રાજ્યમાં ભરશિયાળે અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે વહેલી સવારથી જ હાઈવે પર ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ છે. જેને પગલે વાહનચાલકોને ભારે જહેમત ઉઠાવી પડી રહી છે. તો આ તરફ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર પણ ભારે ઘુમ્મસ ભર્યું વાતાવરણ છવાયું છે. ભારે ધુમ્મસથી વિઝિબિલિટી ઝીરો થઈ છે. જેના લીધે વાહનચાલકોને વાહનની લાઈટ ચાલુ રાખી સાવધાની પૂર્વક ડ્રાઈવિંગ કરવા સૂચના અપાઈ રહી છે. તો બીજી તરફ વિઝિબિલિટી ઝીરો થતા વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. અને સમસયર ગંતવ્ય સ્થળ પર પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે.
અમદાવાદના એસજી હાઇવે, ગોતા, વંદેમાતરમ અને રાણીપ સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ છે. વહેલી સવારથી રસ્તા પર વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ છે. વાહનચાલકોને પાર્કિંગ લાઈટના સહારે વાહન ચલાવવાની ફરજ પડી રહી છે, ગઈકાલથી સર્જાયેલા વાતાવરણના પલટા બાદ મોડી રાતથી ગાઢ ધુમ્મસના પગલે અમદાવાદ શહેરનું વાતાવરણ બદલાયું છે. મહત્વનું છે કે, લો વિઝિબિલિટીની અસર ફલાઇટ્ પર જોવા મળી છે. આપને જણાવી દઈએ કે, અમદાવાદ આવતી કેટલીક ફલાઇટ મોડી પડી રહી છે.
IMDએપંજાબથી લઈને બિહાર, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આજે ગાઢથી લઈને ખૂબ જ ગાઢ ધુમ્મસ રહેશે. આ અંગે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગાહી મુજબ, પંજાબ, ઉત્તર પશ્ચિમ રાજસ્થાન, જમ્મુ વિભાગ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને ત્રિપુરાના ભાગોમાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું.
Published On - 7:58 am, Mon, 30 January 23