એક તરફ જુનિયર ક્લાર્ક બાદ વધુ એક પરીક્ષા રદ કરાતા પરીક્ષાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થયા બાદ હવે અમદાવાદમાં વધુ એક પરીક્ષા રદ થઈ છે. ગુજરાત યુનિવર્સિટીમાં CCCની પરીક્ષા પણ મોફૂક રાખવામાં આવી છે. જેના કારણે ઉમેદવારો અટવાયા હતા. ટેક્નિકલ ખામીનું કારણ આપી પરીક્ષા છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી છે. જેના કારણે ગુજરાતના અનેક જિલ્લામાંથી આવેલા પરીક્ષાર્થીઓમાં ઉગ્ર રોષ ફેલાયો હતો.
ગુજરાતમાં જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. જેના પગલે પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 9 લાખ 53 હજાર વધુ ઉમેદવારોના સપના રોળાયા છે અને મહેનત પર પાણી ફરી વળ્યું છે. પંચાયત સેવા પસંદગી મંડળ હવે આગામી સમયમાં બીજી તારીખ જાહેર કરશે.
આ અંગે પંચાયત સેવા પસંદગી બોર્ડે પોતાનો લૂલો બચાવ કર્યો છે અને દોષનો ટોપલો ખાનગી એજન્સી પર ઢોળી દીધો છે.. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સભ્ય રાજીકા કચેરીયાએ દાવો કર્યો કે- ગુજરાત બહારથી પેપર લીક થયું હતું. આખી ટોળકી ગુજરાત બહારની છે. ત્યાંની ટોળકીઓ પર સરકારે નજર રાખેલી જ હતી. આ ટોળકી સામે કડક કાર્યવાહી થશે. તેમણે કહ્યું કે ખાનગી એજન્સી જ પેપર અંગેની બધી જાણકારી હોય છે. પર ક્યાં પ્રિન્ટ થાય છે અને કેવી રીતે પ્રિન્ટ થાય છે તેની સરકાર કે મંડળને કોઈ ખબર નથી હોતી.
ગુજરાતમાં પેપર ફુટવાનો શીલશીલો યથાવત છે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર જુનીયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. ત્યારે લેવાનાર પેપર છેલ્લી ઘડીએ રદ્ કરતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આમ પેપર ફુટવાની ઘટના પ્રથમ વખત નથી પણ આ અગાઉ અનેકવાર પેપર ફૂટ્યા છે. વાત કરીએ તો 2014થી 2023 સુધી અનેક પરીક્ષાઓના પેપર ફૂટી ચુક્યા છે.
અને આજે વધુ એક એમ 2023 સુધીમાં પેપર ફુટતા ખળભળાટ મચી ગયો છે.