Gujarat Video : અમદાવાદના ઇસ્કોન બ્રિજ પરના ચકચારી અકસ્માત કેસના આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલની કથિત ઓડિયો ક્લિપ વાયરલ

|

Jul 28, 2023 | 6:54 PM

Ahmedabad: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પરના ચકચારી અકસ્માત કેસના આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જો કે tv9 આ ઓડિયોની પુષ્ટિ નથી કરતુ. આ ઓડિયોમાં પ્રજ્ઞેશ પટેલ તથ્ય પટેલને છાવરી રહ્યો છે.

Ahmedabad: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. કથિત વાયરલ ઓડિયો ક્લિપ અકસ્માત બાદની હોવાનો સોશિયલ મીડિયામાં દાવો કરાઇ રહ્યો છે. કથિત ઓડિયો ક્લિપમાં, અન્ય વ્યક્તિ સાથેની વાતચીતમાં પ્રજ્ઞેશ પટેલ 19-20 વર્ષના છોકરાઓથી આવી ભૂલ થતી હોવાનું કહીને દીકરાને છાવરી રહ્યો છે. સાથે જ પ્રજ્ઞેશ પટેલ સામેની વ્યક્તિને ટેન્શન નહીં લેવાનો અને આજીવન કઇ જ નહીં થવાનો દાવો કરી રહ્યો છે. આપને જણાવી દઇએ કે વાયરલ થયેલી કથિત ઓડિયો ક્લિપની ટીવીનાઇન પુષ્ટિ નથી કરી રહ્યું.

વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી કરાવવાની કવાયત તેજ

પ્રજ્ઞેશ પટેલની કથિત ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે. તેમા પ્રજ્ઞેશ પટેલ કોઈની સાથે વાત કરી રહ્યો છે. પરંતુ અકસ્માત બાદ આ ઓડિયો ક્લિપ ક્યારની છે તે જાણી શકાયુ નથી. ઓડિયોમાં માલેતુજાર, વિવાદી જમીન દલાલ પ્રજ્ઞેશ પટેલ દીકરાની ભૂલ સ્વીકારવાના બદલે 19-20 વર્ષના છોકરાથી આવુ કોકવાર થઈ જાય, ટેન્શન નહીં લેવાનું, તેને આખી જિંદગી કંઈ નહીં થાય, પણ માપમાં રાખવાના, એ મારી રીતે રાખી લઈશ. એવુ કહેતા સંભળાય છે. જો કે તે કોની સાથે વાત કરી રહ્યો છે તેની પુષ્ટિ થઈ શકી નથી. આ ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ અમદાવાદ પોલીસ પાસે પણ પહોંચી છે. જેના આધારે ઓડિયોમાં સંભળાય તે અવાજ પ્રજ્ઞેશ પટેલનો જ છે કે કેમ તેની ચકાસણી કરવા માટે તેનો વોઈસ સ્પેક્ટોગ્રાફી ટેસ્ટ કરાવવાની કવાયત શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો :અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસની મેગા ડ્રાઇવ, 100થી વધુ પોલીસ ટીમે વાહનચાલકોની કરી તપાસ

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

આપને જણાવી દઈએ કે 19 જૂલાઈની મધરાત્રે તથ્ય પટેલે ઓવરસ્પીડમાં જેગુઆર કાર ચલાવી 9 લોકો પર ચડાવી દીધી હતી અને 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. રાજ્યના સૌથી મોટા આ અકસ્માતમાં એક સપ્તાહની અંદર પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. તથ્યને કોર્ટે જેલ હવાલે કર્યો છે. આ તરફ તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેમા કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ નહીં થતા મુદ્દત પડી છે. હવે આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી પ્રજ્ઞેશ પટેલને જેલમાં જ રહેવુ પડશે. આ મામલે આગામી ત્રીજી ઓગષ્ટે કેસની સુનાવણી યોજાશે.

નોંધ: આ સમાચાર વાયરલ વીડિયો આધારિત છે અને આ ઓડિયો પ્રજ્ઞેશ પટેલનો છે તેવી tv9 પુષ્ટિ કરતુ નથી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:55 pm, Fri, 28 July 23

Next Article