Gujarati NewsGujaratAhmedabadGujarat Winter 2023: Prepare for cold weather, take care of children, elderly and livestock follow winter guideline
Gujarat Winter 2023: શીતલહેરનો સામનો કરવા સજજ થાઓ, બાળકો અને વૃદ્ધો તેમજ પશુધનની આ રીતે રાખો કાળજી
વૃદ્ધો તથા બાળકો અને બિમાર વ્યક્તિઓ માટે આ પ્રકારના ઠંડા વાતાવરણમાં પરિવારના સભ્યોથી માંડીને ઢોર ઢાંખરની કેવી રીતે કાળજી રાખવી તેની માહિતી આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે જો ઠંડીથી તમને ધ્રૂજારી ચઢે તો જાણી લો કે તમારું શરીર ગરમી ગુમાવી રહ્યું છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હાડ ધ્રૂજાવતી ઠંડી પડી રહી છે અને ઠંડીને કારણે વાયરલ તાવ, માથાનો દુખાવો તેમજ સાંધાનો દુખાવો વધી રહ્યો છે સાથે જ અન્ય શારિરીક સમસ્યામાં પણ વધારો થયો છે. આ પ્રકારનું વાતાવરણ થાય ત્યારે સુરક્ષા માટેના કેવાં પગલાં લેવા તે અંગે સરકાર દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જે નાગરિકોને ખૂબ મદદરૂપ થઈ રહેશે.
ખાસ કરીને વૃદ્ધો તથા બાળકો અને બિમાર વ્યક્તિઓ માટે આ પ્રકારના ઠંડા વાતાવરણમાં પરિવારના સભ્યોથી માંડીને ઢોર ઢાંખરની કેવી રીતે કાળજી રાખવી તેની પણ માહિતી આપવામાં આવી છે. જેમાં ખાસ જણાવવામાં આવ્યું છે કે જો ઠંડીથી તમને ધ્રૂજારી ચઢે તો જાણી લો કે તમારું શરીર ગરમી ગુમાવી રહ્યું છે.