, આફ્રિકામાં ભારતીયોના વિકાસ માટે ચર્ચા વિચારણા કરી

|

Apr 01, 2022 | 5:35 PM

બિઝનેસ ટાયકુન નરેન્દ્ર રાવલની વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતથી ભારતના આફ્રિકાના સાથે સંબંધો હજુ વધારે મજબુત થશે. મૂળ ગુજરાતના આ બિઝનેસમેને નરેન્દ્ર મોદી સાથે વિશ્વ ફલક પર ગુજરાતીઓને કેવી રીતે વેગ આપી શકાય અને કેવી રીતે ભારતીયો દરેક ક્ષેત્રે વિકાસ કરી શકે એ પ્લાન પર ચર્ચા કરી હતી. એટલું જ નહીં બિઝનેસ ટાયકુન નરેન્દ્ર રાવલ ભારતમાં પણ સમયાંતરે અનેક એવા વિકાસ કાર્યોમાં ફાળો આપતા રહ્યા છે.

ગુજરાતી ઉદ્યોગપતિ નરેન્દ્ર રાવલે પીએમ મોદી સાથે મુલાકાત કરી, આફ્રિકામાં ભારતીયોના વિકાસ માટે ચર્ચા વિચારણા કરી
Gujarati Bussinessman Narendra Raval Meet PM Modi

Follow us on

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) દરેક ભારતીયોને એક ઊર્જા અને આવિષ્કાર બાજુ દિશા ચિંધી રહ્યા છે. વિદેશી ઉત્પાદનોના બદલે આત્મનિર્ભરની રાહ દેખાડીને તેમણે અનેક એવા સ્ટાર્ટઅપને વેગ આપ્યો છે. ખાસ કરીને વ્યાપાર ક્ષેત્રે આવેલા પરિવર્તન અને ટેકનોલોજીના સહયોગથી માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ વિકાસના દ્વાર ખુલ્યા છે. બિઝનેસ ક્ષેત્રે દર વર્ષે ગુજરાતમાંથી કરોડોના કરાર થાય છે. એમાં અનેક નાના પાયાના ગુજરાતી જ નહીં અનેક ઉદ્યોગ સાહસિકને મોટી તક મળી રહે છે. લોકલથી લઈને ગ્લોબલ સુધીના પ્લેટફોર્મ પર વિકાસના કાર્યમાં અનેક એવા ઉદ્યોગપતિઓનો ફાળો રહ્યો છે.આવા જ એક બિઝનેસ ટાયકુન (Businessman)  જેનું નામ છે નરેન્દ્રભાઈ રાવલ (Narendra Raval) જેમણે તાજેતરમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં ઉદ્યોગપતિ નરેન્દ્રભાઈ રાવલનો પરિવાર પણ જોડાયો હતો. આ બંને ગુજરાતી દિલ્હીમાં મળ્યા હતા. મૂળ ગુજરાતી અને શુન્યમાંથી સર્જન કરનારા નરેન્દ્રભાઈ રાવલે દેશના વડાપ્રધાન સાથે મુલાકાત કરીને ભારતીયોના વિકાસ હેતુ મોટી ચર્ચા વિચારણા કરી હતી. ગુરૂના હુલામણા નામથી જાણીતા નરેન્દ્રભાઈ રાવલ આફ્રિકામાં બિઝનેસ ટાયકુન છે. તેમણે આફ્રિકામાં માત્ર ગુજરાતીઓ જ નહીં પણ ભારતીયો અને આફ્રિકન્સ માટે પણ વિકાસ કાર્યો કર્યા છે અને હાલમાં પણ સતત સક્રિય છે.

નરેન્દ્ર રાવલ ભારતમાં પણ સમયાંતરે અનેક એવા વિકાસ કાર્યોમાં ફાળો આપતા રહ્યા છે

માનવામાં આવી રહ્યું છે કે, બિઝનેસ ટાયકુન નરેન્દ્ર રાવલની વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતથી ભારતના આફ્રિકાના સાથે સંબંધો હજુ વધારે મજબુત થશે. મૂળ ગુજરાતના આ બિઝનેસમેને નરેન્દ્ર મોદી સાથે વિશ્વ ફલક પર ગુજરાતીઓને કેવી રીતે વેગ આપી શકાય અને કેવી રીતે ભારતીયો દરેક ક્ષેત્રે વિકાસ કરી શકે એ પ્લાન પર ચર્ચા કરી હતી. એટલું જ નહીં બિઝનેસ ટાયકુન નરેન્દ્ર રાવલ ભારતમાં પણ સમયાંતરે અનેક એવા વિકાસ કાર્યોમાં ફાળો આપતા રહ્યા છે. સાથોસાથ આફ્રિકાના વિકાસમાં પણ સહભાગી બની રહ્યા છે.

આ પણ વાંચો :  Bhavnagar : પાણીની ટાંકીઓની સારસંભાળમાં કોર્પોરેશનની બેદરકારી, હવે કાળિયાબીડ પાણીની ટાંકીનો સ્લેબ તૂટી ગયો

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

આ પણ વાંચો : Surat : રખડતા ઢોર નિયંત્રણના નોટિફિકેશનના વિરોધમાં માલધારી સમાજે અનોખો વિરોધ કર્યો

 

Next Article