Gujarat Video : ગુજરાતમાં 63 બ્રિજના સમારકામની આવશ્યકતા, ગુજરાત હાઈકોર્ટમાં સરકારે રજૂ કર્યુ સોગંદનામું

|

Mar 03, 2023 | 5:30 PM

Ahmedabad: ગુજરાત હાઈકોર્ટમાં રાજ્યના બ્રિજની સ્થિતિને લઈને રાજ્ય સરકારે સોગંધનામુ રજૂ કર્યુ હતુ. જેમા મોટા સમાચાર સામે આવ્યા છે કે રાજ્યમાં કુલ 63 બ્રિજ એવા છે જેમને સમારકામની જરૂર છે જે પૈકી 23 બ્રિજને મહત્તમ સમારકામની જરૂર હોવાનો ખૂલાસો થયો છે.

Gujarat Video : ગુજરાતમાં 63 બ્રિજના સમારકામની આવશ્યકતા,  ગુજરાત હાઈકોર્ટમાં સરકારે રજૂ કર્યુ સોગંદનામું

Follow us on

મોરબી ઝુલતો પૂલ તૂટ્યા બાદ હાઈકોર્ટમાં રાજ્યના બ્રિજોની સ્થિતિને લઈને સુનાવણી ચાલી રહી છે. જેમા હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી કે રાજ્યમાં જેટલા પણ માઈનોર અને મેજર બ્રિજ આવેલા છે તેની સંપૂર્ણ તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કરવામાં આવે. સ્પેશ્યિલ ટાસ્ક ફોર્સ દ્વારા જે તપાસ કરવામાં આવી છે અને તે જ મામલે હાઈકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા સોગંધનામામાં રજૂઆત કરવામાં આવી છે.  હાઈકોર્ટમાં આજે રાજ્ય સરકારે રજૂ કરેલા સોગંદનામામાં મહત્વપૂર્ણ ખૂલાસો કરવામાં આવ્યો છે કે રાજ્યમાં કુલ 63 બ્રિજ એવા છે જેમને સમારકામ કરવાની જરૂર છે.

રાજ્યમાં 63 બ્રિજને સમારકામની જરૂર. 23 બ્રિજને મહત્તમ સમારકામની જરૂર

રાજ્ય સરકારે રજૂ કરેલા સોગંદનામામાં મહત્વની વિગતો સામે આવી છે. જેમા મહાનગર હોય કે પછી નગરપાલિકા વિસ્તાર તેમજ જૂદા જૂદા વિસ્તારોમાં જે પ્રમાણે બ્રિજની સ્થિતિ છે તેનો સોગંધનામામાં વિગત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહત્વની જાણકારી મળી રહી છે તે પ્રમાણે રાજ્યમાં 63 બ્રિજ એવા છે જેઓ રિપેરિંગ માગી રહ્યા છે. આ બ્રિજને સમારકામ કરવાની જરૂર છે. આ 63 પૈકી 40 જેટલા બ્રિજને સામાન્ય સમારકામની જરૂર છે જ્યારે 23 બ્રિજ એવા છે જેમને મહત્તમ મરામતની જરૂર છે.

લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
અમદાવાદની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે? જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે

અમદાવાદમાં કુલ 12 બ્રિજને સમારકામ કરવાની જરૂર

આ ઉપરાંતની અમદાવાદની વાત કરવામાં આવે તો 12 જેટલા બ્રિજ એવા છે જેમને સમારકામ કરવાની જરૂર છે. સુરતમાં 13 જેટલા બ્રિજ રિપેરિંગ માગી રહ્યા છે. વડોદરામાં 4 બ્રિજ, રાજકોટમાં એક બ્રિજ, અને જૂનાગઢમાં 7 બ્રિજને મરમ્મતની જરૂર છે.

અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ નબળા બાંધકામને લઈને વિવાદમાં

અત્રે એ ઉલ્લેખનીય છે કે અમદાવાદને હાટકેશ્વર બ્રિજ પણ તેના નબળા બાંધકામને લઈને ઘણો વિવાદમાં આવ્યો છે. આ નોંધ પણ હાઈકોર્ટમાં આપવામાં આવી છે. શહેરમાં એક બ્રિજ બંધ હોવાની કબૂલાત રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવી છે. જે પ્રમાણે TV9 ગુજરાતી પણ છેલ્લા કેટલાય દિવસોથી સતત અભિયાન ચલાવી રહ્યુ છે. તે હાટકેશ્વર બ્રિજમાં ઘણી વિગતો સામે આવેલી છે. તે પ્રમાણે અત્યારે મહત્વની જાણકારી મળી રહી છે. સમગ્ર રાજ્યનો બ્રિજનો રિપોર્ટ છે ગુજરાત હાઈકોર્ટમાં મુકવામાં આવ્યો.

આ પણ વાંચો: Gujarati Video: રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટે AMCને કરી તાકીદ, ઢોર પકડવાની કામગીરી સતત ચાલુ રાખવા આદેશ

અમદાવાદનો હાટકેશ્વર બ્રિજને છેલ્લા 6 મહિનાથી અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ નિર્માણ પામ્યા બાદ પાંચ જ વર્ષમાં આ પ્રકારની દુર્દશા સામે આવી છે જે એ વાતની સાબિતી આપે છે બ્રિજ નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટિરીયલ વાપરવામાં આવ્યુ હશે.

ઈનપુટ ક્રેડિટ- રોનક વર્મા- અમદાવાદ

 

Published On - 5:28 pm, Fri, 3 March 23

Next Article