ગુજરાત(Gujarat) વિશ્વ હિન્દુ પરિષદ(VHP) દ્વારા હવે ધંધુકામાં કિશન ભરવાડ ( Kisan Bharwad) હત્યા સંબંધે કાર્યક્રમો નહીં કરવા માટેની અપીલ કરવામાં આવી છે.. વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ મંત્રી અશોક રાવલ દ્વારા અપીલ કરવામાં આવી છે..તેમણે હિન્દૂ સમાજને વિનંતી કરીને કાર્યક્રમો ન યોજવા તેમજ શાંતિ બનાવી રાખવા કહ્યું છે.
તાજેતરમાં ધંધુકામાં થયેલી કિશન ભરવાડની હત્યા તથા રાધનપુર, રાજકોટ, કઠલાલ વગેરે સ્થળોએ હિન્દુ સમાજ પર થયેલા હુમલાના વિરોધમાં આવેદનપત્ર આપવાના કાર્યક્રમો ગુજરાતના અનેક શહેરોમાં ચાલી રહ્યા છે.. હિંદુ સમાજની લાગણી અને માગણીને સમજી ગુજરાત સરકાર દ્વારા હુમલાઓ સંદર્ભે સંતોષકારક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.. સરકારના પદાધિકારીઓ દ્વારા પણ હિન્દુ સમાજને આશ્વસ્ત કરવામાં આવ્યો છે કે આ બાબતે પૂર્ણ કાયદેસરની કાર્યવાહી થશે અને ભવિષ્યમાં કટ્ટરવાદીઓ આવા કૃત્યો ન કરી શકે તે માટે યોગ્ય પગલાં પણ લેવાશે..
આ બધી હકીકતોને ધ્યાને લઈ ગુજરાતના સંત સમાજ તથા પ્રબુદ્ધ નાગરિકો દ્વારા વિશ્વ હિન્દુ પરિષદને હવે પછી આ મુદ્દે આવેદનપત્ર ન આપવા તથા જાહેર દેખાવો ન કરવા વિનંતી કરવામાં આવી છે.. આ વિનંતિ પાછળનો તેમનો ઉદ્દેશ્ય રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાનો છે, તથા પોલીસ પ્રશાસનને સહયોગ આપી, આ કેસોમાં મજબૂત રીતે તપાસ કરવા તેમનું મનોબળ વધારવાનો છે..
હિંદુ સમાજની લાગણી અને માગણીને સમજી ગુજરાત સરકાર દ્વારા હુમલાઓ સંદર્ભે સંતોષકારક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. સરકારના પદાધિકારીઓ દ્વારા પણ હિન્દુ સમાજને આશ્વસ્ત કરવામાં આવ્યો છે કે આ બાબતે પૂર્ણ કાયદેસરની કાર્યવાહી થશે અને ભવિષ્યમાં કટ્ટરવાદીઓ આવા કૃત્યો ન કરી શકે તે માટે યોગ્ય પગલાં પણ લેવાશે.
ઉપરોકત હકીકતોને ધ્યાને લઈ ગુજરાતના સંત સમાજ તથા પ્રબુદ્ધ નાગરિકો દ્વારા વિશ્વ હિન્દુ પરિષદને હવે પછી આ મુદ્દે આવેદનપત્ર ન આપવા તથા જાહેર દેખાવો ન કરવા વિનંતી કરવામાં આવી છે. આ વિનંતિ પાછળનો તેમનો પવિત્ર ઉદ્દેશ્ય રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાનો તથા પોલીસ પ્રશાસનને સહયોગ આપી, આ કેસોમાં મજબૂત રીતે તપાસ કરવા તેમનું મનોબળ વધારવાનો છે.
આ વાસ્તવિકતાને સમજી વિશ્વ હિન્દુ પરિષદ સૌ હિંદુ બંધુઓની અપીલ કરે છે કે હવે પછી ભાઈશ્રી કિશનની હત્યા તથા હિન્દુઓ પર હુમલા બાબતે કોઈ દેખાવ યોજવા નહિ, આવેદન પત્ર આપવા નહિ તથા સ્થાનિક સ્તરે શાંતિ જાળવવાના પ્રયત્નોમાં સહભાગી થવું.
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો, મૃત્યુઆંકમાં વધારો, નવા 6679 કેસ 35 લોકોના મૃત્યુ
આ પણ વાંચો : Vadodara: એક્સપ્રેસ-વે માટે સંપાદિત જમીનનું વળતર ચૂકવવામાં તંત્રના અખાડા
Published On - 8:38 pm, Mon, 31 January 22