1 લી એપ્રિલથી ભારતના નેશનલ અને રાજ્ય હાઇવે પર ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. NHAI દ્વારા કારથી લઈને મોટા વાહનો સુધીના તમામ વાહનો માટે ટોલ ફીમાં ₹5 થી ₹40 સુધીનો વધારો કરાયો છે.
Follow us on
Toll Tax Increase: નેશનલ અને સ્ટેટ હાઇવે પર ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો લાગુ થશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) દ્વારા ટોલ ટેક્સમાં ₹5 થી ₹40 સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જે 1 એપ્રિલથી રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર અમલમાં આવશે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નવી ટોલ ફી:
કાર અને જીપ જેવા લઘુવાહનો માટે ₹135ના બદલે હવે ₹140 ચૂકવવા પડશે.
બસ અને ટ્રક જેવા મોટા વાહનો માટે ટોલની રકમ ₹465ના બદલે ₹480 થશે.
બસ/ટ્રક: ₹465ના બદલે ₹480, રિટર્ન ટોલ માટે ₹720ના બદલે ₹760
બોરિયાચ ટોલ પ્લાઝા પર પણ વધારો:
લાઈટ મોટર વ્હીકલ: ₹115ના બદલે ₹120
કોમર્શિયલ વ્હીકલ: ₹190ના બદલે ₹195
બસ/ટ્રક: ₹395ના બદલે ₹410
મલ્ટી એક્સલ વ્હીકલ: ₹620ના બદલે ₹640
મોટા વાહનો: ₹755ના બદલે ₹780
નવા દરો 1 એપ્રિલથી અમલમાં આવશે:
આમ, 1 એપ્રિલથી ટોલ ટેક્સમાં થયેલા આ નવા વધારાથી મુસાફરી ખર્ચમાં વધારો થશે, જે મોંઘવારીના સમયમાં વાહનચાલકો માટે વધુ એક બોજ સાબિત થઈ શકે છે.